Gujarat Rain Forecast: આવે મેહુલિયો! 12 જિલ્લામાં અતિભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

Gujarat Rain Forecast : બે ત્રણ દિવસથી વરસાદના વિસ્તારોમાં વધારો થઈ રહ્યો છે. નવી વરસાદની સિસ્ટમ સક્રિય થવાથી નવો વરસાદનો રાઉન્ડ આજથી શરૂ થવા જઈ રહ્યો છે. ત્યારે આજે હવામાન વિભાગ દ્વારા વરસાદનું એલર્ટ અપાયું છે.

Gujarat Rain Forecast આજે ક્યાં કયાં જિલ્લામાં વરસાદની આગાહી

આજે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું આપવામાં આવ્યું છે. જેમાં ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહીસાગર અને અરવલ્લીમાં યેલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે.

અંબાલાલ પટેલની વરસાદની આગાહી

Gujarat Rain Forecast : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ડીપ ડિપ્રેશનના લીધે પૂર્વ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. પંચમહાલના વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી છે. કેટલાક વિસ્તારોમાં તો પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. 11 તારીખથી પંચમહાલના હવામાનમાં પલટો આવી શકે છે.

આ ઉપરાંત હિંમતનગર, સાબરકાંઠા, ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદની શક્યતા છે. આ સાથે અંબાલાલે જણાવ્યું કે, 17-18 સપ્ટેમ્બરના રોજ પણ એક સિસ્ટમ સક્રિય થશે. 22થી 26 સપ્ટેમ્બરમાં ભારે વરસાદની આગાહી છે.

Important Links 
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ અહિં કલીક કરો
હોમ પેજ અહિં કલીક કરો

Leave a Comment