Gujarat Ma Varshad દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં વરસાદ ખાબક્યો છે. ખંભાળિયામાં બે કલાકમાં સવા 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે ગરમી વચ્ચે ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. રામનાથ રોડ સહિતના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા છે. પ્રથમ વરસાદમાં જ ખંભાળિયા નગરપાલિકા કામગીરી પર પ્રશ્નો થઇ રહ્યા છે. પ્રિમોન્સુન કામગીરીના તંત્રના દાવા પોકળ સાબિત થયા છે. શહેરના અનેક રસ્તાઓ પર પાણી ભરાયા છે.
Gujarat Ma Varshad
ખંભાળિયા શહેરમાં મેઘરાજાની એન્ટ્રી થઇ છે. અહીં અસહ્ય ગરમી બાદ વરસાદનું આગમન થયું છે. સોનીબજાર, લુહાર શાળ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદને કારણે અહીંના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યાં છે. જ્યારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.આજે 16મી તારીખે રાજ્યના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠાને બાદ કરતાં તમામ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
16,17 અને 18 તારીખે વરસાદ ભુક્કા કાઢી નાખશે તમારા જિલ્લામાં વરસાદ પડશે કે નહીં જાણો અહીંથી હવામાન વિભાગ દ્વારા આવતા ચાર દેશ માટે ખૂબ જ વરસાદની આગાહી કરવામાં આવી છે કારણ કે ચાર દિવસમાં સાથે વરસાદ ખૂબ જ પડવાની શક્યતા છે તે દરમિયાન તમારે સાચવી રાખવી જોઈએ.
અંબાલાલ પટેલ વરસાદ ની આગાહી જણાવો અંબાલાલ પટેલ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે કે 48 કલાકમાં ગુજરાતમાં ચોમાસું ચાલુ થવાનું છે અને 17 થી 22 જૂનના રોજ ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા છે અલગ અલગ જિલ્લાઓમાં બે થી ચાર ઇંચ વરસાદ પડવાની શક્યતા છે અંબાલાલ ની આગાહીમાં જણાવવામાં આવી છે કે મધ્ય ગુજરાતમાં સારું વરસાદ થશે
17મી જૂનના રોજ વરસાદ
Gujarat Ma Varshad 17મી જૂનના રોજ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્ર અને કચ્છના કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અરેલીસ, ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારાકા, પોરબંદર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. કુલ 29 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.
18મી જૂનના રોજ વરસાદ
Gujarat Ma Varshad 18મી જૂનના રોજ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદની શક્યતા છે.
19મી જૂનના રોજ વરસાદ
Gujarat Ma Varshad 19મી જૂનના રોજ ખેડા, આણંદ, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે જ્યારે જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. જ્યારે 20મી અને 21મી જૂનના રોજ વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ગાજવીજ સાથે વરસાદ જ્યારે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં હળવો વરસાદ થવાની શક્યતા છે.
આઈએમડીના વૈજ્ઞાનિક ડો.સોમા સેન રોય કહે છે કે લા નીના શરૂ થઈ ગઈ છે, પરંતુ તેના પરથી સારા વરસાદનો સીધો અંદાજ લગાવી શકાય તેમ નથી. આ વખતે ભારતમાં વરસાદની 104% શક્યતા છે. હવામાન કેન્દ્રના નિયામક રાધેશ્યામ શર્માના જણાવ્યા અનુસાર, 20 જૂનથી રાજ્યમાં પ્રિ-મોન્સુન ગતિવિધિઓ વધશે. પૂર્વ રાજસ્થાનમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે.
Important Links
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
વધુ માહિતી માટે | અહિં કલીક કરો |
હોમ પેજ માટે | અહિં કલીક કરો |