Nagapazham in gujarati નાગ પાંચમ વ્રત વિધિ અને વ્રતકથા

Nagapazham in gujarati wikipedia । Nagapazham in gujarati meaning । Nagapazham in gujarati pronunciation । Nagapazham in gujarati dictionary ।Syzygium cumini medicinal uses । Nerale Hannu in English

Nagapazham in gujarati

વ્રતની વિધિ: 

શ્રાવણ વદ પાંચમના દિવસે આ વ્રત કરવમાં આવે છે.

આ વ્રત કરનારે સવારે વહેલા ઊઠી નાહી-ધોઈ પાણિયારાં પર નાગનું ચિત્ર દોરી, ઘીનો દીવો કરી પૂજા કરવી.

ત્યારબાદ બાજરીના લોટની ઠંડા ઘીમાં ચોળેલી કુલેરનું નૈવેધ ધરાવવું અને એકટાણું કરવું.

એમાં આગલા દિવસે પલાળેલા મઠ, મગ, બાજરી સાથે કાકડી અને અથાણું ખાઈ શકાય. આ વ્રત કરવાથી ઘરમાં અવારનવાર થતા ઝઘડા નાશ થાય છે અને સંપ વધે છે. નાગદેવતાની કૃપાથી ધન-ધાન્યનો ભંડાર અખૂટ રહે છે.

Nagapazham in gujarati વ્રત કથા:

એક ગામમાં એક ડોશીમા તેના છ દીકરા અને વહુઓ સાથે રહેતા હતા. તેમાંથી પાંચ વહુને માતા-પિતા હતાં,  પિયર હતું. પરંતુ નાની વહુ રાધાને પિયરમાં કોઈ નહોતું. આથી બધાં તેને નપિરી કહી મેણાં મારતાં હતાં. તેની પાસે સાસુ અને જેઠાણીઓ ખૂબ કામ કરતી હતી. તેને પુરતુ ખાવા પણ આપતા ન હતા.

ભાદરવો મહિનો આવ્યો ઘરમાં ખીર બની હતી. ઘરમાં બધાએ પેટ ભરીનેખીર ખાધી. પરંતુ કોઈને નાની વહુ સાંભળી નહીં. આ દિવસોમાં તે ગર્ભવતી હતી. આથી તેને ખીર ખાવાનું મન થયું હતું. સાસુએ તેને તપેલીમાં જે હોય તે ખાઈ વાસણ માંજવાનું કહ્યું. રાધાએ રસોડામાં આવીને જોયું તો ખાવાનું કાંઈ ના મળે. ખીરની તપેલીમાં બાઝેલા પોપડા સિવાય બીજું કંઈ ન હતું. આથી તે નિરાશ થઈ ગઈ. થતાં પણ તપેલીમાંથી પોપડા ઉખાડી એક કપડામાં ભેગા કરી મૂકી રાખ્યા. તેને એમ કે વાસણ માંજી લીધા પછી નિરાંતે ખાઈશ.

હવે બન્યું એવું કે ઝાડ નીચે કપડાંમાં ભેગા કરી તેણે પોપડા રાખ્યા હતા તે એક નાગણ આવી ખાઈ ગઈ. તે પણ ગર્ભવતી હતી. થોડીવારમાં વહુ વાસણ માંજી ઝાડ પાસે ગઈ તો કપડાંમાંથી પોપડા ગાયબ હતા.

નાગણ આ બધુ ઝાપ પાછળ સંતાઈને જોતી હતી.  તેના મનમાં એમ કે હમણાં મને ગાળો આપશે. પરંતુ તેને આશ્ચર્ય થયું આ વહું એમ બોલી કે જેણે ખાધા હોય તેનું પેટ ઠરજો.

આ સાંભળી નાગણ ખુશ થઈ ગઈ અને મનુષ્યસ્વરૂપમાં દર્શન આપતાં કહ્યું, બહેન તને કંઈ વાતનું દુ:ખ છે?

જવાબમાં રાધાએ પોતાનું દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે “મા મારા પિયરમાં કોઈ સગુ નથી. એટલે મને સૌ મેણા મારે છે. વળી થોડા દિવસોમાં મારો ખોળો ભરાવાનો છે. મારે કોઈ ભાઈ નથી હું કોને ખોળો ભરવા બોલાવું?” આટલું બોલતા તેની આંખોમાં આંસુ આવી ગયા.

નાગણનું દિલ દ્રવી ઊઠ્યું અને કહ્યું કે તું રડીશ નહીં. તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. તારો ખોળો જ્યારે ભરવાનો હોય ત્યારે એક કંકોત્રી મારા રાફડા પાસે મૂકી જજે.

આ સાંભળી વહુ ખૂશ થઈ ગઈ.થોડા દિવસ પછી વહુને ખોળો ભરવાનો દિવસ આવ્યો. જેઠાણીઓ નાની વહુને મેણાં મારવા લાગી કે પિયરમાં તો કાળું કુતરુંય નથી તો પછી એને ખોળો શેનો ભરવાનો હોય? આ સાંભળી નાની વહુ દુ:ખી થઈ ગઈ અને સાસુને કહ્યું કે મારા પિયરમાં દૂરના એક સગા છે મારે તેમને કંકોત્રી મોકલવી છે. સાસુએ નાછુટકે મોટી વહુ પાસે એક નાની ચબરખી લખીને નાની વહુને આપી.

નાની વહુ ખુશ થતી થથી કંકોત્રી લઈ રાફડા પાસે પહોંચી અને ત્યાં મૂકી પ્રાર્થના કરી ઘરે પરત ફરી. ખોળો ભરવાનો સમય થયો એટલે જેઠાણીઓ અંદરો અંદર મશ્કરી કરતાં કહેવા લાગી કે આજે તો નાની વહુ તરફથી આપણને પહેરામણીમાં ખૂબ સરસ ઘરેણાં વસ્ત્રો મળવાનાં છે. તેના પિયરવાળા ગાડું ભરીને બધું લાવવાના છે.

નાની વહુ આ સાંભળી નિરાશ થઈ ગઈ અને મનોમન નાગદેવતાને પ્રર્થના કરવા લાગી. ત્યાં તો સાચેજ દૂરથી ગાડાઓનો અવાજ સંભળાવા લાગ્યો. સૌ કોઈ એકધારું એ દિશામાં જોવા લાગ્યા. થોડીવારમાં ગાડા આંગણામાં આવી ઊભા રહ્યા. એમાંથી રૂપ રૂપના અંબાર સમા નાગણ, નાગદેવતા અને નાગકુમારો ઉતરવા લાગ્યા. તેમની પાછળ બે નોકરો સોનાની પેટીઓ લઈને ઉતરવા લાગ્યા. તેમની પાછળ અન્ય ગાડાં પણ આવીને ઊભા રહ્યાં.

નાની વહુનો ખોળો નાગકુમારોએ ધામધૂમથી ભરાવ્યો. દરેકને પહેરામણીમાં સોના, રૂપા,-હીરા, માણેકના દાગીના, મોંઘા વસ્ત્ર આપી બધાને ખૂશ કરી દીધા. ખોળો ભરાય ગયા પછી નાગણે સાસુને કહ્યું, “વેવાણ મારી દીકરીને વિદાય આપો. સુવાવડ પતી ગયા પછી સગવડે હું એને જાતે મૂકી જઈશ”.

સાસુ બીચારી શું બોલે? એ તો બધું જોઈ હબકી ગયા. નાગણ નાની વહુને લઈ વિદાય થઈ. નાની વહુ નાગણ સાથે ગઈ તો ખરી પણ મનમાં ને મનમાં મુંઝવણ અનુભવતી હતી કે નાગણ એને ક્યાં લઈ જશે. પણ દર આગણ આવીને નાગણે હાથ ફેરવતા જમીન ખસી ભોંયરું દેખાયું. એ ભોયરામાં થઈ તેઓ મહેલમાં આવ્યા. રાજા કરતાં પણ ભવ્ય મહેલ જોઈ નાની બહુ આશ્ચર્ય પામી.

નાગણે વહુ ને કહ્યું કે “તારે હવે કંઈ કામ કરવાનું નથી ખાઈપીને હિંડોળા પર ઝૂલવાનું છે.  હા, ફક્ત તારે એટલું જ કરવાનું છે કે સવાર-બપોર-સાંજ આ રૂપાની ઘંટડી વગાડીને તારે બધા નાગકુમારોને ભેગા કરી દૂધ આપવાનું છે”.

નાની વહુએ આ કામ સહર્ષ સ્વિકારી લીધું. દિવસો પસાર થવા લાગ્યા. એક શુભ દિવસે તેને દેવ જેવો દીકરો આવ્યો. બધા રાજીના રેડ થઈ ગયા. છોકરો ધીરે ધીરે મોટો થવા લાગ્યો.એક દિવસ વહુ વાસણમાં ગરમ દૂધ ઠારવા મૂકીને કંઈક કામ કરવા જતી રહી. એટલામાં છોકરાએ રૂપાની ઘંટડી લઈને વગાડવા માંડી. ઘંટડીનો અવાજ સાંભળી બધા નાગકુમારો દોડતા આવ્યા. આ જોઈ છોકરો ગભરાઈ ગયો અને તના હાથમાંથી ઘંટડી પડી ગઈ તેમાં બે નાગકુમારની પૂછડી કપાઈ ગઈ. બીજા નાગકુમારોએ ગરમ દૂધ પીતા તેના મોઢા દાંઝી ગયાં.

નાગકુમારો બાંડિયા-બુચિયા થઈ જતા છોકરા પર ગુસ્સો ભરાયા અને તેને કરડવા દોડ્યા.  એટલામાં વહુ આવી ગઈને છોકરાને બચાવી લીધો. નાગકુમારોની આવી દશા જોઈ તેને દુ:ખ થયું. પણ નાના છોકરાને શું કહી શકાય? નાગ-નાગણીએ નાગ કુમારને શાંત પાડ્યા. પણ નાગકુમારોના મનમાં દાઝ હતી.

થોડા દિવસ પછી નાની બહુને સાસરીમાં વિદાય આપી. સાસરીમાં પણ નાની વહુ હવે માનીતી થવા લાગી. આથી જેઠાણીઓ તેના પર દાઝે બળવા લાગી. બીજી બાજુ નાગકુમારો પણ નાની વહુના છોકરાઓ પર દાઝે ભરાય હતા. આથે તેને કરડવા માટે તેના ઘરે આવી છૂપાઈ ગયા.  એટલામાં નાની વહુ પાણીનું બેડું ભરીને આવી. ઉંબરામાં તેને ઠેસ આવતા તે બોલી ઊઠી કે ખમ્મા, મારા બાંડિયા બુચિયા વીરાને.

આ સાંભળી નાગકુમારોને વિચાર આવ્યો કે બહેન કેટલી સારી છે. હજી પણ આપણને યાદ કરે છે. આવો તેઓને બે ત્રણ વાર અનુભવ થયો. બહેનનો પ્રેમ જોઈ નાગકુમારોએ છોકરાને કરડવાનો વિચાર માંડી વાગ્યો. એક દિવસ નાની વહુના છોકરાએ જેઠાણીના દૂધની તાંબડી ઢોળી નાંખી. આથી ગુસ્સે થઈ તે બોલી અમારું દૂધ ઢોળવાથી તમારા હાથમાં શું આવ્યું? તેમે તો મોટા ઘરના છો એટલે કાલે ગાયો-ભેંસો વસાવી શકશો. પણ અમે ક્યાંથી લાવી શકવાના હતા?

આ સાંભળી નાની વહુને ખૂબ દુ:ખ થયું ને એ દિવસે તે છોકરાને લઈને નાગમાતા પાસે આવી પહોંચી અને પોતાના દુ:ખની વાત કરી.

Nagapazham in gujarati નાગમાતાએ આશ્વાસન આપી બીજા દિવસે નાગકુમારોને ગાયો લઈને તેની સાથે મોકલ્યા. તેમાંથી કેટલીક ગાયો જેઠાણીને પણ આપી. આથી તેઓ ખૂબ ખુશ થઈ.આખા ઘરમાં આનંદ છવાય ગયો.  હે નાગ દેવતા નાની વહુને ફળ્યા તેવા સૌને ફળજો.

તેથી જ જૈન ધર્મમાં પણ નાગપંચમી પ્રચલિત છે.

જૈન ધર્મમાં એક કથા એવી પણ છે કે નાગ પંચમીના દિવસે મહાવીર જૈનને સાપે ડંખ માર્યો હતો, ત્યારે મહાવીર સ્વામીએ તેમને તેમના આગલા જન્મના નામથી બોલાવ્યા હતા, જેના કારણે સાપને તેમના પાછલા જન્મની વાતો યાદ આવી ગઈ હતી અને તેમણે લોકોને કરડવાનું બંધ કર્યું. તેથી જ જૈન ધર્મના લોકો પણ નાગ પંચમીની પૂજા કરે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ દિવસે 5 મંત્ર છે, જેના જાપ કરવાથી સર્પદંશનો ભય દૂર થાય છે અને પરિવારને રક્ષણ મળે છે.

ભવિષ્ય પુરાણમાં નાગ મંત્ર

‘સર્વે નાગાઃ પ્રિયંતા મે યે કેચિત્ પૃથ્વીતલે. યે ચ હેલીમાર્ચિષ્ઠા યે ન્તરે દિવિ સંસ્થિતા । આ નદીશુ મહાનગા અને આ સરસ્વતીગામિન. યે ચ વાપિતાદગેષુ તેષુ સર્વેષુ વૈનામ:.’
નાગ પંચમીના દિવસે આ મંત્રથી નાગ દેવતાનું ધ્યાન કરવું જોઈએ. જો તમને આ મંત્રનો જાપ કરવામાં તકલીફ પડતી હોય તો આ રીતે કહો – પૃથ્વીમાં, આકાશમાં, સ્વર્ગમાં, સૂર્યના કિરણોમાં, સરોવરોમાં, પાણીમાં, કૂવામાં રહેતા તમામ સર્પોને હું નમસ્કાર કરું છું. અને તળાવો. નાગ પંચમીના દિવસે આ મંત્રનો જાપ કરવાની સાથે લીંબુ અને લીમડાના પાન ચાવવા જોઈએ.

આ મંત્રથી સાપ દૂર રહે છે

Nagapazham in gujarati ભવિષ્ય પુરાણની કથા અનુસાર આસ્તિક મુનિએ નાગા વંશની રક્ષા કરી હતી. પ્રસન્ન થઈને નાગદેવે વરદાન આપ્યું કે જે કોઈ તમારું નામ લેશે કે જ્યાં તમારું નામ લખેલું હશે ત્યાં સાપની પ્રજાતિનું કોઈ પ્રાણી આવશે નહીં. તેથી જો દરરોજ શક્ય ન હોય તો નાગપંચમીના દિવસે રાજા અસ્તિનું ધ્યાન કરતી વખતે આ મંત્રનો જાપ કરો….મુનિ રાજમ અસ્તિકમ નમઃ.

નાગ ગાયત્રી મંત્ર

ઓમ નવકુલયા વિદ્યામહે વિષદંતાય ધીમહિ તન્નો સર્પઃ પ્રચોદયાત્.

આ નાગ ગાયત્રી મંત્ર છે. આ મંત્ર વિશે કહેવાય છે કે આ મંત્રનો નિયમિત જાપ કરવાથી સર્પદંશનો ભય નથી રહેતો. જે લોકો આ મંત્રનો જાપ કરે છે તેમની આસપાસ ઝેરી જીવો નથી રહેતા. જો તમે દરરોજ આ મંત્રનો જાપ નથી કરી શકતા તો ઓછામાં ઓછા નાગ પંચમીના દિવસે નાગ દેવતાની પૂજા કરતી વખતે આ મંત્રનો જાપ જરૂર કરો. આ મંત્ર અદ્ભુત શક્તિ ધરાવતો માનવામાં આવે છે.

Leave a Comment