Amba Kaka’s prediction of celestial calamity Amba Kaka’s prediction of celestial calamity

Amba Kaka’s prediction of celestial calamity :- રોહિણી નક્ષત્ર બાદ હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મૃગ શીર્ષ નક્ષત્રને લઈને મોટી આગાહી વ્યક્ત કરી છે. સૂર્યનો મૃગશીર્ષ નક્ષત્રમાં પ્રવેશ તારીખ 7/6/2024 ના રોજ શુક્રવારે થયો છે. તમને જણાવી દઈએ કે જ્યારે સૂર્ય મૃગશીર્ષ નક્ષત્રમાં પ્રવેશ થયો ત્યારે તેમનું વાહન શિયાળનું છે. અંબાલાલ પટેલે આ નક્ષત્રમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સારામાં સારો વાવણી લાયક વરસાદને લઈને મોટી સંભાવના વ્યક્ત કરી છે.

Amba Kaka’s prediction of celestial calamity

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે સૂર્યનો મૃગ શીર્ષ નક્ષત્ર પ્રવેશ થતાની સાથે જ તારીખ 8 અને 11 જૂનથી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે આંચકાનો પવન શરૂ થશે. અરબી સમુદ્રમાં આ દિવસોમાં મોટી હલચલ જોવા મળશે અને એક મોટું ચક્રવાત ડિપ્રેશનમાં ફેરવવા જઈ રહ્યું છે. આ ચક્રવાત ગુજરાત ઉપર ભારે તબાહી મચાવી શકે છે. જેને કારણે આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે.

Ambalal Patel Rain Forecast :- અંબાલાલ પટેલની વરસાદની આગાહી

Amba Kaka’s prediction of celestial calamity આગાહી મુજબ આજથી 11 તારીખ સુધી ગુજરાતમાં મેઘરાજા ધબધબાટી બોલાવી શકે છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો જેવા કે વલસાડ નવસારી ડાંગ સુરત, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે કે અમરેલી ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ જામનગર રાજકોટ દ્વારકા પોરબંદર સહિતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે આંચકાના પવન સાથે નદી નાળા છલકાય તેવો વરસાદ પડી શકે છે.

Heavy rain forecast :- અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મૃગશિર્ષ નક્ષત્ર વિશે જણાવ્યું છે કે જો આ નક્ષત્રમાં વરસાદ થાય તો એકંદરે ચોમાસુ સારામાં સારું રહેતું હોય છે. આ વર્ષે પણ આ નક્ષત્રમાં સારા વરસાદના યોગ મળી રહ્યા છે. જેના કારણે આવતું ચોમાસું સારામાં સારું બેસી શકે છે. ખેડૂતો માટે આ એક ખુશીના અને સારા સમાચાર ગણી શકાય છે.

Important Links

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ અહિં કલીક કરો
વધુ માહિતી માટે  અહિં કલીક કરો
 હોમ પેજ માટે  અહિં કલીક કરો

 

Leave a Comment