વરસાદથી થયેલ નુકશાન માટે સહાય

વરસાદથી થયેલ નુકશાન માટે સહાય : રાજયમા હાલમા સપ્ટેમ્બર માસમા પડેલા વરસાદે ભારે તારાજી સર્જી હતી. ખાસ કરીને દક્ષિણ ગુજરાત ના જિલ્લાઓમા ભરુચ,નર્મદા અને વડોદરા મા વરસાદ થી પૂર આવવાથી લોકોને ઘર વખરી સહિત ભારે નુકશાની વેઠવાનો વાયો આવ્યો હતો. પૂરથી અસરગ્રસ્ત જિલ્લાઓ મા થયેલ ઘર વખરી, કપડા અને મકાન સહિત ની નુકશાની માટે સરકારે નુકશાની વળતર આપવાની જાહેરાત કરી છે.

વરસાદથી થયેલ નુકશાન માટે સહાય

રાજ્યમાં સપ્ટેમ્બર-૨૦૨૩માં આવેલ ભારે વરસાદને કારણે ગુજરાત રાજ્યમાં ઘણા વિસ્તારો અસરગ્રસ્ત થયેલા હતા. જેમાં તા.૧૬/૦૯/૨૦૨૩ થી તા.૧૮/૦૯/૨૦૨૩ દરમ્યાન પડેલ ભારે વરસાદ અને નદીઓ/ડેમમાં પુર આવવાના કારણે અસર થયેલ ભરૂચ, નર્મદા, અને વડોદરા જિલ્લામાં તેમજ તા.૧૮/૦૯/૨૦૨૩ દરમ્યાન પડેલ ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત થયેલ પંચમહાલ અને દાહોદ જિલ્લામાં રહેણાંકના કાચા/પાકા મકાનોને સંપૂર્ણ કે આંશિક નુકશાનના કિસ્સા બનેલા છે. SDRF ના ધારા ધોરણો મુજબ રાજ્યના બજેટમાંથી “ખાસ કિસ્સામાં” સહાય આપવાની જાહેરાત કરી છે.

આ નુકશાની સહાય નો લાભ ભરૂચ, નર્મદા, વડોદરા, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં થયેલ નુકશાની માટે લોકોને આપવામા આવનાર છે.

કપડા અને ઘરવખરી સહાય

સપ્ટેમ્બર-૨૦૨૩માં રાજ્યમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત ભરૂચ, નર્મદા, વડોદરા, પંચમહાલ અને દાહોદ જિલ્લાઓમાં SDRF ના ધોરણો મુજબ કુટુંબદીઠ કપડા સહાય તરીકે રૂ.૨,૫૦૦/- અને ઘરવખરી સહાય તરીકે રૂ.૨,૫૦૦/-એટલે કે કુલ રૂ.૫,૦૦૦/- તેમજ રાજ્ય સરકારના બજેટમાંથી રૂ.૨,૦૦૦/- મળી કુલ રૂ.૭,૦૦૦/-(કુટુંબદીઠ) કપડા અને ઘરવખરી સહાય તરીકે ચૂકવવામા આવનાર છે.

મકાન સહાય

(૧) સંપૂર્ણ નાશ પામેલ અથવા મોટું નુકશાન પામેલ રહેણાંકના કાચા/પાકા મકાન માટે SDRF માંથી રૂ.૧,૨૦,૦૦૦/- ની સહાય ચૂકવવામા આવશે.

(૨) અંશતઃ નુકશાન પામેલ રહેણાંકના કાચા/પાકા મકાનો તેવા કિસ્સામાં નીચેની રીતે સહાય ચૂકવવામા આવશે.

  • આંશિક રીતે નુક્શાન થયેલ પાકુ મકાન (ઓછામાં ઓછું ૧૫% નુકશાન હોય તો જ મળવાપાત્ર) હોય તો SDRF માંથી રૂ.૬,૫૦૦/- તેમજ રાજ્ય સરકારના બજેટમાંથી રૂ.૮,૫૦૦/- મળી કુલ રૂ.૧૫,૦૦૦/- ની સહાય મળવાપાત્ર છે.
  • આંશિક રીતે નુક્શાન થયેલ કાચુ મકાન (ઓછામાં ઓછું ૧૫% નુકશાન હોય તો જ મળવાપાત્ર) SDRF માંથી રૂ.૪,૦૦/- તેમજ રાજ્ય સરકારના બજેટમાંથી રૂ.૬,૦૦૦/- મળી કુલ રૂ.૧૦,૦૦૦/- ની સહાય મળવાપાત્ર છે.
  • સંપૂર્ણ નાશ પામેલ કે આંશિક નુકશાન પામેલ ઝુંપડાઓને SDRF માંથી રૂ.૮,૦૦૦/- તેમજ રાજ્ય સરકારના બજેટમાંથી રૂ.૨,૦૦૦/- મળી કુલ રૂ.૧૦,૦૦૦/- ની સહાય મળવાપાત્ર છે.
  • ઘર સાથે સંકળાયેલ કેટલ શેડને થયેલ નુકશાન માટે SDRF માંથી રૂ.૩,૦૦૦/- તેમજ રાજ્ય સરકારના બજેટમાંથી રૂ.૨,૦૦૦/- મળી કુલ રૂ.૫,૦૦૦/- ની સહાય મળવાપાત્ર છે.

નુકશાની સહાયની શરતો

  • જે કિસ્સામાં રાજ્ય સરકારના બજેટમાંથી જણાવેલ હોય તેનો ખર્ચ રાજ્ય સરકારના ભંડોળમાંથી કરવાનો રહેશે.
  • State Disaster Response Fund ના ધોરણો અને કાર્યપધ્ધતિઓ ભારત સરકારની વંચાણે લીધેલ માર્ગદર્શિકા મુજબની રહેશે.
  • આ ઠરાવની જોગવાઇઓ સપ્ટેમ્બર-૨૦૨૩માં રાજ્યમાં આવેલ ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારના જિલ્લાઓ માટે “ખાસ કિસ્સા” તરીકે લાગુ પડશે.
  • દબાણ કરીને બનાવેલ મકાન અંગે જે તે વિભાગના નીતિ નિયમોનું પાલન કરવાનું રહેશે અને આ માત્ર સહાય તરીકે ગણવાનું રહેશે. આ સહાયની કોઇ પણ પ્રકારની કાયદેસરતા મળતી નથી.

અગત્યની લીંક

નુકશાની સહાય ચૂકવવા અંગે ઠરાવ અહિં ક્લીક કરો
હોમ પેજ અહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો અહિં ક્લીક કરો

Leave a Comment