બેટરી સંચાલીત ત્રી ચક્રિ વાહન ખરીદવા સહાય : geda.gujarat.gov.in: પેટ્રોલ ની બચત થાય અને પર્યાવરણ નુ પ્રદૂષણ થી બચાવ થાય તે માટે રાજય સરકાર દ્વારા બેટરી સંચાલીત ઈલેકટ્રીક વાહનની ખરીદી માટે સબસીડી આપવામા આવે છે. જેમા ઈલેકટ્રીક બાઇક ઉપર સહાય આપવામા આવતી હતી. હવે બેટરી સંચાલીત ત્રી ચક્રિ વાહન એટલે કે ઈલેકટ્રીક રીક્ષા ખરીદવા માટે સરકાર તરફથી સહાય આપવા માટે ની યોજના લોન્ચ કરવામા આવી છે. આ યોજનામા કયા ફોર્મ ભરવુ ? કેટલી સહાય મળશે તેની માહિતી મેળવીએ.
બેટરી સંચાલીત ત્રી ચક્રિ વાહન ખરીદવા સહાય
યોજનાનુ નામ | બેટરી સંચાલીત ત્રી ચક્રિ વાહન ખરીદવા સહાય |
લાભાર્થી જૂથ | ગુજરાત ના કોઇ પણ નાગરીકો |
મળતી સહાય | રૂ.48000 |
અમલીકરણ | ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી |
ફોર્મ ક્યાથી મળશે ? | વેબસાઇટ પરથી |
ફોર્મ ડાઉનલોડ લીંક | અહિં ક્લીક કરો |
ઓફીસીયલ સાઇટ | https://geda.gujarat.gov.in |
બેટરી સંચાલિત ત્રિ ચક્રિ વાહન ખરીદવા માટે સહાય યોજનાની વિગતો નીચે મુજબ છે.
કોને લાભ મળે ?
આ યોજનાનો લાભ કોઇ પણ વ્યક્તિ અથવા સંસ્થાકીય અરજદાર ને મળવાપાત્ર છે.
અરજી ફોર્મ ક્યાથી મળશે ?
આ યોજનાનો લાભ લેવા માટેનુ અરજીફોર્મ GEDA દ્વારા અધિકૃત કરેલા ડીલરો પાસેથી તથા GEDA ની ઓફીસીયલ વેબસાઇટ પરથી મળી રહેશે.
કયા ડોકયુમેન્ટની આવશ્યકતા રહેશે ?
આ યોજના અંતર્ગત સહાય યોજના ફોર્મ ભરવા માટે નીચે મુજબના ડોકયુમેન્ટની આવશ્યકતા રહેશે.
- આધારકાર્ડ ની નકલ
- જાતિનો દાખલો
- ત્રિ ચક્રિ વાહન ચલાવવા માટે લાયસન્સ ની નકલ
- જો સંસ્થા હોય તો સંસ્થા ના નોંધણી પ્રમાણપત્ર ની નકલ
અરજીપત્રક કયા જમા કરાવવાનુ રહેશે ?
અરજીપત્રક જરૂરી ડોકયુમેન્ટ સાથે અધિકૃત કરેલા ડીલરો પાસે અથવા GEDA ની ઓફીસમા જમા કરાવવાનુ રહેશે.
કોને પ્રાથમિકતા મળશે ?
આ યોજના અંતર્ગત સહાય માટે નીચે મુજબ પ્રાથમિકતા ના ધોરણો નક્કી કરવામા આવેલ છે.
- રીક્ષા ચાલક મહિલા સાહસિક, યુવા સ્ટાર્ટઅપ સાહસિક, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ, બિનઅનામત આર્થીક પછાત વર્ગ ના લોકોને પ્રાથમિકતા આપવામા આવશે.
કેટલી સહાય મળવાપાત્ર છે ?
પ્રતિ વાહન રૂ.48000 સહાય મળવાપાત્ર છે.
Important Link
ઓફીસીયલ વેબસાઇટ | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |