g3q.co.in રજીસ્ટ્રેશન Gujarat Gyan Guru Quiz ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q 2.0)

g3q.co.in રજીસ્ટ્રેશન Gujarat Gyan Guru Quiz : માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા તારીખ 24 ડિસેમ્બર 2023ના રોજ ઓનલાઈન G3Q 2.0 ક્વિઝના શુભારંભ કાર્ય બાદ સાંજે 6 વાગ્યાથી રજીસ્ટ્રેશન કરી શકશે અને ક્વિઝ રમી શકશે.

ગુજરાત જ્ઞાનગુરુ સ્પેસ સ્પર્ધા ૨૫ ડિસેમ્બર થી શરૂ થઇ ગઈ છે. આ ક્વિઝમાં ભાગ લઇ લાખોના ઇનામ જીતી શકો છો.ગુજરાતના કોઈપણ વિદ્યાર્થી, કોલેજ અને યુનિવર્સિટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઈ શકે છે.આગામી 10 સપ્તાહ સુધી આ સ્પર્ધા ચાલશે. જેમાં દર અઠવાડિયે વિજેતા જાહેર કરવામાં આવશે. જેને રોકડ ઇનામ આપવામાં આવશે. સાથે મેગા રાઉન્ડ પણ રમાડવામાં આવશે.

Gujarat Gyanguru Quiz – Registration, Eligibility, Winning Prize

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q 2.0) એક એવી પ્રવૃત્તિ છે કે જેમાં શિક્ષણ, જ્ઞાન, ગમ્મત અને સ્પર્ધાનો ત્રિવેણીસંગમ છે. જોકે આ ક્વિઝ સ્પર્ધાત્મક છે પરંતુ સાથોસાથ દરેક સ્પર્ધકમાં જ્ઞાન અને સર્જનાત્મકતામાં વધારો કરે છે.

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝનું ધ્યેય વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવાનું છે. આ ક્વિઝમાં ગુજરાત રાજ્યના કોઈપણ તાલુકા, વોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતિના (સ્ત્રી/પુરુષ) વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકો ભાગ લઇ શકે છે. આ ક્વિઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકોના જ્ઞાનમાં અને જાગૃતિમાં અભિવૃદ્ધિ થશે.

Gujarat Gyan Guru Quiz Overview

નામ ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ
રાજ્ય ગુજરાત
વિભાગ શિક્ષણ વિભાગ ગુજરાત
પાત્રતા ગુજરાતના વિદ્યાર્થીઓ અને પ્રજાજનો
ઓફિશિયલ વેબસાઈટ g3q.co.in

લાયકાત | Eligibility

શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત Gujarat Gyan Guru Quiz (G3Q 2.0), શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે. કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.

એક અઠવાડિયામાં વિજેતા થઈ ગયા હોઈ તો બીજા અઠવાડિયા માં તમારે ક્વિઝ આપવાની રહેશે નહિ.  પરંતુ તમે બમ્પર રાઉન્ડની ક્વિઝ રમી શકશો.

Gujarat Gyan Guru Quiz માં હશે કેવા પ્રશ્નો?

ગુજરાત જ્ઞાનગુરુ કોમ્પિટિશન માં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ, યોજનાઓના ઉદ્દેશ્યો અને લાભાર્થીઓ, સરકારની સિદ્ધિઓ અંગેના પ્રશ્નો સામેલ કરવામાં આવ્યા છે આ ક્વિઝ અઠવાડિયામાં રવિવારથી ચાલુ થઈ શુક્રવારે સમાપ્ત થશે શનિવારે વિજેતાઓ જાહેર કરવામાં આવશે.

Registration કેવી રીતે કરવું

  • સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ https://g3q.co.in/ પર જાઓ
  • હૉમપેજ પર રજીસ્ટર નામના બટન પર ક્લિક કરો માંગેલી
  • તમામ વિગતો કાળજીપૂર્વક ભરી સબમિટ બટન પર ક્લિક કરો.
  • તમારા મોબાઈલ નંબર પર OTP આવશે તે દાખલ કરી વેરીફાઈ કરો
  • ત્યારબાદ તમારા મોબાઈલ નંબર પર યુઝર આઇડી અને પાસવર્ડ મોકલવામાં આવશે.

ક્વિઝમાં ભાગ કેવી રીતે લેવો

g3q.co.in પર રજીસ્ટ્રેશન થઇ ગયા બાદ તમે ક્વિઝ રમી શકો છો તેના માટે નીચેના સ્ટેપ અનુસરો.

  • સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ
  • હોમપેજ પર તમને Play Quiz બટન જોવા મળશે તેના પર ક્લિક કરો
  • તમારી સામે એક નવું પેજ ખુલશે તેમાં User ID અને Password દ્વારા લોગીન કરો
  • ત્યારબાદ નીચે રહેલા Continue પર ક્લિક કરી Play Quiz પર ક્લિક કરો

Important Link

ઓફિસિયલ વેબસાઈટ અહીં ક્લિક કરો
Play Quiz અહીં ક્લિક કરો
હોમપેજ અહીં ક્લિક કરો

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને g3q.co.in Gujarat Gyan Guru Quiz સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Leave a Comment