Gujarat Monsoon: આજે ક્યાં ક્યાં પડશે વરસાદ? આજે આ જિલ્લા માં પડશે વરસાદ

Gujarat Monsoon: ગુજરાતમાં ચોમાસું નબળું પડ્યાની વચ્ચે હવામાન વિભાગે આજે કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. આ સાથે અંબાલાલ પટેલની આગાહી પણ જાણો.

ગુજરાતમાં કાળઝાળ ગરમીમાં આંશિક ઘટાડો નોંધાયો છે પરંતુ બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગુજરાતીઓને લાગતું હતુ કે, ચોમાસું બેસતાની સાથે બફારો પણ ઓછો થશે પરંતુ ચોમાસું 24 કલાકમાં જ નબળું પડ્યુ છે. મંગળવારે ગુજરાતમાં ચોમાસાના શ્રીગણેશ થયા અને બુધવારે ચોમાસું નબળું પડી ગયુ છે. જોકે, આ બધાની વચ્ચે હવામાન વિભાગે આજે કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.

Gujarat Monsoon

બુધવારે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવે ગુજરાતના હવામાન અંગે આગાહી કરી હતી. જેમા તેમણે જણાવ્યુ કે, આજે ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે. આજે ગુજરાતમાં મેઘ ગર્જના સાથે વરસાદ થવાનું પૂર્વાનુમાન છે.

ગુરૂવારે અમદાવાદ આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર તથા દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદનું અનુમાન કરવામાં આવ્યુ છે. આ સાથે તેમણે ચોમાસા અંગે જણાવ્યુ છે કે, નૈઋત્યના ચોમાસાએ મંગળવારે દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડમાં પ્રવેશ કર્યો હતો. જે બાદ ચોમાસું થોડું નબળું પડ્યુ છે.

Gujarat Monsoon બુધવારે સુરેન્દ્રનગરમાં મેઘરાજાનું આગમન થયું હતુ. ચોટીલા નેશનલ હાઇવે પર આવેલ શાપર, ઢેઢુકી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો હતો. દિવસભર ભારે ગરમી અને બફારા બાદ મોડી સાંજે વાતાવરણમાં પલટો આવતાં વરસાદ ખાબક્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમવાર ધોધમાર વરસાદથી લોકોને ઠંડકનો અહેસાસ થયો હતો.

તો બીજી બાજુ અંબાલાલ પટેલે અરબ સાગરના ભેજના લીધે ગુજરાતના ભાગોમાં વરસાદમાં થયો છે એમ જણાવ્યુ છે. આ સાથે તેમણે જણાવ્યુ છે કે, આ સિસ્ટમને ધકેલનાર દક્ષિણ પશ્ચિમના પવનો નબળા હતા અને ઉપરના પવનો ચોમાસાને આગળ વધવા માટે અવરોધરૂપ હતા. આથી મુંબઈ તરફના કાંઈક વાદળ નવસારી, વલસાડ સુધી પહોંચી જવામાં હતા ક્યારે આવું બનતું હોય છે.

Gujarat Monsoon એટલે હવે ગુજરાતના કાંઈક ભાગોમાં અરબ સાગરના ભેજના કારણે ગાજવીજ અને પવન સાથે વરસાદ થઈ શકે છે. સાચું ચોમાસું આદર નક્ષત્રમાં આવે તો સારું કહેવાય વરસાદ નક્ષત્રની ગણતરી આપણે ત્યાં સૂર્ય નક્ષત્ર થાય છે. )

આ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ કે, હવે ક્યારે સારો વરસાદ થશે. 17થી 20 જૂનના અરબી સમુદ્રમાં લો પ્રેશર બનશે. બંગાળના ઉપસગરમાં ડીપ ડિપ્રેશન બનશે. જેના કારણે 21થી 25 જૂન દરમિયાન ગુજરાતમાં સારો વરસાદ થવાની શકયતા રહે.

Important Links

વધુ માહિતી માટે  અહિં કલીક કરો
હોમ પેજ માટે  અહિં કલીક કરો

 

Leave a Comment