Gujarat rains :- ગુજરાતમાં તોફાની સંકટ, આગામી બે-ત્રણ દિવસ ગુજરાત માટે ભારે

Gujarat rains : ગઈ કાલે એટલે કે, 27 ઓગસ્ટના રોજ ડિપ્રેશન મજબૂત બનીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું છે.

ગઈકાલે રાત્રે ડિપ્રેશનનું કેન્દ્ર રાજસ્થાનના ઉદયપુરથી 90 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં તેમજ ડીસાથી 250 કિલોમીટર પૂર્વમાં હતું.

સિસ્ટમ આગામી કલાકો દરમિયાન ધીમી ગતિએ પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ દિશામાં ગતિ કરશે.

સિસ્ટમનો સંભવિત માર્ગ નીચે મુજબ રહી શકે છે.

દક્ષિણ રાજસ્થાન

ઉત્તર ગુજરાત બોર્ડર

દક્ષિણ પૂર્વ પાકિસ્તાન

કચ્છ બોર્ડર

દક્ષિણ પાકિસ્તાન

ઉત્તર અરબ સાગર

Gujarat rains

સિસ્ટમ મજબૂત બનતા સિસ્ટમ આસપાસ ફૂંકાતા પવનોની ઝડપ પણ વધેલ છે. રાજ્યમાં 3-4 દિવસ પવનોની ગતિમાં વધારો જોવા મળી શકે છે તમેજ સંભવિત સ્થળોએ ભારે પવન સાથે તોફાની વરસાદ પડી શકે છે.

કચ્છના અખાત આસપાસના ઉત્તર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં (પાટણ, અમદાવાદ, મેહસાણા, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દ્વારકા સલગ્ન પોરબંદર તેમજ આ જિલ્લાઓને સંલગ્ન વિસ્તારો )

આગમી 48 કલાકો દરમિયાન ઉપરોક્ત વિસ્તારોમાંના ઘણા બધા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, તો કેટલાક વિસ્તારોમાં અતિભારેથી અત્યંત ભારે વરસાદ પડી શકે છે.

અત્યંત ભારે વરસાદ વાળા વિસ્તારોમાં વરસાદની માત્રા 10થી 15 ઈંચ સુધીની હોઈ શકે છે, તો એકલ દોકલ વિસ્તારોમાં 15 ઈંચથી વધુ વરસાદ પણ પડી શકે છે.

આગામી 3-4 દિવસો દરમિયાન કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે, અમુક વિસ્તારોમાં રેકોર્ડ બ્રેક વરસાદ પણ પડી શકે છે.

Gujarat rains: ઉપરોક્ત વિસ્તારોમાંના અમુક વિસ્તારોમાં સ્થિતિ વણસી શકે છે.

Important Links

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઈટ અહિં કલીક કરો
હોમ પેજ અહિં કલીક કરો

 

Leave a Comment