Ambalal predicted :- ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી કાળઝાળ ગરમી પડી રહી છે. સક્રિય સિસ્ટમને કારણે ગુજરાતમાં ક્યાંક વાદળવાયું તો ક્યાંક ભારે આંધી સાથે પવન ફૂંકાઈ રહ્યો છે, આ બધાની વચ્ચે એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. હવે અરબી સમુદ્રમાં એક મોટી સાયકલોનીક સિસ્ટમ સક્રિય થઈ હોવાના એંધાણો દેખાઈ રહ્યા છે, આ સિસ્ટમના લઈને અંબાલાલ પટેલ દ્વારા કાળજુ કંપાવે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
Ambalal predicted
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું છે કે 8 તારીખે અરબી સમુદ્રમાં લો પ્રેશર સાયકલોનીક સિસ્ટમમાં ફેરવશે અને ત્યારબાદ 10 જુને આ સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાયને એક ખૂંખારો વાવાઝોડું બની શકે છે.
Ambalal predicted સામાન્ય રીતે અરબી સમુદ્રમાં સક્રિય થતું વાવાઝોડું ઓમાન અને ગુજરાત તરફ ફંટાતું હોય છે પરંતુ આ વખતે અંબાલાલ પટેલે ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે કે આ વખતે ગુજરાતનું આવી બનશે. આ વાવાઝોડું સીધું ગુજરાત ઉપર ત્રાટકવાની શક્યતા વ્યક્ત કરી છે. આ વાવાઝોડું ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં તબાહી મચાવી શકે છે.
છેલ્લા બે દિવસથી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો નોંધાયો છે, તો કેટલાક વિસ્તારોમાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે, આ બધી અસર અરબી સમુદ્ર સક્રિય થયો હોવાના અંધાણ છે.
Ambalal predicted અંબાલાલ પટેલની આગાહી મુજબ 10 જૂન થી 12 જૂનની વચ્ચે ગુજરાત ઉપર ત્રાટકશે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓ ગીર સોમનાથ અમરેલી જુનાગઢ ભાવનગર પોરબંદર દ્વારકા જામનગર કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો જેવા કે નવસારી વલસાડ સુરત ડાંગ સહિતના વિસ્તારોમાં ઘાતક અસર જોવા મળી શકે છે.
Important Links
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
વધુ માહિતી માટે | અહિં કલીક કરો |
હોમ પેજ માટે | અહિં કલીક કરો |