Monsoon advanced further :- ગુજરાતમાં ક્યારે? આગામી ત્રણ દિવસ આ જિલ્લામાં વરસાદ

Monsoon advanced further: હવામાન વિભાગે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે એ અંગેની આગાહી કરતા જણાવ્યું કે આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે જયારે કેટલાક વિસ્તારોમાં વાતાવરણ શુષ્ક રહેશે.

ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમીમાં આંશિક રાહત મળતી દેખાઇ રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન ખાતાની માહિતિ મુજબ, આજે મહારાષ્ટ્રમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. જે 2-3 દિવસમાં આગળ વધીને મુંબઈ પહોંચશે અને ત્યાર બાદ તે ગુજરાતમાં પ્રવેશ કરશે. જોકે ચોમાસું પહોંચતા પહેલાં રાજ્યમાં પ્રિ-મોન્સુન વરસાદની આગાહી કરવામાં આવી છે.

Monsoon advanced further

હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર, રાજ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતના તમામ જિલ્લાઓ તથા દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં 7 જૂન સુધી વાતાવરણ સુકું રહેશે.

Monsoon advanced further આ પછી 8 જૂને રાજ્યમાં દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ સહિત કેટલાક જિલ્લાઓમાં અને દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જયારે બીજા જિલ્લાઓમાં અને દીવમાં વાતાવણ સુકું રહેશે.

રાજ્યમાં 9 જુને અરવલ્લી, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ અને દીવમાં છૂટોછવાયો વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

Ahmedabad Mumbai ​​Bullet Train Drone Video 2024

Monsoon advanced further 10 જુનના રોજ ગુજરાતના અરવલ્લી, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવા ગાજવીજ સાથે વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ સિવાય રાજ્યના બીજા વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે.

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, 11 જુનના દિવસે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, સાથે જ પંચમહાલ, દાહોદ અને મહિસાગર સહિત સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.

Important Links

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ અહિં કલીક કરો
વધુ માહિતી માટે  અહિં કલીક કરો
 હોમ પેજ માટે  અહિં કલીક કરો

 

Leave a Comment