Megh Meher :- એક દિવસમાં 9 ઈંચ વરસાદ, ધરતીપુત્રોમાં ખુશીની લહેર

Megh Meher રાજ્યમાં 12 કલાકમાં 20 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધી 20 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં દ્વારકાનાં ખંભાળીયામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે સૌથી ઓછા વરસાદ માંગરોળમાં નોંધાયો છે.

1. રાજ્યમાં 12 કલાકમાં 20 તાલુકામાં નોંધાયો વરસાદ Megh Meher

રાજ્યમાં 12 કલાકમાં 20 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધીમાં 20 તાલુકામાં વરસાદ નોંધાયો છે. દ્વારકાનાં ખંભાળિયામાં સૌથી વધુ 9 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે પોરબંદરમાં 2.5 ઈંચ, દ્વારકાનાં ભાણવડમાં 2.25 ઈંચ, પોરબંદરના રાણાવાવમાં 1.25 ઈંચ, વલસાડનાં ધરમપુરમાં 0.5 ઈંચ, અમરેલીનાં લિલીયા અને સુરતનાં માંગરોળમાં 0.5 ઈંચ વરસાદ નોંધાયો છે.

2. ધરમપુર તાલુકાના વિસ્તારોમાં વરસાદ

વલસાડ જીલ્લામાં વરસાદી માહોલ છવાયો હતો. જેમાં ધમરપુર તાલુકાનાં વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. કપરાડામાં વરસેલા વરસાદ બાદ નદીઓમાં નવા નીર આવ્યા હતા. સિલધા નજીક ચવેચા નદીમાં નવા નીર આવ્યા હતા.

3. મોરબી શહેરમાં ધીમા પગલે મેઘરાજાનું આગમન

મોરબી શહેરમાં ધીમા પગલે મેઘરાજાનું આગમન થયું હતું. સતત ગરમીનાં ઉકળાટ બાદ વરસાદ પડતા લોકોએ થોડી રાહત અનુભવી હતી. મોરબીનાં રામ ચોત, જૂના બસ સ્ટેન્ડ નવા બસ સ્ટેન્ડ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ઉમા ટાઉનશીપ, અવની ચોકડી, રવાપર રોડ સહિતનાં વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો.

4. પાલીતાણાના ગામડાઓમાં પણ વરસાદ

ભાવનગરનાં ગારિયાધાર અને પાલીતાણાનાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ગારિયાધાર પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો પાલીતાણાનાં ગામડાઓમાં પણ વરસાદ પડ્યો હતો. ગારીયાધારમાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો.

5. લીલીયા પંથકના ખેડૂતો ખુશખુશાલ

અમરેલી જીલ્લાનાં લીલીયા પંથકનાં ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. હાથીગઢ, ભોરીંગડા, કુતાણા, વાઘણીયા સહિતનાં ગામોમાં વરસાદ પડ્યો હતો. ભોરીંગડાની સ્થાનિક નદીમાં પુર આવ્યું હતું. વરસાદી માહોલ છવાતા લીલીયા પંથકનાં ખેડૂતો ખુશખુશાલ બન્યા હતા.

6. વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી

જસદણમાં સાણથલી વિસ્તારોમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. સાણથલીમાં વરસાદ પડતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી હતી. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી.

7. ખંભાળિયામાં 4 કલાકમાં 7.5 ઇંચ વરસાદ ખાબક્યો

દેવભૂમિ દ્વારકા જીલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં ગત મોડી રાતથી ધોધમાર વરસાદ પડ્યો હતો. ખંભાળિયામાં અસહ્ય ગરમી બાદ મૂશળધાર વરસાદ પડ્યો હતો. મુશળધાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાઈ જવા પામ્યા હતા. ખંભાળિયાનાં નગરગેઈટ, જોધપુર ગેટ, સ્ટેશન રોડ, બેઠક રોડ, સોની બજાર સહિતનાં વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા.

Important Links

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ અહિં કલીક કરો
વધુ માહિતી માટે  અહિં કલીક કરો
 હોમ પેજ માટે  અહિં કલીક કરો

 

Leave a Comment