Ambalal Patel :- અંબાલાલ પટેલની હવામાનની આગાહી

Ambalal Patel : અંબાલાલ પટેલ દ્વારા 26, 30 અને 7 તારીખે નવી સિસ્ટમ સક્રિય થશે અને ફરી વરસાદ આવશે તેવી આગાહી કરી છે, જ્યારે હવામાન વિભાગ દ્વારા આવનાર બે દિવસ સુધી અતિ ભારે વરસાદ અને પાછળના ત્રણ દિવસ દરમિયાન સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઉત્તર ગુજરાતમાં વરસાદની રાહ હવાઈ રહે છે ત્યારે પાટણ બનાસકાંઠામાં ભારે વરસાદ પડશે તેવી અંબાલાલ પટેલ ની આગાહી કરી છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જુનાગઢ, અમરેલી, બોટાદ, સાવરકુંડલાના ભાગમાં પડવાની આગાહી છે સાથે સુરત વડોદરા અને ભરૂચ માં પણ આગાહી કરવામાં આવી છે.

26, 30 અને સાત ઓગસ્ટના રોજ નવી સિસ્ટમ સક્રિય થતા વરસાદની એક્ટિવિટી શરૂ થશે:અંબાલાલ પટેલ

Ambalal Patel 26 તારીખે હવામાન વિભાગની આગાહી

મેઘ: પોરબંદર, દ્વારકા, જુનાગઢ શહેર અને સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી માં અંત્યંત ભારે (Red Alert) વરસાદની આગાહી કરવામાં આવી છે.

જ્યારે નર્મદા, ભરૂચ, ડાંગ, વડોદરાની સાથે રાજકોટ, જામનગર, ગીર સોમનાથ અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદ (ઓરેન્જ એલર્ટ) ની આગાહી આપવામાં આવી છે.

વરાપ ક્યારે નીકળશે?

છેલ્લા કેટલાક દિવસોથી મેઘો ગુજરાત ઉપર મહેરબાન છે ત્યારે ખેડૂત ભાઈઓ વરાપ ની રાહ જોઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં આવનાર દિવસોમાં લાંબી વરાપ ની હાલમાં કોઈ શક્યતા જણાતી નથી. જે દિવસે વરસાદ ન પડે તે દિવસે ખેતીના કામો પતાવી દેવા.

હવામાન વિભાગ દ્વારા આગમી 5 દિવસ સાર્વત્રિક વરસાદ ની આગાહી કરવામાં આવી છે.

જ્યારે પરેશ ભાઈ એ આગાહી માં જણાવ્યું છે કે નવરાત્રિ દરમિયાન પણ મેઘો આવશે. ખેલૈયાઓ માટે ચિંતા વ્યક્ત કરી હતી.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 27 તારીખથી વરસાદનું જોર થોડું થોડું ઘટતું જશે. જોકે તેમ છતાં હવામાન વિભાગ દ્વારા આગમી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી.

Important Links

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ અહિં કલીક કરો
હોમ પેજ અહિં કલીક કરો

 

Leave a Comment