બ્રેકીંગ ન્યુઝ : ST બસના ભાડામાં થયો ખુબ વધારો મીત્રો એકબાજુ આ મોંઘવારી, બેરોજગારી અને ઉપરથી સરકાર મધ્યમ વર્ગના લોકોમાં ખર્ચામાં વધારો કરી રહી છે. બસ ભાડામાં થયેલો આ વધારો ભલે નજીવો હોય પણ આની અસર દરેક લોકોમાં જોવા મળશે. આપણે આ આર્ટિકલમાં સરકાર દ્વારા થયેલ બસ ભાડામાં વધારાની માહીતી પ્રાપ્ત કરીશુ આ ઉપરાંત અન્ય માહિતી જેવી કે કયા રુટમાં કેટલો ભાવ વધ્યો તેની માહીતી પણ મેળવીશું તો અંત સુધી આર્ટિકલ જોવો જેથી તમને સાચી અને સરખી માહીતી મળી રહે.
ગુજરાત સરકાર હંમેશા લોકોની સેવા માટે તત્પર હોય છે અને મધ્યમ વર્ગના લોકો માટે હંમેશા આગળ જ હોય છે, છતાં પણ સરકારે ST બસ ભાડામાં વધારો કેમ કર્યો? આ બધી માહિતી આપણે આગળ જાણીશું.
Gujarat ST bhav vadharo | ગુજરાત એસટી બસ ભાડામાં વધારો | GSRTC
દોસ્તો ગુજરાત એસટીમાં (Gujarat ST) મુસાફરી કરતા બધા જ યાત્રીઓ માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. સામાન્યરીતે જોઈએ તો હવે મુસાફરી બધા માટે મોંઘી પડશે કારણ કે GSRTC દ્વારા બસના ભાડામાં આશરે 20 થી 25% જેટલો મોટો વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત એસટી (GSRTC ભાડામાં ભાવવધારો) બસ દ્વારા 2014 પછી આ પેલ્લીવાર ભાડામાં સુધારો કરીને વધારો કરવામાં આવ્યો છે. અમુક લોકોને આ ભાવ વધારો નજીવો લાગતો હસે પણ એકરીતે જોઈએ તો મધ્યમ વર્ગના લોકો માટે સારી બાબત ના કહી શકાય.
Gujarat bas bhadama vadharo
ખરેખર ગુજરાત એસ.ટી નિગમ દ્વારા ૨૦૧૪ પછી ભાડામાં સુધારો કરવામાં આવેલ નથી. જ્યારે અન્ય રાજ્યો દ્વારા પગાર, ડીઝલ તથા સ્પેરપાર્ટના ભાવ વધારાના ખર્ચ ને પહોંચી વળવા માટે અન્ય રાજ્યોની સરકારે ભાડામાં લગભગ દર વર્ષે વધારો કરવામાં આવે છે જે ગુજરાતના લોકો માટે સારી બાબત કહેવાય કે અહીંયા દર વર્ષે વધારો કરવામાં આવતો નથી.
GSRTC બસ વિભાગ દ્વારા એસટી બસના ભાડામાં અંદાજે લગભગ 25% જેટલો વધારો કરવામા આવ્યો છે જે નીચે મુજબ છે.
પહેલા ગુજરાતમાં લોકલ બસમાં ભાડું 0.64 એક્સપ્રેસમાં 0.68 અને નોન એસી સ્લીપરમાં 0.62 હતું જે હવે વધી ને કિમીના અંતરે લોકલમાં 0.80 એક્સપ્રેસમાં 0.85 અને નોન એસી સ્લીપરમાં 0.77 વધારવામાં આવ્યું છે.
ભાવ વધારા અંગે સરકારનું નિવેદન
ગુજરાત એસટી નિગમની લોકલ સર્વિસોમાં કુલ મુસાફરો માંથી 85% મુસાફરો (લગભગ દરરોજ અંદાજીત 10 લાખ જેટલા) 48 કિમી સુધીની મુસાફરી કરે છે જેમાં માત્ર રૂ. 1 થી રૂ. 6 સુધીનો નજીવો ભાડા વધારો કરવામા આવ્યો છે જેથી રાજ્યના લોકલ સર્વિસોમાં મુસાફરી કરતા મધ્યમ વર્ગનાં મુસાફરોને ભાડા વધારાથી નહિવત અસર થશે.