Heavy rain forecast :- 11, 12 અને 13 તારીખમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો હવામન વિભાગની લેટેસ્ટ આગાહી

Heavy rain forecast : રાજ્યમાં 11 તારીખથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. હવામાન નિષ્ણાંતો અને હવામાં વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે 11, 12 અને 13 તારીખમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.

Heavy rain forecast 11 તારીખ ના રોજ કયા કયા જિલ્લામાં આગાહી

Heavy rain forecast 11 તારીખ ના રોજ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગ દ્વારા 11 તારીખે 12 જિલ્લામાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યો છે. ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને અરવલ્લીમાં યલો એલર્ટ આપવામાં આવ્યો છે. આ 12 જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે.

12 તારીખના રોજ કયા કયા જિલ્લામાં આગાહી

Heavy rain forecast 12 તારીખના રોજ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યો છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, મહીસાગર, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, છોટા ઉદયપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં યેલો એલર્ટ સાથે છૂટા છવાયા સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં છૂટાછવાયા સ્થળ ઉપર હળવા થી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે.

13 તારીખ ના રોજ કયા કયા જિલ્લામાં આગાહી

Heavy rain forecast 13 તારીખ ના રોજ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહીસાગર, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ અહિં કલીક કરો
હોમ પેજ અહિં કલીક કરો

 

Leave a Comment