Ambalal Patel predicted હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષનું ચોમાસું લાનીનોની અસરના કારણે સારું રહેશે. ચોમાસું સારું રહેવા પાછળ અનેક પરિબળો કામ કરતા હોય છે, પરંતુ તેમાનું એક પરિબળ છે લાનીનો. ચોમાસું અંદમાન નિકોબારમાં બેસી ગયા બાદ આગળ વધતું હોય છે અને દેશમાં કેરળથી ચોમાસાની શરુઆત થતી હોય છે.
તેમણે જણાવ્યું હતું કે, 17 જૂન બાદ ભારે આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેશે. જ્યારે 5 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી દેશના ઘણા ભાગોમાં પુર જેવી સ્થિતિ રહેશે. આ અરસામાં નર્મદા નદીનું જળ સ્થર વધશે. સાબરમતી નદીનું જળસ્તર અને બંધોમાં પાણની આવક વધશે.
Ambalal Patel predicted
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના ચોમાસા અંગે આગાહી કરી હતી. આ આગાહીમાં તેમણે જણાવ્યુ હતુ કે, આ વખતના ચોમાસામાં બ્રેક આવી શકે છે. જોકે, 21મી જૂન બાદ ચોમાસું એકંદરે સારું રહેશે. અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, આ ચોમાસામાં બ્રેક આવી શકે છે. વરસાદની પેટર્ન અલગ-અલગ હોય શકે છે.
ચોમાસું તો ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં છે. રાજ્યમા તમામ ભાગોમાં વરસાદ થશે. આ વરસાદ કોઇ ઠેકાણે છાંટાછૂટી તો કોઇ ઠેકાણે હળવો તો કોઇ ઠેકાણે મધ્યમ વરસાદ થશે. પરંતુ આ નિર નિરંતર ચોમાસું ન કહી શકાય. નિરંતર ચોમાસું તારીખ 21 જૂન બાદ આવશે. આ ચોમાસું છે જે લગભગ પૂર્વીય ભારતમાંથી બંગાળના ઉપસાગરમાંથી ડિપડિપ્રેશનની સિસ્ટમ ડેવલોપ થશે. જેના કારણે અરબ સાગરમાં લો પ્રેશર બનશે.
આ સાથે તેમણે જણાવ્યુ કે, જેના કારણે કેટલાક ભાગોમાં લો પ્રેશર બનશે અને કોઇપણ ભાગમાં અણધાર્યો વરસાદ થશે અને તે વિસ્તારને જળબંબાકાર કરી જશે. 21-22 જૂન બાદ આગળ વધેલો વરસાદ એકંદરે સારો રહેશે. જેથી ગુજરાતમાં ગરમી ઘટશે.
Ambalal Patel predicted અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યુ છે કે, શરૂઆતમાં ગરમી પડે અને મૃગશીશ નક્ષત્રમાં વરસાદ થાય તો એકંદરે સારો ન ગણાય. સાતમી જૂનની આસપાસ આ નક્ષત્ર બેસતું હોય છે. દરમિયાન વરસાદ પડે તો કોસેટા જમીનની બહાર આવે. જેનાથી તે ઊભા કૃષિ પાકના પાંદડા ખાય જાય. અત્યારે ગરમી પડી રહી છે તે સારી છે. જે કૃષિ માટે સારી છે.
હવામાન નિષ્ણાતે એમ પણ જણાવ્યુ છે કે, જુલાઇ ઓગસ્ટમાં પણ સારું ચોમાસું રહેશે. જે બાદ સપ્ટેમ્બર મહિનામાં લાનીનોની અસર થાય. ગુજરાતમાં પાછોતરો વરસાદ પણ સારો થઈ શકે છે. આ વખતે ઓક્ટોબર સુધી વરસાદ રહી શકે છે. 21મી જૂન બાદ આદ્રા નક્ષત્રમાં ચોમાસું સારું રહેશે.
Important Links
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહીં ક્લીક કરો |
હોમ પેજ માટે | અહીં ક્લીક કરો |
વધુ માહતી | અહીં ક્લીક કરો |