heavy rain forecast : રાજ્યમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. 2 દિવસ માં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. હજી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. 3, 4 અને 5 તારીખમાં પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
heavy rain forecast 3 તારીખે ક્યાં ક્યાં વિસ્તારોમાં આગાહી?
3 તારીખના રોજ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. કચ્છ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ યેલો એલર્ટ જાહેર કરાયું છે. આ તમામ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની શક્યતા રહેલી છે.
4 તારીખે ક્યાં ક્યાં વિસ્તારોમાં આગાહી?
4 તારીખના રોજ પણ ભારે વરસાદની શક્યતા છે. જોકે વરસાદના વિસ્તારોમાં ઘટાડો થવાની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. પંચમહાલ, છોટા ઉદયપુર, સુરત, વડોદરા, નવસારી અને વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં છુટા છવાયા વિસ્તારો પર ભારે વરસાદની આગાહી કરાઈ છે. બાકીના વિસ્તારોમાં છૂટાછવા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
5 તારીખે ક્યાં ક્યાં વિસ્તારોમાં આગાહી?
5 તારીખના રોજ 7 જિલ્લામાં એલર્ટ એપવામાં આવ્યું છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી અને મહીસાગર યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
24 કલાકમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ પડયો
heavy rain forecast : મહેસાણા જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબકયો છે. મહેસાણા શહેર અને બહુચરાજીમાં 4 ઇંચ વરસાદ પડયો છે. જ્યારે ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા ભાગોમાં પાણી ભરાયા છે. રાધનપુર રોડ, મોઢેરા રોડ, ગોપીનાળા, ભમ્મરિયા નાળા વિસ્તારમાં ખુબ પાણી ભરાયાં છે. નોંધનીય છે કે, ઊંઝામાં પણ 2 ઇંચ વરસાદ નોંઘાયો છે.
મહેસાણા શહેરમાં ભારે વરસાદથી બઘી જગ્યાોમાં પાણી ભરાયા છે. મહેસાણા એક અને મહેસાણા બે ને જોડતા બંને નાળામાં જાજા પ્રમાણમાં પાણી ભરાયા છે. બી કે રોડ, મોઢેરા રોડ, માલ ગોડાઉન રોડ પર ખુબ પાણી ભરાઈ ગયા છે.
Important Links
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
વધુ માહિતી માટે | અહિં કલીક કરો |
હોમ પેજ માટે | અહિં કલીક કરો |