Gujarat weather Update Heavy Rain Forecast: હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. 14, 15 અને 16 તારીખના વરસાદની શક્યતા રહેલી છે. હવામાન વિભાગ હાલ પાંચ દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા દર્શાવી નથી. આ સાથે તેમણે ત્રણ દિવસ કેટલાક જિલ્લાઓમાં મેઘ ગર્જના સાથે વરસાદ થવાની આગાહી કરી છે.
Gujarat માં 14 તારીખ ના રોજ ક્યાં ક્યાં આગાહી
હવામાન વિભાગ 14 તારીખ ના રોજ મહીસાગર, દાહોદ, સુરત, છોટાઉદેપુર, ડાંગ, તાપી, વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રમાં ભાવનગર અને અમરેલીમાં રાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર હળવા વરસાદની આગાહી કરી છે.
Gujarat માં 15 તારીખ ના રોજ ક્યાં ક્યાં આગાહી
Gujarat weather Heavy Rain Forecast: 15 તારીખ ના રોજ છોટા ઉદયપુર, ડાંગ, નવસારી, દમણ, વલસાડ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર હળવા વરસાદની આગાહી કરી છે.
Gujarat માં 16 તારીખના રોજ ક્યાં ક્યાં આગાહી
16 તારીખના રોજ નવસારી, દમણ, વલસાડ, તાપી, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લા છુટા છવાયા સ્થળો પર હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાચો: આ 15 જિલ્લાઓ હાઈએલર્ટ પર, 100 વર્ષનો રેકોર્ડ તોડશે વરસાદ
Gujarat weather Heavy Rain Forecast । પરેશ ગોસ્વામીની આગાહી
પરેશ ગોસ્વમીએ આગાહી કરી છે કે, 20 જૂન સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની શક્યતા નથી. રાજયમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદ થતો રહેશે. 18થી 20 તારીખ આસપાસ ફરીથી ચોમાસું સક્રિય થવાની શકયતા છે. આ દરમિયાન બંગાળની ખાડીમા નવો કરંટ જોવા મળશે અને 18 અથવા તો 20 જૂનથી ફરીથી ચોમાસું સક્રિય થવાની શક્યતાઓ છે.
પરેશ ગોસ્વામીએ વઘુમાં જણાવ્યુ છે કે, દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટાછવાયા વિસતારોમાં વરસાદ શરુ રહેશે. 18 થી 20 તારીખમાં ફરીથી નૈઋત્યનું ચોમાસું સક્રિય થઇ શકે અને ફરીથી આગળ વધશે.
Important Link
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
તમારું સિટી પસંદ કરી, જુવો કેટલો વરસાદ પડશે | અહીં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |