Heavy rain forecast ;- આજે રાત્રે 9 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગની નવી આગાહી

Heavy rain forecast : આજે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. દિવસ દરમિયાન હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ પણ આપ્યું છે. ત્યારે આજે રાત્રે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Heavy rain forecast આજે રાત્રે 9 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી

આજે રાત્રે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ સાથે છુટા છવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા છે.

આવતીકાલે ભારે વરસાદની આગાહી

Heavy rain forecast : આવતીકાલે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. દાહોદ ,પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, છોટા ઉદયપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોમાં ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર ના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે.

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ અહિં કલીક કરો
હોમ પેજ અહિં કલીક કરો

 

Leave a Comment