Gujarat Weather Updateઆગામી 3 દિવસ પડશે ભારે વરસાદ, 3 જિલ્લામા છે રેડ એલર્ટ; જાણો તમારો જિલ્લો કયા ઝોનમા છે.

Gujarat Weather Update: છેલ્લા થોડા દિવસો થી વરસાદે વિરામ આપ્યો છે. બીજા રાઉન્દમા મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા. હવે ત્રીજા રાઉન્ડનો વરસાદ શરૂ થવાની તૈયારીઓ થઇ રહિ છે. આગામી 3 દિવસ ભારે થી અતિભારે વરસાદ પડવાની આગાહિ કરવામા આવી છે. જ્યારે કેટલાક જિલ્લાઓમા રેડ એલર્ટ આપવામા આવ્યુ છે. ચાલો જાણીએ આગામી દિવસોમા વરસાદ અંગે આગાહિ કેવી છે ?

Gujarat Weather Update વરસાદ ત્રીજો રાઉન્ડ

ભારતીય હવામાન વિભાગની વરસાદની ત્રીજા રાઉન્ડની આગાહી જોઇએ તો અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, નવસારી જિલ્લાઓમા આગામી પાંચ દિવસમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામા આવી છે તો દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ પડી શકે છે. આ સાથે જ જુનાગઢ, અમરેલી, રાજકોટ, ભાવનગર, ગીરસોમનાથ જિલ્લાઓમાં પણ વરસાદની પડવાની આાગાહી છે. તો 19 તારીખે નવસારી, દમણ, વલસાડમાં હવામાન વિભાગ તરફથી ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહિ કરવામા આવી છે સાથે આ જિલ્લઓ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી પાંચ દિવસ ભારે થી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરવામા આવી છે જેમાં 18 જુલાઈએ રાજયના કેટલાક જિલ્લઓમા અતિભારે વરસાદ પડી શકે છે. ત્યાં જ ઉત્તર-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડવાની હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે.

વરસાદ આગાહિ

હવામાન વિભાગ ની આપેલી અનુસાર, એક પછી એક વરસાદી સિસ્ટમ સક્રિય બનવાથી રાજ્યમાં ચોમાસું જામી રહ્યું છે. હવે આગામી દિવસોમાં વરસાદનો ધમાકેદાર ત્રીજો રાઉન્ડ શરૂ થવા જઇ રહ્યો છે. હવામાન વિભાગે આગાહી અનુસાર, 18, 19, 20 અને 21 તારીખ ગુજરાત માટે ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. આ દરમિયાન ભારેથી અતિભારે અને અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે.

વરસાદના આ ત્રીજા રાઉંડની આગાહી અનુસાર, પહેલા દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં મેઘરાજા ધડબડાટી બોલાવશે અને સાથે જ ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ ખાબકવાની પુરી શક્યતાઓ રહેલી છે.

ડીઝાસ્ટર પ્લાન તૈયાર

તંત્ર તરફથી આવનારી આ પરિસ્થિતિને પહોંચી વળૅવા પુરતી તૈયારીઓ કરવામા આવી છે. એન.ડી.આર.એફ તથા એસ.ડી.આર.એફ.ના અધિકારીઓએ આ અંગે જણાવ્યું હતું કે, ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા તમામ જાતની તૈયારીઓ કરવામા આવી છે. તમામ ટીમો એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.

અગત્યની લીંક

ગુજરાત વરસાદ સમાચાર માટે અહી ક્લિક કરો
અન્ય સમાચાર માટે અહી ક્લિક કરો

Leave a Comment