Blood Pressure chart: બ્લડ પ્રેશર ચાર્ટ: હાઇ બ્લડ પ્રેશર: લો બ્લડ પ્રેશર: આપણા શરીરના બ્લડ પ્રેશર જેને આપણે ટૂંકમા બી.પી. કહિએ છીએ તે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. બ્લડ પ્રેશરના આદર્શ માપ અક્રતા તે ઓછુ હોય તો પણ નુકશાનકારક છે અને વધુ હોય તો પણ શરીર માટે નુકશાનકારક છે. આજકાલ લોકોમા હાઇલ બ્લડ પ્રેશર કે લો બ્લડ પ્રેશર ની ખૂબ જ તકલીફો જોવા મળે છે ? ચાલો જાણીએ બ્લડ પ્રેશર શું છે અને તેનુ માપ ઉંમર મુજબ ખરેખર કેટલુ હોવુ જોઇએ તે માહિતી Blood Pressure chart માથી મેળવીએ.
શું છે બ્લડ પ્રેશર ?
Table of Contents
બ્લડપ્રેશર એટલે આપણા શરીરમા રહેલુ બ્લડ એટલે કે લોહિ લોહિ ની નળી મા કેટલા દબાળથી સંચરન કરે છે તે. બ્લડપ્રેશર ની બીમારી લોહીની નળીમાં જયારે બ્લડ વધુ અથવા ઓછા દબાણથી સંચારણ કરે ત્યારે થાય છે. આપણા સમગ્ર શરીરમાં પ્રત્યેક નાના-મોટા અવયવોનાં કોષો સુધી લોહીનું પરિભ્રમણ સતત થતુ હોય છે. આ કાર્ય માટે હ્રદય એક માંસલ પંપ જેવી કામગીરી કરે છે. જે હ્રદયમાં આવતા અશુદ્ધ લોહીને ફેફસામાં શુધ્ધ થવા માટે મોકલે છે
જયારે હ્રદયમાં આવતા શુદ્ધ લોહીને મુખ્ય ધમની દ્વારા સમગ્ર શરીરમાં મોકલવાનુ કામ કરે છે. મુખ્ય ધમનીથી આગળ વધી નાની-મોટી શાખાઓમાં લોહીનું પરિભ્રમણ ત્યારે જ અવિરત ચાલે છે જયારે નિયત માત્રામાં બ્લડનુ પ્રેશર એટલે કે દબાણ હોય. પરંતુ દબાણનું પ્રમાણ જરૂરથી વધુ કે ઓછું થઇ જાય છે તો શરીર પર તેની ઘણી આડઅસરો જોવા મળતી હોય છે.
Blood Pressure chart
આજકાલ બ્લડ પ્રેશરની બીમારી ઝડપથી વધી રહી છે. તેનાથી બચવા માટે બીપી વિશે સાચી માહિતી જાણવી જરૂરી છે. WHO અનુસાર, વિશ્વમાં 30-79 વર્ષની વય જૂથના લગભગ 128 કરોડ લોકો હાઈ બીપી ની બીમારીથી પીડાઇ રહ્યા છે. આજે અમે તમને જણાવીશું કે ઉંમર મુજબ સ્ત્રી-પુરુષ નુ સામાન્ય બ્લડ પ્રેશર કેટલુ હોવું જોઈએ.
- નવી દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલના પ્રિવેન્ટિવ હેલ્થ ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર ડૉ. સોનિયા રાવતના મત મુજબ પુખ્ત વયના લોકોનું સિસ્ટોલિક પ્રેશર 120 mm Hg અને ડાયસ્ટોલિક પ્રેશર 80 mm Hg અથવા તેનાથી ઓછું હોવું જોઈએ. જો તમારું બ્લડ પ્રેશર 120/80 mm Hg છે, તો તેને સામાન્ય સ્તર ગણી શકાય. જ્યારે BP 130-80 mm Hg હોય, ત્યારે તેને બોર્ડર પર છે તેવુ ગણી શકાય. જો તે 140-90 થી વધી જાય તો તેને હાઈ બ્લડ પ્રેશર કહેવામા આવે છે.
- ડો.સોનિયા રાવતના મત મુજબ મહિલાઓ અને પુરુષોની ઉંમર અને જાતિ પ્રમાણે બીપી લેવલમાં થોડો તફાવત હોય છે. 21 થી 30 વર્ષની વયના પુરુષોનું સિસ્ટોલિક બ્લડ પ્રેશર 119 mm Hg અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર 70 mm Hg જેટલુ હોવું જોઈએ. આ એક સામાન્ય લેવલ માનવામાં આવે છે.
- 31 થી 40 વર્ષની ઉંમરના પુરુષોનું સિસ્ટોલિક બ્લડ પ્રેશર 120 mm Hg અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર 70 mm Hg જેટલુ હોવું જોઈએ. આ સિવાય 41 થી 50 વર્ષના પુરુષોનું સિસ્ટોલિક બ્લડ પ્રેશર 124 mm Hg અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર 77 mm Hg સુધી નુ લેવલ સારુ ગણી શકાય.
- 51 થી 60 વર્ષની ઉંમરના પુરુષો માટે બીપી લેવલની વાત કરીએ તો 125 mm Hg સિસ્ટોલિક બ્લડ પ્રેશર અને 77 mm Hg ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર સામાન્ય ગણી શકાય. 60 થી 65 વર્ષની વયના પુરુષોનું બ્લડ પ્રેશર 133/69 mm Hg સુધી સામાન્ય ગણવામા આવે છે. આનાથી વધુ કે ઓછું હોવું એ શરીર માટે નુકશાનકારક છે.
- મહિલાઓની વાત કરીએ તો પુરુષોની સરખામણીએ તેમના બ્લડ પ્રેશરમાં થોડો ડીફરન્ટ હોય છે. 21 થી 30 વર્ષની સ્ત્રીઓનું સિસ્ટોલિક બ્લડ પ્રેશર 110 mm Hg અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર 68 mm Hg ની વચ્ચે આદર્શ ગણી શકાય. આ એક સામાન્ય સ્તર માનવામાં આવે છે.
- 31 થી 40 વર્ષની ઉંમરની સ્ત્રીઓનું સિસ્ટોલિક બ્લડ પ્રેશર 110 mm Hg અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર 70 mm Hg જેટલુ હોવુ જોઈએ. આ સિવાય 41 થી 50 વર્ષની મહિલાઓનું સિસ્ટોલિક બ્લડ પ્રેશર 122 mm Hg અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર 74 mm Hg સુધી સારુ ગણી શકાય.
- 51 થી 60 વર્ષની સ્ત્રીઓ માટે 122 mm Hg સિસ્ટોલિક બ્લડ પ્રેશર અને 74 mm Hg ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર સામાન્ય બ્લડ પ્રેશર લેવલ ગણી શકાય. 61 થી 65 વર્ષની સ્ત્રીઓનું બ્લડ પ્રેશર 133/69 mm Hg સુધી સામાન્ય ગણવામા આવે છે. આનાથી વધુ કે ઓછું હોવું શરીર માટે નુકશાનકારક છે.
બ્લડ પ્રેશર કંટ્રોલ રાખવાના ઉપાયો
નીચેના જેવા ઉપાયોથી તમે તમારા બ્લડ પ્રેશરનુ લેવલ નોર્મલ જાળવી શકો છો.
- બ્લડ પ્રેશર ને કન્ટ્રોલમા રાખવા માટે તમારૂ વજન કન્ટ્રોલમા રાખવુ જોઇએ.
- બીનજરૂરી તણાવ, ટેંશન થી બને ત્યા સુધી દૂર રહો.
- યોગ્ય પોષણક્ષમ આહાર લો.
- ખોરાકનો મીથુ(નમક) નો પ્રમાણસર જ ઉપયોગ કરો.
- ધુમ્રપાન અને શરાબ નુ સેવન ન કરવુ જોઇએ.
બ્લડ પ્રેશરની બીમારી એ આજકાલ સામાન્ય બીમારી બની ગઇ છે. જો તમારૂ બ્લડ પ્ર્શર પણ ઉપર આપેલા Blood Pressure chart કરતા વધુ કે ઓછુ રહેતુ હોય એટલે કે High Blood pressure કે Low Blood Pressure રહેતુ હોય તો ડોકટરની સલાહ ઉજબ સારવાર કરવી જોઇએ.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
Contact Email : nhmsatararecruitment.in@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Hello Readers, NHM Satara Recruitment is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.