Currency note: શું તમને ખબર છે કેમાં થી બને છે ચલણી નોટો? : આપણાં દેશમાં કોઈ પણ વસ્તુ ખરીદવા માટે પૈસાની જરૂર પડે છે. આ પૈસા એટલે ચલણી નોટ. ગમે ત્યાં ગમે તે વસ્તુ માટે પૈસા ખૂબ જરૂરી છે. પરંતુ હાલ તો ભારતમાં ઘણા લોકો UPI સિસ્ટમથી ઓનલાઈન ટ્રાનજેકશન થી પેમેન્ટ કરે છે. પરંતુ હજી મોટા ભાગના લોગો કેશથી પેમેન્ટ કરે છે. પરંતુ તમે ક્યારેય એવું વિચાર્યું છે કે આ Currency note કેમાથી બને છે. ચાલો જાણીએ નીચે મુજબ.
Currency note
શું તમે જાણો છો કે ભારતમાં રુપિયાની નોટ શેમાંથી છાપવામાં આવે છે તેની પાછળનું સિક્રેટ ઘણા લોકોને ખબર નથી હોતી. લોકોને એમ જ છે કે આ એક ખાસ પ્રકારના કાગળમાં છાપવામાં આવે છે પરંતુ તેમની હકીકત કંઈક અલગ જ છે. કે Currency note કેમાથી બને છે. ચાલો જોઈએ આગળ.
Currency note કાપડ માથી
થોડા સમય પહેલા આવેલી વેબ સિરીઝ ‘Farzi’માં મની પ્રિન્ટિંગની વાત બતાવવામાં આવી હતી. તેમાં એક ખાસ કાગળ વિશે વાત કરવામાં આવી હતી જેમાંથી Currency note બનાવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં આ ચલણી નોટ ઝાડ કાપીને બનેલા કાગળમાંથી નથી બનતી. તેના બદલે, આ માટે કાપડનો ઉપયોગ કરવામાં આવે છે.
Cotton fiber
RBIની ઓફિશિયલ વેબસાઈટ પર ઉપસ્થિત માહિતી મુજબ, ભારતમાં Currency note 100 ટકા Cotton fiber માંથી બને છે. તમારા હાથમાં રહેલી એ નોટ કોટનની છે અને કોઈ કાગળની નથી. ભલે ગમે તેટલું આશ્ચર્યજનક લાગે પરંતુ આ જ સાચું છે. ભારતમાં ઉપયોગમાં લેવાતી ચલણી નોટોમાં કપાસનો ઉપયોગ નોટ બનાવવા માટે થાય છે કારણ કે કપાસ વધુ ટકાઉ હોય છે. તેનું આયુષ્ય વધુ હોય છે અને તે ઝડપથી કપાતી કે ભીની થતી નથી. તેનાથી નોટનું જીવન ચક્ર પણ વધે છે.
કપસના કાગળ ક્યાથી ઓર્ડર કરે છે
રિઝર્વ બેન્ક ફ ઈન્ડિયા કપાસ માથી બનેલા આ કાગળને 3 સ્થળેથી ઓર્ડર કરે છે. આ કાગળ મહારાષ્ટ્ર સ્થિત Currency Note Press, બીજું, મધ્યપ્રદેશની હોશંગાબાદ પેપર મિલ અને વિદેશમાંથી આયાત કરવામાં આવે છે. નોટ પર વપરાતી Offset ink દેવાસ બેંકનોટ પ્રેસમાંથી આવે છે. જ્યારે Embossed ink સિક્કિમમાં આવેલા એક વિદેશી કંપની દ્વારા સપ્લાય કરવામાં આવે છે.
ક્યાં છપાઈ છે ચલણી નોટ
આપણાં દેશમાં 4 જગ્યાએ નોટો છાપવામાં આવી છે. દેવાસ, નાસિક, સાલ્બોની અને મૈસુરના છાપખાનામાં નોટ પ્રેસ કરવામાં આવે છે. 1000 રૂપિયાની નોટો માત્ર મૈસૂરમાં છાપવામાં આવતી હતી પરંતુ 2016માં તેને બંધ કરી દેવામાં આવી હતી. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા રૂપિયા 10 થી રૂપિયા 500 સુધીની નોટો છાપે છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા એ રૂપિયા 5ની નોટ છાપવાનું બંધ કરી દીધું છે પરંતુ તે અમાન્ય નથી. સિક્કા બનાવવા માટે અલગથી ફેક્ટરીઓ છે. જે મુંબઈ, નોઈડા, હૈદરાબાદ અને કોલકાતામાં છે.
આ રીતે Currency Note કાગળ માથી નહીં પરંતુ કાપળ માથી બને છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |