ambalal patel prediction

ambalal patel prediction : ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. સાથે જ હવામાન વિભાગે પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં હવામાન અંગે નવી આગાહી કરી છે.

અંબાલાલ પટેલે રાજ્યમાં ભારે વરસાદ, અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરની સ્થિતિ અંગે માહિતી જણાવી છે. તેમણે જૂનની છેલ્લી તારીખો અને જુલાઇ તથા ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદ પડશે, તે અંગે આગાહી કરી છે.

ambalal patel prediction હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે અને નવી સિસ્ટમ સક્રિય થશે. ઉપરાંત લો પ્રેશર પણ સર્જાયું છે. બંગાળના ઉપસાગરમાં પણ લો પ્રેશર સર્જાયું છે. ઓરિસામાં એક સિસ્ટમ બની રહી છે. આ બે સિસ્ટમ સક્રિય થતાં અરબ સાગર અને બંગાળના ઉપસાગરનો ભેજ ભેગા થતાં ગુજરાતમાં ભાગોમાં ભારે વરસાદ થવાની આગાહી અંબાલાલ પટેલે વ્યકત કરી છે.

30 જુનથી 1 જુલાઈમાં ભારે વરસાદ!

ambalal patel prediction 30 જૂનથી 1 જુલાઇ સુધી વડોદરાના ભાગોમાં ભારે વરસાદ થવાની આગાહી કરી છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા વ્યકત કરી છે. અમદાવાદના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ થવાની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે.

5થી 12 જુલાઇમાં અતિભારે વરસાદની આગાહી

ambalal patel prediction : 5 થી 12 જુલાઇમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. તેમણે જણાવ્યું કે, કેટલાક ભાગોમાં પૂર આવી શકે છે. આહવા, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે.

દક્ષિણ સૌરાષ્ટ્ર, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ સારો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જૂનની આખર તારીખ અને જૂલાઇના બીજા સપ્તાહ સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં શ્રીકાર વરસાદ થવાની શક્યતા વ્યકત કરી છે

જુલાઇ અને ઓગસ્ટમાં કેવો વરસાદ રહેશે?

અંબાલાલ પટેલે જુલાઇ અને ઓગસ્ટ માસમાં સારો વરસાદ થવાની આગાહી કરી છે. નર્મદા નદી બે કાંઠે થવાની આગાહી કરી છે. સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો આવવાની શક્યતા દર્શાવી છે. તાપ નદીનું જળસ્તર પણ વધી શકે. કેટલીક નદીઓમાં પૂર આવવાની આગાહી પણ કરી છે.

Important Links

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ અહિં કલીક કરો
વધુ માહિતી માટે  અહિં કલીક કરો
હોમ પેજ માટે  અહિં કલીક કરો

Leave a Comment