નમસ્કાર મિત્રો NHMSatararecruitment.in વેબસાઇટ પર તમારું સ્વાગત છે આજના આ લેખમાં આપણે ચા પીવાના ફાયદા વિશે સંપૂર્ણ માહિતી જાણવાના છે તો આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો.
ચા પીવાના ફાયદા : લગભગ મોટા ભાગના લોકો ચા તો પીતા જ હોય છે. ચા વગર સવાર થતી નથી. ચા પીવાથી થતા ગેરફાયદા તો તમે સાંભળ્યા હશે અને ચા ન પીવી જોઇએ તેવુ પણ ઘણા લોકો પાસેથી સાંભળ્યુ હશે પરંતુ ચા પીવાથી પણ અનેક ફાયદા થાય છે. ચાલો આજે જાણીએ ચા પીવાના ફાયદા વિશે.
ચા મા રહેલા તત્વો
બ્લેક ટી હોય અથવા ગ્રીન ટી અથવા તો કોઇ બીજા ફ્લેવરની તમામ ચામાં એન્ટી ઑક્સીડેન્ટ્સ, એન્ટી કેટેચિન્સ અને પોલીફેનોલ્સ જેવા તત્વો હોય છે જે આપણા શરીરને ફાયદાકારક રીતે અસર કરે છે. ગ્રીન ટી પીવાથી તે મૂત્રાશય, બ્રેસ્ટ, ફેફસાં, પેટ, સ્વાદુપિંડ જેવા શરીરના અંગો માટે એન્ટી ઑક્સીડેન્ટનું કામ કરે છે અને કોલોરેક્ટલ તત્વ કેન્સરના વિકાસને અટકાવવામાં ફાયદો કરે છે.
ધમનીઓના ક્લોગ્ગિંગને અટકાવવામાં, ચરબી ઘટાડવામાં, તણાવ ઓછું કરવામાં, અલ્ઝાઇમર અને પાર્કિન્સન રોગ જેવી મસ્તિષ્ક સંબંધી બીમારીઓના જોખમને ઘટાડવામાં, સ્ટ્રોકના જોખમને ઘટાડવામાં અને કોલેસ્ટ્રોલના સ્તરને સુધારવામાં પણ મદદ કરે છે.
ચા પીવું દરેક કોઈ પસંદ કરે છે. સવારની ચા, ઑફિસમાં કામના વચ્ચેમી ચા માણસને સુસ્તી દુર કરી તાજા કરી દે છે. પણ શું તમે જાણો છો કે જ્યાં એક તરફ ચા પીવાના ફાયદા ઘણા છે. તેમજ બીજી તરફ તેના ઘણા નુકશાન પણ છે. જરૂરતથી વધારે ચા પીવું આરોગ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
ચા પીવાના ફાયદા
- ચામાં કૈફીન અને ટૈનિન જેવા તત્વો હોય છે જેનાથી શરીરમાં સ્ફૂર્તિનો અનુભવ હોય છે.
- ચામાં રહેલ એમીનો એસિડ મગજને વધારે સતેજ અને શાંત રાખે છે.
- ચામાં એંટીજેન હોય છે જે એન્ટી બેકેટેરીયલ ક્ષમતા આપે છે.
- તેમા રહેલ એંટી ઓક્સીડેંટસ ઈમ્યૂન સિસ્ટમ યોગ્ય રીતે રાખે છે અને ઘણા રોગોથી શરીરને બચાવે છે.
- ચા વૃદ્ધાવસ્થાની રફતારને ઓછું કરે છે અને શરીરને ઉમરની સાથે થતા નુકશાનથી બચાવે છે.
- ચામાં રહેલ ફ્લોરાઈડ હાડકાઓને મજબૂત કરે છે અને દાંતમાં કીડા થવાથી પણ રોકે છે.
- આટલું જ નહી પણ ઘણા સંશોધનમા આ વાત પણ સામે આવી છે કે ચા કેંસર, હાઈ કોલેસ્ટ્રોલ, એલર્જી લિવર અને દિલના રોગોમાં ફાયદાકારી ગણાય છે.
- ચા માં થિયોફાઈલિન પ્રકારના તત્વો હોય છે જે ફેફસામાં શ્વાસનળીને વિસ્તૃત કરે (dilates)છે. તેથી તેમાં રહેલો કફ, બેક્ટેરિયા વી. સહેલાઈથી બહાર નીકળી ધકે છે. ઉપરાંત અસ તત્વો હૃદયની ધમણીઓને પણ વિસ્તૃત કરે છે જેથી હૃદયમાં લોહી વધુ પહોંચવાને કારણે હાર્ટ ડીસીઝમાં ફાયદો કરે છે.
ચા પીવાથી થતા નુકશાન
- દિવસભરમાં ત્રણ કપથી વધારે ચા પીવાથી એસિડીટીની તકલીફ થઈ શકે છે.
- ચામા રહેલ કેફીનથી બ્લ્ડ પ્રેશર વધી શકે છે અને તેને પીવાની ટેવ લાગી શકે છે.
- વધારે ચા પીવાથી દિલના રોગ, ડાયબિટીસ અને વજન વધવાની પણ શકયતા રહે છે.
- વધુ પડતી ચા પાચન ક્રિયાને નબળું બનાવે છે.
- ચા થી દાંત પર પણ તેનો ખરાબ અસર પડી શકે છે.
ચા પીવાનુ હરકોઇ માણસ પસંદ કરે છે. સવારની તાજી ચા ની ચુસ્કી થી માંડી ઓફીસ માં કામથી કંટાળેલા માણસને ચા તાજા કરી દે છે. પરંતુ ચા લીમીટમા પીવી સારી. એમાં પણ બહુ ગળી ચા ન પીવી જોઇએ. ચા જો એક લીમીટમા પીવામા આવે તો ફાયદાકારક છે.
ચા ના પ્રકાર Types of tea
આમ તો માર્કેટમા ઘણા પ્રકારની ચા મળે છે. પરંતુ ચા ના મુખ્ય પ્રકાર નીચે મુજબ છે.
- સફેદ ચા
- યલો ટી
- બ્લેક ટી
- બ્લુ ટી
- લાલ ચા
- કાશ્મીરી ગુલાબી ચા
- ઈરાની ચા
- ઓલોંગ ચા
વિદેશી ચા ના પ્રકાર
વિદેશી ચા ના પ્રકાર નીચે મુજબ છે.
- ઈરાની ટી
- ચાઇનીઝ ગ્રીન ટી
- જાપાનીઝ ગ્રીન ટી
- ઓલોંગ ચા
બ્લેક ટી પીવાના ફાયદા
- બ્લેક ટી થી ઇમ્યુનિટી વધે છે
- બ્લેક ટી મગજના રોગ માટે ફાયદાકારક છે.
- પાચનતંત્રમાં પણ ફાયદાકારક છે.
- બ્લેક ટી થી ડાયાબિટીસના દર્દીઓને થાય છે ફાયદો
- આનાથી વાળ અને ત્વચાના રોગમાં રાહત મળે છે.
ચા લોકો કંટાળો આવતો હોય ત્યારે મુડ ફ્રેશ માટે પણ પીતા હોય છે. એમા પણ કામ ધંધા મા કંટાળેલા હોય ત્યારે તાજી ચા ફ્રેશ કરી દે છે.
દૂધની ચાના ફાયદા
કેલ્શિયમ એક અગત્યનુ ખનિજ છે જે મજબૂત હાડકાં અને હાડપિંજર માટે જરૂરી છે. દૂધએ શોષિત થયેલા કેલ્શિયમનો સમૃદ્ધ સ્રોત છે જે હાડકાની મજબુતાઇમા સુધારો કરે છે અને હાડકાંના ફ્રેક્ચર અને તૂટવાની સંભાવના ઘટાડી દયેછે. દૂધમાં વિટામિન ડી પણ સારી માત્રમા હોય છે. જે હાડકાની સમસ્યાઓથી બચવા માટે અગત્યનુ છે.
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને ચા પીવાના ફાયદા સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.