Gujaratis be ready નૈઋત્યનું ચોમાસુ ધીમે ધીમે આગળ વધી રહયું છે. ચોમાસુ મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
Gujaratis be ready
આજે 7 તારીખના રોજ હવામાન વિભાગે આગાહી કરી છે. આજે ગુજરાતના 6 જિલ્લામાં આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોનો સમાવેશ થાય છે. જિલ્લાની વાત કરીએ તો દાહોદ, છોટા ઉદયપુર, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા રહેલી છે. આ સિવાય દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ પણ જોવા મળી શકે છે.
આવતીકાલે પણ ગુજરાતના ઘણા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી રહેલી છે. તેમાં સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદની શક્યતા છે.
દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં છૂટાછવાડા વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે.
દાહોદ, છોટા ઉદયપુર, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા રહેલી છે.
Important Links
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
વધુ માહિતી માટે | અહિં કલીક કરો |
હોમ પેજ માટે | અહિં કલીક કરો |