heavy rain forecast : રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે આજે ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આજે 9 જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે.
આજે ક્યાં કયાં વિસ્તારોમાં વરસાદની શક્યતા?
heavy rain forecast ;- આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. આજે 9 જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે.
સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી અને ભાવનગર યલો એલર્ટ સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. રાજ્યના અમુક સ્થળો પર ગાજવીજ સાથે હળવા થી મધ્યમ વરસાદની શક્યતા પણ રહેલી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી આગાહી
heavy rain forecast : અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે, આગામી સમયમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે સાથે પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. જુલાઈના પહેલા પખવાડિયામાં એટલે કે 8 થી 12 જુલાઈ દરમિયાન રાજ્યના ઘણાં ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.
આ સાથે અંબાલાલ પટેલે 30 જૂનથી 1 જુલાઇ સુધી વડોદરાના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા વ્યકત કરી છે. અમદાવાદના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ ની આગાહી છે.
Important Links
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
વધુ માહિતી માટે | અહિં કલીક કરો |
હોમ પેજ માટે | અહિં કલીક કરો |