Gujarat Round of Rain: ગુજરાતમાં ચોમાસાનો પહેલો રાઉન્ડ લાંંબો આવ્યો અને મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડી ગયો છે. આ સિવાય અમુક વિસ્તારોમાં તો ભારે વરસાદ પણ આવ્યો અને ક્યાંક ક્યાંક તો વરસાદે ભુક્કા પણ બોલાવી દીધા છે.ભરૂચથી રાજપીપળા અને મહેસાણાથી પાલનપુર વચ્ચેના પટામા જોરદાર વરસાદ ચાલુ છે. ઉતર ગુજરાત અનેક દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં સારો વરસાદ ચાલુ છે.
Gujarat Round of Rain
આજે પણ ગઈકાલ મુજબ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છુટા છવાયા વિસ્તારમાં વરસાદની શકયતા છે. તો સૌરાષ્ટ્ર/ કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ક્યાંક ક્યાંક રેડા ઝાપટાની શકયતા રહેશે.
સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ પૂરો થઈ ગયો છે તો પણ છૂટા છવાયા વિસ્તારોમાં ઝાપટાં રેડા ચાલુ જ છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો છે બાકી બીજા વિસ્તારમાં ક્યાંક ક્યાંક રેડા ઝાપટા જોવા મળ્યા છે.
વરસાદનો નવો રાઉન્ડ ક્યારે?
હવે બંગાળની ખાડીમાં સિસ્ટમ બને પછી ફરી નવા રાઉન્ડની શક્યતા છે. 10 જુલાઈ આસપાસથી વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થઈ શકે છે પણ હજુ સિસ્ટમ સારી રીતે બને પછી જ આ સિસ્ટમથી ગુજરાતને કેટલો ફાયદો થશે તેની જાણકારી મળી શકે છે.
Gujarat Round of Rain: વરસાદનો આ નવો રાઉન્ડ આવશે તે પહેલા જ આવતી કાલ સાંજથી કે રાત્રીથી રાજ્યના અમુક વિસ્તારોમાં ફરી સારા વરસાદની શક્યતા છે.
ગુજરાતના વાતાવરણમાં અનુકૂળ પવનોના કારણે વરસાદનો મીની રાઉન્ડ કહી શકાય તેવો જ એક મીની રાઉન્ડ રાજ્યના મધ્ય પૂર્વ ગુજરાત અને લાગુ ઉત્તર પૂર્વ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. આ સિવાય પણ દક્ષિણ ગુજરાત, લાગુ પૂર્વ અને ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ વરસાદની થોડી શક્યતા રહેશે.
વરસાદના આ મીની રાઉન્ડમાં બે દિવસ વરસાદ આપ્યા બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે એટલે વરસાદનો આ મીની રાઉન્ડ પૂરો થઈ જાય તેવી સંભાવના છે.
Important Links
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
વધુ માહિતી માટે | અહિં કલીક કરો |
હોમ પેજ માટે | અહિં કલીક કરો |