Important news regarding police recruitment: ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા તાજેતરમાં જ PSI ની શારીરિક કસોટીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે ભરતી બોર્ડ દ્વારા વેબસાઈટ પર તા. 8.1. 2025 નાં રોજ ગુજરાત રાજ્યનાં 15 કેન્દ્રો ઉપર બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર સંવર્ગની શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કસોટી પૂર્ણ થતા બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર સંવર્ગમાં શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની વિગતો જાહેર કરી હતી. ભરતી બોર્ડ દ્વારા હવે લેખિત પરીક્ષાની પણ તારીખ જાહેર કરવામાં આવી છે.
Important news regarding police recruitment
થોડા સમય પહેલા પીએસઆઈની શારીરિક કસોટીનું પરિણામ જાહેર કર્યા બાદ હવે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા શારીરિક કસોટીમાં પાસ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષા ક્યારે યોજાશે તેની જાહેરાત કરવામાં આવી છે.
ક્યારે લેવાશે લેખિત પરીક્ષા
જે બાદ ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા હવે શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. જેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગમાં શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા તા.૧૩/૦૪/૨૦૨૫ (રવિવાર) નારોજ યોજાનાર છે. પેપર-૧ (૩ કલાક) અને પેપર-૨ (૩ કલાક)ની પરીક્ષા એક જ દિવસે લેવામાં આવશે વધુ વિગતો ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર જોઇ લેવી.
15 કેન્દ્ર ઉપર શારીરિક કસોટીની પરીક્ષા લેવામાં આવી હતી
ભરતી બોર્ડની વેબસાઈટ પર જણાવ્યું છે કે, તા.08/01/2025થી ગુજરાત રાજયના 15 (પંદર) કેન્દ્રો ઉપર બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગની શારીરીક કસોટીનું આયોજન કરવામાં આવેલ, જે શારીરીક કસોટી પૂર્ણ થતા આ કસોટીમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગમાં શારીરીક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની વિગતો મુકવામાં આવી હતી.
Important Link
વધુ માહિતી માટે | અહીં ક્લીક કરો |
હોમ પેજ | અહીં ક્લીક કરો |