Monsoon update 2023: ગુજરાત પર વાવઝોડાના સંભવિત ખતરાને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અરબ સાગરમાં સર્ક્યુલેશન હવે લો પ્રેશરમાં પરિવર્તિત થઈ ગયું છે. આ વાવઝોડું હવે સતત આગળ વધી રહ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે આ વાવાઝોડું સતત તેની દિશા બદલી રહ્યું છે. પહેલા ગુજરાત, ત્યાર પછી પાકિસ્તાન અને હવે આ વાવાઝોડું ઓમાન તરફ જતું જોવા મળી રહ્યું છે. અરબી સમુદ્રમાં બનેલું આ સાયક્લોનિક સર્ક્યુલેશન હવે લો પ્રેશર પણ બની ગયું છે.
Monsoon update 2023 Latest Update:
Monsoon update 2023સરકારે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકિનારાના તમામ બંદરો પર 1 નંબરનું સીગ્નલ અપાયું છે. પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાાં આગામી 24 કલાક દરમિયાન ચક્રવાતી તોફાનમાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે.
ગુજરાત પર વાવાઝોડાંનું સંકટ હવે નજીક આવી રહ્યું છે. ગોવા-મુંબઈથી દૂર અરબી સમુદ્રમાં બિપોરજોય નામનું વાવાઝોડું સક્રિય થઈ ગયું છે. આ વાવાઝોડું હવે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે. દરિયામાં બનેલી સિસ્ટમ હાલ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ છે અને આગામી સમયમાં તે ઉત્તર તરફ ગતિ કરી શકે છે તેવી સંભાવના ભારતીય હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
આગામી 24 કલાક ભારે
Table of Contents
હવામાન વિભાગે વાવાઝોડાને લઈને મહત્ત્વની જાણકારી આપી છે. જે અનુસાર દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર ડિપ્રેશન રચાયું છે અને તે આજે, 06મી જૂન, 2023 ના IST 0530 કલાકે કેન્દ્રિય છે અને અક્ષાંશ 11.3°N નજીક છે અને રેખાંશ 66.0°E છે. ગોવાના પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં લગભગ 920 કિમી, મુંબઈથી 1120 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ, પોરબંદરથી 1160 કિમી દક્ષિણે અને 1520 કિમી કરાચીની દક્ષિણે તે લગભગ ઉત્તર તરફ આગળ વધશે Monsoon update 2023 અને પૂર્વ મધ્ય અરેબિયનમાં આગામી 24 કલાક દરમિયાન ચક્રવાતી તોફાનમાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે.
ગુજરાતના આ વિસ્તાર પર સૌથી વધારે ખતરો
ગુજરાતના આ વિસ્તાર પર સૌથી વધારે ખતરો; વર્તમાન સમયમાં જોવા મળી રહેલી પરિસ્થિતિ મુજબ આ વાવાઝોડું હવે ઓમાન તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે. જોકે, આ વાવાઝોડું સતત તેની દિશા બદલી રહ્યું છે. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે, ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારો જેમ કે વેરાવળ, જૂનાગઢ, દ્વારકા, પોરબંદર, જામનગર, સુરત સહિતના આ વાવાઝોડું વિનાશ સર્જી શકે છે. Monsoon update 2023 Live પરંતુ અત્યારે આ વાવાઝોડું ઓમાન તરફ જતું જોવા મળી રહ્યું છે. વાવાઝોડું ભલે ઓમાનની તરફ જઈ રહ્યું હોય પરંતુ તેની અસર ગુજરાતમાં જોવા મળશે. ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે.
Important Link
તમારું સિટી પસંદ કરી, જુવો કેટલો વરસાદ પડશે | અહીં ક્લીક કરો |
સૌરાષ્ટ્રમાં જોવા મળી શકે છે સૌથી વધારે અસર
સૌરાષ્ટ્રમાં જોવા મળી શકે છે સૌથી વધારે અસર; હાલમાં વાવાઝોડાની સ્પીડ 40 કિમી પ્રતિ કલાકની જોવા મળી રહી છે. આગામી 24 કલાકમાં લોપ્રેશર ડિપ્રેશનમાં ફેરવાય તેવું લાગી રહ્યું છે. આગામી 12થી 14 જૂન વચ્ચે સૌરાષ્ટ્ર પર વાવાઝોડાની સૌથી વધારે અસર જોવા મળી શકે છે. હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી રહી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વાવાઝોડાએ બેથી ત્રણ વખત પોતાની દિશા બદલાવી છે, જેથી એવું લાગી રહ્યું છે કે આ વાવાઝોડું હજું પણ પોતાની દિશા બદલી શકે છે. જ્યાં સુધી આ વાવાઝોડાનો ખતરો ટળી ન જાય ત્યાં સુધી માછીમારોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ.
WhatsApp ગ્રૂપમાં જોડાવા | Click Here |
Home Page | Click Here |
Contact Email : nhmsatararecruitment.in@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Hello Readers, NHM Satara Recruitment is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.