આ શાકભાજી ફ્રિજમાં મુકીને ખાવાની આદત હોય તો છોડી દો, થઈ શકે છે મોટું નુકસાન

આ શાકભાજી ફ્રિજમાં મુકીને ખાવાની આદત હોય :-દરેક લોકોના ઘરમાં ફ્રીજ હોય છે જેમાં ફળ અને શાકભાજી રાખવામાં આવે છે. ફ્રિજમાં રાખેલી વસ્તુઓ ઘણાં લાંબા સમય સુધી સાચવી શકાય છે. પરંતુ કેટલાક એવા ફળ અને શાકભાજી છે જેને ફ્રીજમાં સંગ્રહિત કરવા યોગ્ય નથી. કેટલાક લોકો કેળા અને ટામેટાં જેવા ફળો અને શાકભાજીને પણ ફ્રિજમાં રાખે છે.

પરંતુ આવા ફળ શાકભાજીને રૂમ ટેમ્પરેચરમાં રાખવા જરૂરી છે. ફ્રિજ તમારા ફળો અને શાકભાજીને લાંબા સમય સુધી તાજા રાખે છે, પરંતુ તમામ ફળો અને શાકભાજી ફ્રિજ માટે બન્યા નથી. કેટલીક વસ્તુઓને ફ્રીજમાં રાખવાથી તેનો સ્વાદ અને ટેક્સચર બદલાઈ જાય છે. તમારે કયા ફળો અને શાકભાજીને ફ્રિજમાં રાખવાનું ટાળવું જોઈએ.

બધા ફળો અને શાકભાજી ફ્રીજમાં મુકવા ન જોઈએ  
શાકભાજી અને ફળોને તાજા રાખવા માટે લોકો ફ્રિજનો ઉપયોગ કરતા હોય છે. જે લોકો પાસે રોજ શાકભાજી અને ફળો લાવવાનો સમય નથી હોતો, તેઓ તેને અગાઉ લઇ આવીને ફ્રિજમાં સ્ટોર કરે છે. ફ્રિજમાં રહેલી આ વસ્તુઓ લાંબા સમય સુધી તાજી રહી શકે છે. પરંતુ નિષ્ણાતો એમ પણ કહે છે કે ફ્રિજમાં કેટલાક ફળો અને શાકભાજીને રાખવાનું ટાળવું જોઈએ. જો તેને ફ્રિજમાં રાખવામાં આવે તો તેનાથી ફૂડ પોઇઝનિંગ પણ થઇ શકે છે. તો આવો જાણીએ એવા શાકભાજી વિશે જેને ફ્રિજમાં ન રાખવા જોઈએ.

આ શાકભાજી ફ્રિજમાં મુકીને ખાવાની આદત હોય

1. કાકડી
કાકડીને સામાન્ય રીતે શાકભાજી માનવામાં આવે છે. કોલેજ ઓફ એગ્રીકલ્ચર એન્ડ એન્વાયર્મેન્ટલ સાયન્સના જણાવ્યા અનુસાર જો કાકડીને ત્રણ દિવસથી વધુ સમય સુધી 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે રાખવામાં આવે તો તે ઝડપથી સડવા લાગે છે. તેથી કાકડીને ફ્રિજમાં ન રાખો. ફ્રિજમાં રાખવાને બદલે કાકડીને સામાન્ય જગ્યાએ અને સીધા સૂર્યપ્રકાશથી દૂર રાખો. નિષ્ણાતોના મતે કાકડીને એવોકાડો, ટામેટાં કે તરબૂચ જેવા ફળોની પાસે પણ ન રાખવી જોઈએ. કારણ કે આવા ફળો પાકે ત્યારે ઇથિલિન ગેસ છોડે છે અને તે ગેસના સંપર્કમાં આવવાથી કાકડી ઝડપથી પીળી પડી શકે છે. જો કે આ ગેસ હાનિકારક નથી, પરંતુ તે ફળો અથવા શાકભાજીને ઝડપથી પકવે છે.

2. ટામેટાં
નિષ્ણાતોના મતે ટામેટાંને પણ હંમેશા રૂમ ટેમ્પરેચરમાં રાખવા જોઈએ. ફ્રિજમાં રાખવાથી ટામેટાંનો સ્વાદ, બનાવટ અને સુગંધ પ્રભાવિત થાય છે, તેથી ઠંડા અને અંધારાવાળી જગ્યાએ ટામેટાંને સૂર્યપ્રકાશથી દૂર રાખવા જોઈએ. બારીમાંથી આવતા સીધા સૂર્ય કિરણો ટામેટાં પકવવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. ફ્રિજમાં રાખેલા ટામેટાં કરતા ફ્રિજની બહાર રાખેલા ટામેટાં એક અઠવાડિયા સુધી વધુ ચાલે તેવી સંભાવના વધારે છે.

3. ડુંગળી
નેશનલ ઓનિયન એસોસિએશન અનુસાર, ડુંગળીને ઠંડા, શુષ્ક, અંધારામાં અને સારી રીતે હવાઉજાસવાળા રૂમમાં રાખવી જોઈએ. કારણ કે ડુંગળી ભેજને સરળતાથી શોષી લે છે. જો તાપમાન અથવા ભેજ વધારે હોય તો ડુંગળી અંકુરિત થવાનું અથવા સડવાનું શરૂ કરી દે છે. જો ડુંગળીને રૂમ ટેમ્પરેચર પર રાખવામાં આવે તો ડુંગળી બે મહિનાથી વધુ સમય સુધી ચાલી શકે છે.

4. બટેટા
કાચા બટેટાને ખુલ્લામાં બાસ્કેટમાં રાખવા યોગ્ય ગણાય છે. તેને ફ્રિજમાં રાખવાથી બચો. ઠંડુ તાપમાન કાચા બટેટામાં જોવા મળતા સ્ટાર્ચી કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ્સને બદલે છે અને આ બટેટાનું શાક મીઠાસ પકડી લે છે. તેથી તેને ફ્રિજમાં ન રાખો. પરંતુ શાક બનાવ્યા બાદ તમે ઇચ્છો તો તેને ફ્રિજમાં રાખી શકો છો.

5. લસણ
લસણને પણ ફ્રિજમાં ન રાખવું જોઈએ. કારણ કે તેઓ ખૂબ જ ઝડપથી ભેજને શોષી  લે છે. તેથી તેને ડુંગળી જેવી ઠંડી, સૂકી જગ્યા પર રાખો. સાથે જ તેમને હવાની પણ જરૂર હોય છે, તેથી લસણને ક્યારેય બેગમાં પેક ન રાખો.

Important Link

વધુ માહિતી અહીં ક્લીક કરો 
હોમ પેજ  અહીં ક્લીક કરો 

Leave a Comment