Meteorological department forecast 3 ઓકટોબરથી નવરાત્રી શરૂ થવાની છે અને આયોજકો અને ખૈલેયાઓમાં એ વાતની ચિંતા છે કે આ વખતે વરસાદ ક્યાંક મજા ન બગાડી નાંખે.
આજે 3 ઓક્ટોબરવનાં રોજ પહેલું નોરતું છે અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. નર્મદા, ભરૂચ, નવસારી, ડાંગ, સુરત, તાપી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે
Meteorological department forecast
5 થી 7 તારીખ સુધી આ જિલ્લાઓમાં વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી અનુસાર, 5 થી 7 તારીખ સુધી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેલી છે. નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, ભરૂચ, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી વરસાદની શક્યતા રહેલી છે.
નવરાત્રીમાં ગરબા રમવાને લઈને ખેલૈયાઓમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ હોય છે. જોકે, આ વખતે નવરાત્રીમાં વરસાદનું વિઘ્ન આવવાની શક્યતા છે. હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓમાં છુટોછવાયા વરસાદની શક્યતા વ્યકત કરી છે. જેના પગલે ખેલૈયાઓએ છત્રી-રેઈનકોટની તૈયારી સાથે ગરબા રમવા જવું પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં આગામી 7 દિવસ છુટાછવાયો વરસાદ પડવાની શક્યતા છે. આજે ગીર સોમનાથ, અમરેલીમાં છુટોછવાયા વરસાદની શક્યતા રહેલી છે. આ ઉપરાંત સુરત, ડાંગ, નવસારી, તાપી, વલસાડમાં સામાન્ય વરસાની શક્યતા વ્યક્ત કરાઈ છે. તો બીજી હવામાન વિભાગે ઓક્ટોબર મહિનામાં સામાન્યથી કે સામાન્યથી વધુ વરસાદની આગાહી વ્યકત કરી છે.
નોંધનીય છે કે, ગુજરાત ભરમાં નવરાત્રીનો તહેવારની ઉજવણી હર્ષો ઉલ્લાસથી કરવામાં આવે છે અને પાર્ટી પ્લોટમાં ગરબા રમવાનું આયોજન પણ મોટા ઉત્સાહ સાથે કરવામાં આવે છે. ત્યારે જો હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદ પડશે તો ખેલૈયાઓની મજા બગડી શકે છે.