Ganvesh Sahay Yojana Gujarat 2024 :- ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે યુનિફોર્મ,

Ganvesh Sahay Yojana Gujarat 2024 :- શાળા એ શિક્ષણનું મંદિર છે. બાળકના માનસમાં બાળપણથી જ સમાનતા અંગેનો ગુણધર્મ વિકસે તે માટે શિક્ષણના મંદિરમાં એકરૂપતા જળવાય તે માટે ગણવેશ શરૂ કરવામાં આવ્યા છે. અનૂસુચિત જન જાતિ (એસ.ટી)ના બાળકોને સરકાર દ્વારા ગણવેશ સહાય આપવામાં આવે છે.

ગુજરાત સરકાર દ્વારા શૈક્ષણિક ક્ષેત્રમાં વિદ્યાર્થીઓને આર્થિક તેમજ નાણાકીય સહાયતા આપવા માટે ઘણા પ્રકારની યોજનાઓ શરૂ કરવામાં આવતી હોય છે ત્યારે હાલમાં જ ગણવેશ સહાય યોજના દ્વારા અનુસૂચિત જાતિ / અનુસૂતી જનજાતિ તેમ જ પછાત વર્ગના અને આર્થિક રૂપથી નબળા પરિવારના બાળકોને ગણવેશ એટલે કે યુનિફોર્મ માટે આર્થિક સહાયતા આપવામાં આવે છે

આ યોજનાના માધ્યમથી ગ્રામીણ ક્ષેત્રમાં રહેતા તેમજ શહેરી ક્ષેત્રમાં રહેતા પછાત વર્ગના તેમજ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને અન્ય આર્થિક રૂપથી નબળા પરિવારના બાળકોને યુનિફોર્મ માટે નાણાકીય સહાયતા આપવામાં આવે છે આજના આર્ટીકલમાં અમે તમને આ યોજના વિશે વિસ્તારથી માહિતી આપીશું આ સિવાય આ યોજનાનો લાભ ઉઠાવવા માટે અરજી પ્રક્રિયા તેમજ અન્ય વિગતો જણાવીશું

ગણવેશ સહાય યોજના ગુજરાત : Ganvesh Sahay Yojana Gujarat 2024

યોજનાનું નામ ગણવેશ સહાય યોજના
વિભાગનું નામ આદિજાતિ વિકાસ વિભાગ 
પેટા વિભાગ/કચેરીનું નામ પ્રાથમિક શાળાઓ
આર્ટિકલની ભાષા ગુજરાતી અને અંગ્રેજી
લાભાર્થીની પાત્રતા ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થી
યોજના/સેવા  હેઠળ મળવાપાત્ર સહાય ત્રણ જોડી ગણવેશ (વાર્ષિક)
કઈ જ્ઞાતિના લોકો અરજી કરી શકશે? અનુસૂચિત જનજાતિ (ST)
અરજી પ્રક્રિયા કોઈ અરજી કરવાની રહેતી નથી
Official Website https://tribalacc.guj.nic.in

Ganvesh Sahay Yojana Gujarat 2024

રાજય સરકાર સમાજમાં શિક્ષણનું સ્તર ઉંચુ આવે તે માટે હંમેશા પ્રયત્નશિલ છે. સમાજમાં દરેક વર્ગને આર્થિક કારણો સર શિક્ષણથી વંચિત રહેવુ પડે તેવુ ન બને તે માટે વિચારશીલ રહી છે. વિદ્યાર્થીઓ શાળા તરફ આકર્ષાય તે માટે પ્રવેશ ઉત્સવ શરૂ કરવામાં આવેલ છે. બાળક ઉત્સવમાં જોડાય અને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધે તેવા પ્રયત્નો શરૂ થયા છે. સાથે-સાથે શાળામાં સમાનતાના ધોરણો જળવાય રહે, તે માટે ગણવેશની શરૂઆત થઈ છે. અનૂસૂચિત જન જાતિના બાળકોને શિક્ષણ માટે આર્થિક સહયોગ અને પ્રેરણા પ્રોત્સાહન ઉપલબ્ધ કરવા ગણવેશ સહાય અમલમાં મુકવામાં આવેલ છે.

કોને સહાય મળવાપાત્ર છે?

અનૂસુચિત જન જાતિના શાળાએ જતા હોય એમને લાભ મળશે. જે વિદ્યાર્થીઓ ધોરણ ૧ થી ૮ ના તમામ વિદ્યાર્થીઓને આ સહાય મળવાપાત્ર છે.

FAQ વારંવાર પુછાતા પ્રશ્નો?

1. ગણવેશ સહાય યોજના ક્યારથી અમલમાં છે?

જવાબ: સને ૧૯૭૩ થી ગણવેશ સહાય યોજના અમલમાં છે.

2.      ગણવેશ સહાય યોજના હેઠળ કોઈ આવક-મર્યાદા નિર્ધારીત કરેલ છે?

જવાબ: ના, કોઈ આવક-મર્યાદા નિર્ધારીત કરેલ નથી.

3.      School Uniform Scheme હેઠળ ગણવેશ કયાંથી મળશે?

જવાબ: બાળકોને પ્રાથમિક શાળામાંથી ગણવેશ મળશે.

Leave a Comment