Ambalal predict : રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કાળા ડિંબાગ વાદળો વચ્ચે પણ જોઈએ તેવો વરસાદ પડતો નથી આગામી 5 દિવસ વરસાદની આગાહી રહેલી છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં બે દિવસ બાદ ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી વ્યકત કરી છે
Ambalal predict હવામાન નિષ્ણાત અંબાલાલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 14 જુલાઈથી દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાંથી મોનસુન ટ્રફ નીચે તરફ આવશે. 16 તારીખ સુધીમાં આ ટ્રફ જેસલમેર થઈને છત્તીસગઢના ભાગમાં થઈને ઓરિસાના ભાગોમાં થઈને બંગાળના ઉપસાગર સુધી કાર્યરત રહેશે. આ ઉપરાંત દક્ષિણવવ ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા છે
આ વખતે પૂર્વ પેસિફિક મહાસાગરમાં જળવાયું તટસ્થ છે, Mjo કમજોર છે iod ન્યુટ્રલ છે. આથી પૂર્વ આફ્રિકામાંથી શ્રીલંકા ઉપર થઈને આવતા નથી. આ ઉપરાંત કોઈ વિસ્તારોમાં ભારે વરસાદ થાય છે તો કોઈ ભાગમાં ઓછો વરસાદ પડી રહ્યો છે. કારણ કે આ વખતે વર્ષા મેઘના વરસાદી વાદળો બનતા નથી.
17 થી 24 તારીખની આગાહી
Ambalal predict : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એમ પણ કહ્યું છે કે, 14 થી 15 તારીખમાં બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળી શકે અને સિસ્ટમ ગુજરાત સુધી આવી પહોંચશે. પશ્ચિમ ઘાટ વધું સક્રિય હોવાથી 17થી 24 તારીખમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. કોઈ કોઈ ભાગોમાં 300 mm એટલે કે 12 ઇંચ જેટલો વરસાદ ખાબકવાની શક્યતાઓ છે.
સૌરાષ્ટ્રના ભાગોમાં લો પ્રેશરની અસરના કારણે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેલી છે. આ ભાગોમાં 100 થી 125 mm વરસાદની શક્યતા રહેલી છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં 100 થી 125 mm વરસાદ થવાની શક્યતાઓ છે. કચ્છના ભાગોમાં 75 mm વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
Important Link
વધુ માહિતી માટે | અહીં ક્લીક કરો |
હોમ પેજ માટે | અહીં ક્લીક કરો |