Heavy Rain Forecast

Heavy Rain Forecast: ગઈકાલે દક્ષિણ ગુજરાત, પૂર્વ સૌરાષ્ટ્ર લાગુ દક્ષિણ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ જોવા મળ્યો હતો. તો આજે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ગઈકાલ કરતા વરસાદમાં ઘટાડો થઈ શકે અને ફરી મોડી રાત્રે કે કાલે વેહલી સવારે વરસાદમાં વધારો થશે.

સૌરાષ્ટ્ર, મધ્ય પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છમાં આજે ક્યાંય ખાસ શક્યતા નથી પણ ચોમાસું ચાલુ છે એટલે છૂટા છવાયા વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે.

Heavy Rain Forecast

આજે ઉત્તર મધ્ય લાગુ પૂર્વ દક્ષિણ સૌરાષ્ટ્ર એટલે કે સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, અમરેલી અને તેની આસપાસના વિસ્તારોમાં કડાકા ભડાકાની વધુ શક્યતા રહેશે.

આ સિવાય મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તર પૂર્વ ગુજરાતમાં પણ અમદાવાદ, ખેડા, ગાંધીનગર, મેહસાણા અને આસપાસના જિલ્લામાં કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી શકે છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં દિવસ દરમિયાન છૂટા છવાયા રેડા ચાલુ રહેશે અને રાત્રે ફરી વરસાદ વધારો થશે.

આજી-2 ડેમના હેઠવાસના ગામ લોકોને સાવચેત રહેવા સૂચના

રાજકોટ જિલ્લાના આજી-2 સિંચાઈ યોજનાના ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના કારણે ડેમ 90% ભરાયેલ હોઈ ડેમ પૂર્ણ ભરાતા રૂલ લેવલ સપાટી જાળવવા ગમે ત્યારે પાણી છોડવામાં આવશે.

આથી ડેમની હેઠવાસમાં આવેલા પડધરી તાલુકાના અડબાલકા, બાઘી, દહીંસરડા, ડુંગરકા, ગધાડા, હરીપર, ખંઢેરી, નારણકા, સખપર અને ઉકરડા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા તંત્ર દ્વારા જણાવાયું છે.

ખાસ નોંધ: માહિતી હાલના વેધરચાર્ટના આધારે છે જેમાં આગળ કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને અનુસરવી.

Important Links

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ અહિં કલીક કરો
વધુ માહિતી માટે  અહિં કલીક કરો
 હોમ પેજ માટે  અહિં કલીક કરો

 

Leave a Comment