Megho Mehrban in Ahmedabad સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ હવે મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદમાં આજે વહેલી સવારથી જ વરસાદી ઝાંપટાં પડી રહ્યા છે. વડોદરામાં રવિવાર બાદ સોમવારે સવારે પણ વરસાદ નોંધાયો હતો.
બીજી તરફ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ વરસાદ નોંધાયો છે. આમ ગુજરાતમાં ચોમાસું જામી ગયું છે અને આજે પણ કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આજે સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
Megho Mehrban in Ahmedabad
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યુ છે કે, હજી એક દિવસ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે માછીમારોની ચેતવણી આપવામાં આવી છે. આ સાથે 35થી 45ની પ્રતિકલાકની ગતિએ પવન ફૂંકાવવાની આગાહી છે. ગઇકાલે ચોમાસાએ ગતિ કરીને નવસારીથી આગળ વધીને ભરૂચ અને નર્મદા સુધી પહોંચ્યુ છે. આ સાથે તેમણે અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસદાની આગાહી કરી છે.
Megho Mehrban in Ahmedabad મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ગુજરાતના હવામાન અંગેની પાંચ દિવસની આગાહી કરી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, મંગળવારે (25મી જૂન) બનાસકાંઠા, સુરત અને ડાંગમાં અતિ ભારે વરસાદની આગાહી છે.
આ સાથે તેમણે જણાવ્યુ કે, સાબરકાંઠા, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, નર્મદા, તાપી, દામણ દાદરા નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું પૂર્વાનુમાન છે. આ ઉપરાંતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદ વરસવાની આગાહી આપવામાં આવી છે.
Megho Mehrban in Ahmedabad આ સાથે તેમણે જણાવ્યુ કે, બુધવારે (26 જૂન) પંચમહાલ, વડોદરા તથા સૌરાષ્ટ્રના છોટાઉદેપુર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદ વરસવાની શક્યતા છે
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, શનિવાર અને રવિવારે (29 અને 30 જૂન) એમ બે દિવસ તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદ વરસશે.
Important Links
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
વધુ માહિતી માટે | અહિં કલીક કરો |
હોમ પેજ માટે | અહિં કલીક કરો |