Heavy rain forecast : ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ ગુજરાતના હવામાન અંગે આગાહી કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, 12 તારીખ સુધીનું ચોમાસું મહારાષ્ટ્ર મુંબઈથી આગળ વધશે અને ભારે વરસાદ લાવશે.
ચોમાસું દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને મધ્યગુજરાતના ભાગોમાં પહોચશે. અરબ સાગરમાં એક હવાનું લો પ્રેશર ઉભુ થઇ રહ્યુ છે. જેના કારણે તારીખ 15 સુધીમાં દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વાવણી લાયક વરસાદ થવાની શક્યતા અંબાલાલ પટેલે જણાવી છે.
Heavy rain forecast 18 થી 20 તારીખમાં ભારે વરસાદની આગાહી
આ સાથે અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, 18થી 20માં મુબઇ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આ વખતે અરબ સાગર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થશે. આ વખતે વાવણી લાયક વરસાદ થવાની શક્યતા પણ રહેલી છે. 10 તારીખમાં તો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ચોમાસું દસ્તક આપી દેશે. 7થી 14 તારીખમાં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે. 12 થી 15 તારીખમાં ગુજરાતના ઘણાં ભાગોમાં ચોમાનો વરસાદ આવી જવાની શક્યતા તેમણે વ્યકત કરી છે. આ વરસાદ દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા છે.
Heavy rain forecast : શરૂઆતનો વરસાદ ભારે ગાજવીજ અને પવન સાથે જોવા મળી શકે છે. ખેડૂતો માટે પ્રથમ વરસાદ જ વાવણી લાયક વરસાદ થશે તેવી આગાહી છે. આ વરસાદમાં વાવણી કરવાથી રોગ થવાની શક્યતા વધારે રહેવાની અંબાલાલ પટેલે જણાવ્યું છે. પ્રથમ વરસાદ કોઇક કોઇક જગ્યાએ 2 ઇંચ તો કોઇક જગ્યાએ 4 ઇંચ થવાની શક્યતા છે.
આ સાથે અંબાલાલે જણાવ્યુ છે કે, 12 તારીખ સુધીમાં તો દક્ષિણ ગુજરાત અને દ. સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. આમાં 3 ઇંચ વરસાદ પણ ખાબકી શકે છે. મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે. ગુજરાતના મોટાભાગના ભાગોમાં હળવોથી ભારે વરસાદ થવાની શક્યતા છે.
આદ્રા નક્ષત્રનો વરસાદ સારો ગણવામાં આવતો હોય છે. આ નક્ષત્રમાં વાવણી કરવામાં આવે તો સારો પાક થતો હોય છે. 8 તારીખે અરબ સાગરમાં હવાનું હળવું દબાણ ઉભું થઇ શકે છે. જેના કારણે ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે.
Heavy rain forecast હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી ની આગાહી
બીજી બાજુ હવામાન નિષ્ણાત પરેશે ગોસ્વામીએ પોતાની આગાહીમાં કહ્યું છે કે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. તે તમામ વિસ્તારોમાં 1-2 દિવસમાં છૂટાછવાયા ઝાપટા જોવા મળી શકે છે. 9 થી 13 જૂન દરમિયાન ગુજરાતનાં અનેક વિસ્તારોમાં તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા છે. તીવ્રતા સાથે ગાજવીજ અને પવન સાથે ગુજરાતમાં વરસાદની શક્યતાઓ રહેલી છે. 9 થી 13 દરમિયાન દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ અરબી સમુદ્રમાં જોવા મળી રહેલી હલચલ અને તેની ગુજરાતના હવામાન પર અસરની આગાહી કરી છે. તેમણે ગુજરાતમાં ચોમાસાના આગમન અને ક્યાં સુધી ચોમાસું સક્રિય રહેશે, તે અંગે અનુમાન વ્યક્ત કર્યું છે. તેમના મતે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી ધમાકેદાર જોવા મળશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગોમાં વાદળો જોવા મળી રહ્યા છે. તે તમામ વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા પડી શકે છે.
9 થી 13 જૂન દરમિયાન ગુજરાતનાં અનેક વિસ્તારોમાં તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા છે. તીવ્રતા સાથે ગાજવીજ અને પવન સાથે ગુજરાતમાં વરસાદની શક્યતાઓ રહેલી છે. 9 થી 13 દરમિયાન દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની આગાહી કરવામાં આવી છે.
Important Links
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
વધુ માહિતી માટે | અહિં કલીક કરો |
હોમ પેજ માટે | અહિં કલીક કરો |
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી ની આગાહી
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. તે તમામ વિસ્તારોમાં 1-2 દિવસમાં છૂટાછવાયા ઝાપટા જોવા મળી શકે છે.