Gujarat Pre Monsoon Alert આજે ગુજરાતના આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ

Gujarat Pre Monsoon Alert: આજે પણ રાજ્યમાં અમુક વિસ્તારોમાં પ્રિ મોન્સુન વરસાદની વરસાદની શકયતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ કચ્છમાં આજે પણ સવારથી વરસાદની શરૂઆત થઈ ગઈ છે.

વહેલી સવારથી દ્વારકા અને કચ્છ જિલ્લામાં વરસાદ ચાલુ છે. હજુ થોડો સમય આ વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. ત્યાર બાદ ધીમે ધીમે પશ્ચિમ કચ્છ તરફ આગળ વધીને વરસાદ બંધ થઈ શકે છે. જોકે UAC હોવાથી થોડું આગળ પાછળ થાય તો વરસાદ આવી શકે છે, પરંતુ અત્યારે દૂર જવાની સંભાવના વધારે છે.

Gujarat Pre Monsoon Alert

આજે સૌરાષ્ટ્રમાં કડાકા ભડાકા ઓછા થઈ શકે છે. સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં અને તેની આસપાસમાં વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ વધુ રહેલી છે. આ સિવાય રાજકોટ, ભાવનગર અને બોટાદ જિલ્લામાં થોડો ઘણો વરસાદ થઈ શકે છે.

Gujarat Pre Monsoon Alert: આજે મધ્ય પૂર્વ ગુજરાતમાં પણ પ્રિ મોન્સુન વરસાદની થોડી શકયતા રહેશે. તેમાં પણ ખાસ કરીને પૂર્વ ગુજરાત બોર્ડર આસપાસ એટલે કે દાહોદ જિલ્લા આસપાસ પ્રિ મોન્સુન વરસાદની વધુ શક્યતાઓ છે.

તો ઉત્તર પૂર્વ ગુજરાતમાં રાજસ્થાન બોર્ડરના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા રહેશે. આ સિવાય પણ આજુબાજુના ક્યાંક ક્યાંક વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્ર બોર્ડર પર કડાકા ભડાકા ચાલુ રહે તેવી શક્યતા છે. બાકી ક્યાંક ક્યાંક છૂટા છવાયા ઝાપટા ચાલુ રહેશે.

તો બીજી બાજુ જાણિતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું કે, 17થી 19 જુનમાં પવનની ગતી ભારે રહેશે અને આ સમયગાળામાં ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યુ છે કે, 17થી 22 સુધી ભારે પવન સાથે વરસાદ રહેશે અને 22થી 25 જુનના ચોમાસું જામશે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં 22 જુન સુધી આંધી વંટોળ રહેશે. અરબી સમુદ્રમાંથી ભેજ લઈને ભારે પવન ફુકાશે. પૂર્વ ભારત તરફ વરસાદની ગતી ધીમી રહેશે.

22 જુન સુધીમાં ભારે ગાજવીજ સાથે અમુક અમુક વિસ્તારમાં વરસાદ થશે. રાજ્યમાં 30થી 45 કિલોમીટરની ઝડપે પવન ફુકાશે અને 22થી 25 જૂનનના સારો વરસાદ થવાનું અનુમાન છે.

Important Links

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ અહિં કલીક કરો
વધુ માહિતી માટે  અહિં કલીક કરો
 હોમ પેજ માટે  અહિં કલીક કરો

 

Leave a Comment