GUJRAT WEATHER અંબાલાલ પડટેલ ચોમાસા વચ્ચે હવામાન વિભાગની શનિ, રવિ અને સોમની મોટી આગાહી,

GUJRAT WEATHER :- આજના વરસાદની આગાહી ઉપર નજર કરીએ તો હાલમાં અરબી સમુદ્રમાં એક મોટી સિસ્ટમ સક્રિય છે. જેમણે કારણે દરિયામાં દૂર સુધી વરસાદ ચાલુ છે. પરંતુ તે વરસાદ ગુજરાત ઉપર વધારે અસર પાડે તેવું લાગતું નથી.

આ સિસ્ટમ ની અસર ને કારણે આજે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને લાગુ વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી છે. બાકી સામાન્ય ઝાપટા પડે તો પડે બાકી ખાસ આગાહી આજે નથી.જ્યારે દક્ષિણ ગુજરાતમાં દરિયા કિનારે થોડા ઝાપટા વધુ પડશે, બાકી અંદર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વધારે અસર થાય તેવું લાગતું નથી.

આમ આગાહી પ્રમાણે આજે વરસાદના વિસ્તારો ઓછા રહશે.જોકે ચોમાસુ હવે ધીમે ધીમે આગળ વધશે એવું લાગી રહ્યું છે જેમણે કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં સારા વરસાદની સંભાવના દેખાય રહી છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પણ સામાન્ય વરસાદ યથાવત્ રહેશે.

GUJRAT WEATHER:  આજે આ જિલ્લામાં પડશે વરસાદ ની આગાહી 

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, નોર્થ ઇસ્ટ અરબ સાગર અને સૌરાષ્ટ્ર પાસે સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે. જેથી આજે નવસારી, સુરત, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.આ સાથે સૌરાષ્ટ્ના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે ગાજવીજની પણ વોર્નિંગ આપવાામાં આવી છે.આ સાથે ઉત્તર ગુજરાતના અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં પણ છૂટાછવાયા સ્થળે હળવાથી સામાન્ય વરસાદની આગાહી પણ આપવામાં આવી છે.

GUJRAT WEATHER આવતી કાલે આ જિલ્લામાં વરસાદ ની આગાહી 

હવામાન વિભાગે આજની આગાહીમાં જણાવ્યુ છે કે, આવતીકાલથી શનિવાર સુધીમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાંધીનગર, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે.

GUJRAT WEATHER પરમ દિવશ આ જિલ્લા માં વરસાદ ની આગાહી 

રવિવારથી મંગળવાર સુધીમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ, અમદાવાદ, મહેસાણા, અરવલ્લી અને પંચમહાલ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

GUJRAT WEATHER સોમવારના રોજ આ જિલ્લામાં વરસાદ ની આગાહી 

સોમવાર સુધીમાં સૌરાષ્ટ્રના પોરબંદર, જુનાગઢ, અમરેલી,ભાવનગર, દીવમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

GUJRAT WEATHER  મંગળવારે રોજ આ જિલ્લામાં વરસાદ ની આગાહી

સૌરાષ્ટ્રના પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

Important Links

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ અહિં કલીક કરો
વધુ માહિતી માટે  અહિં કલીક કરો
 હોમ પેજ માટે  અહિં કલીક કરો

 

Leave a Comment