Gujarat Rain Alert: રાત્રે પશ્ચિમ સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર, ઉત્તર પશ્ચિમ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના ઘણા વિસ્તારોમાં સારો અને અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે.
જુનાગઢના માણાવદરમાં 44 કલાકનો વરસાદ 16 ઇંચ વરસાદ સાથે મેઘતાંડવ થયો છે. આ સિવાય બીજા ઘણા વિસ્તારોમાં 10 ઈંચ ઉપર વરસાદ નોંધાય ગયો છે.
Gujarat Rain Alert
જુલાઈના મહિનાના પહેલા દિવસે ગુજરાત સહિત દેશભરમાં ચોમાસું એક્ટિવ થઈ ચૂક્યું છે. આ વખતે દેશમાં જૂનમાં ચોમાસામાં વરસાદની 11 ટકા ઘટ જોવા મળી છે. જોકે, જુલાઈમાં ભારે પૂરની આગાહી પણ આપવામાં આવી છે.
Gujarat Rain Alertનિષ્ણાતોનું કહેવું છે કે લા-નીનાના લીધે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદ સામાન્ય કરતાં વધુ રહે તેવી સંભાવના છે. તો બીજી તરફ, અમદાવાદ હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વાતાવરણ અંગે પાંચ દિવસનું પૂર્વાનુમાન આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહીમાં અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં થંડર સ્ટ્રોમની આગાહી અને પવનની ગતિ 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે.
Gujarat Rain Alert: આજે ભારેથી અતિભારે વરસાદવાળા વિસ્તારમાં ઘટશે. પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદની તીવ્રતા થોડી ઘટશે. ત્યાં તથા બાકીના સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારમાં સારો વરસાદ ચાલુ રહેશે.
દક્ષિણ ગુજરાતમાં મધ્યમ ભારે વરસાદ ચાલુ રહેશે. કચ્છમાં રાત્રે ઘણી જગ્યાએ સારો વરસાદ પડી ગયો હવે ત્યાં પણ વરસાનના વિસ્તારોમાં ઘટાડો થશે. આ સિવાય મધ્ય ગુજરાતમાં છૂટો છવાયો સારો વરસાદ પડશે.
Gujarat Rain Alert ઉત્તર ગુજરાતમાં ખુબ જ ઓછો વરસાદ થયો છે પરંતુ આજે ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારમાં વરસાદનો મેળ આવી જશે. પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં થંડર સ્ટ્રોમની આગાહી અને પવનની ગતિ 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે.
Important Links
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
વધુ માહિતી માટે | અહિં કલીક કરો |
હોમ પેજ માટે | અહિં કલીક કરો |