વૃદ્ધ પેંશન યોજના ગુજરાત 2023 ।

વૃદ્ધ પેંશન યોજના ગુજરાત 2023 : વ્રુધ સહાય યોજના ગુજરાત ફોર્મ, વ્રુધ પેન્શન યોજના ગુજરાતમાં ઓનલાઈન, વ્રુધ પેન્શન યોજના ગુજરાત યાદી, નિરાધાર વૃધ્ધ સહાય યોજના ગુજરાત ફોર્મ 2023

વૃદ્ધ પેંશન યોજના ગુજરાત 2023 : પેન્શન યોજના ફોર્મ: વૃદ્ધ સહાય યોજના: નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના: ગુજરાત સરકાર દ્વારા વિવિધ વર્ગોના લોકો માટે અનેક સહાયકારી યોજનાઓ ચલાવવામા આવે છે. વૃદ્ધ પેન્શન યોજના પણ આવી જ એક યોજના છે. વૃદ્ધો ને સહાય મળે તેવી ઘણી યોજનાઓ ચાલે છે. આજે આ પોસ્ટમા આપણે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના અને નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના ની માહિતી મેળવીશુ.

ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેંશન યોજના ગુજરાત 2023

Table of Contents

યોજનાનુ નામ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના
લાભાર્થી જૂથ 60 વર્ષથી વધુ ઉંમર
મળતી સહાય રૂ.1000 થી રૂ.1250 સહાય દર મહિને
અમલીકરણ મામલતદાર કચેરી
ફોર્મ ક્યાથી મળશે ? કલેકટર કચેરી/મામલતદાર ક્ચેરી
ઓફીસીયલ સાઇટ https://sje.gujarat.gov.in

કોને લાભ મળે ?

 • આ યોજનાનો લાભ 60 વર્ષ કે તેથી વધુ ઉમરના વૃદ્ધોને મળવાપાત્ર છે.
 • BPL યાદિમા 0 થી 20 નો સ્કોર ધરાવતા હોવા જોઇએ.

અરજી ક્યા આપવી?

આ યોજનાનો લાભ મેળવવા માટે સબંધિત જિલ્લા/તાલુકાના જન સેવા કેન્દ્ર, મામલતદાર કચેરી એ રૂબરૂ અરજી આપી શકાય છે. ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતથી https://www.digitalgujarat.gov.in/ પર ઓનલાઈન અરજી કરી શકાય.

ડોકયુમેન્ટ લીસ્ટ

 • ઉંમરનું પ્રમાણપત્ર /શાળા છોડ્યાનું પ્રમાણપત્ર / ડોક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ વય પ્રમાણપત્ર.(કોઇ પણ એક)
 • ગરીબી રેખાની BPL યાદી પર નામ હોવા અંગેનું પ્રમાણપત્ર.
 • આધાર કાર્ડ ની નકલ
 • બેન્ક/પોસ્ટ ઓફીસ ખાતાની નકલ

મળતી સહાય

આ યોજના હેઠળ ૬૦ થી ૭૯ વર્ષનાં લાભાર્થીને રૂ. રૂ. ૧૦૦૦/- તથા ૮૦ કે તેથી વધુ ઉમરના લાભાર્થીને રૂ. ૧૨૫૦/- દર મહિને સહાય ચુકવવામાં આવે છે.

પેન્શન યોજના ફોર્મ

આ યોજનાનો લાભ લેવા માટે પેન્શન યોજના ફોર્મ નીચેની રીતે મેળવી શકાય છે.

 • જિલ્લા કલેકટર કચેરી પરથી
 • મામલતદાર કચેરીથી આ ફોર્મ વિનામૂલ્યે મેળવી શકાશે.
 • ગ્રામ્ય કક્ષાએથી (V.C.E.) ગ્રામ પંચાયતથી ઓનલાઈન અરજી કરી શકાય છે.
 • નીચે દર્શાવેલ લીન્ક પરથી ફોમ ડાઉનલોડ કરી શકાશે.
 • https://digitalsevasetu.gujarat.gov.in/SchemPortal/ServiceGroup.aspx
 • ઉપરાંત આ પોસ્ટમા નીચે PDF ડાઉનલોડ કરવા ઓપ્શન આપેલ છે.

વૃદ્ધ પેંશન યોજના ગુજરાત 2023 નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના

વૃદ્ધોને સહાય મળતી બીજી સહાયકારી યોજના એટલે નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના. આ યોજનાની સંપૂર્ન માહિતી નીચે આપેલી છે.

યોજનાનુ નામ નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના
લાભાર્થી જૂથ 60 વર્ષથી વધુ ઉંમર
મળતી સહાય રૂ.1000 થી રૂ.1250 સહાય દર મહિને
અમલીકરણ મામલતદાર કચેરી
ફોર્મ ક્યાથી મળશે ? કલેકટર કચેરી/મામલતદાર ક્ચેરી
ઓફીસીયલ સાઇટ https://sje.gujarat.gov.in

વૃદ્ધ પેંશન યોજના ગુજરાત 2023 કોને લાભ મળે ?

 • ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરનાં નિરાધાર વૃધ્ધ.
 • ૨૧ કે તેથી વધુ વર્ષનો પુત્ર ન હોવો જોઇએ.
 • અશક્ત- દિવ્યાંગ વ્યક્તિનાં કિસ્સામાં ૭૫ ટકા થી વધારે દિવ્યાંગતા હોય અને ૪૫ કે તેથી વધુ ઉંમરની વયમર્યાદા હોય.
 • અરજદારની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર રૂ. 120000/- અને શહેરી વિસ્તાર રૂ. 150000/- થી વધુ ન હોવી જોઈએ
 • ઓછામાં ઓછા ૧૦ વર્ષથી ગુજરાતમાં કાયમી વસવાટ કરતા હોવા જોઇએ.
 • ૬૦ થી વધુ વય ધરાવનાર દંપતી / બન્નેને મળવાપાત્ર છે.

વૃદ્ધ પેંશન યોજના ગુજરાત 2023 ડોકયુમેન્ટ લીસ્ટ

 • ઉંમરનું પ્રમાણપત્ર / શાળા છોડ્યાનું પ્રમાણપત્ર / ડોક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ વય પ્રમાણપત્ર (કોઇ પણ એક)
 • આવકનો દાખલો.
 • દિવ્યાંગ હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર.
 • ૨૧ વર્ષ થી મોટી ઉમરનો પુત્ર ન હોવાનું પ્રમાણપત્ર.
 • આધાર કાર્ડ ની નકલ
 • બેન્ક/પોસ્ટ ઓફીસ ખાતાને નકલ
 • રેશનકાર્ડ ની નકલ

વૃદ્ધ પેંશન યોજના ગુજરાત 2023 પેન્શન યોજના ફોર્મ

નિરાધાર વૃધ્ધ પેન્શન યોજનાનો લાભ લેવા માટે પેન્શન યોજના ફોર્મ નીચેની રીતે મેળવી શકાય છે.

 • જિલ્લા કલેકટર કચેરી પરથી
 • મામલતદાર કચેરીએથી આ ફોર્મ વિનામૂલ્યે મેળવી શકાશે.
 • ગ્રામ્ય કક્ષાએથી (V.C.E.) ગ્રામ પંચાયતથી ઓનલાઈન અરજી કરી શકાય છે.
 • નીચે દર્શાવેલ લીન્ક પરથી ફોર્મ ડાઉનલોડ કરી શકાશે.
 • https://digitalsevasetu.gujarat.gov.in/SchemPortal/ServiceGroup.aspx
 • ઉપરાંત આ પોસ્ટમા નીચે PDF ડાઉનલોડ કરવા ઓપ્શન આપેલ છે.

આ યોજના અંતર્ગત નિરાધાર વૃદ્ધો કે જેમની ઉંમર મોટી હોય અને આવકનુ કોઇ સાધન ન હોય તથા નિરાધાર હોય તેમને દર મહિને સહાય મળવાથી તેમનુ ગુજરાત ચાલી શકે છે. વૃદ્ધ સહાય માટેના ફોર્મ આ પોસ્ટમા નીચે આપેલ છે.

વૃદ્ધ પેંશન યોજના ગુજરાત 2023  સહાયની રકમ

માર્ચ 2022 થી રાજય સરકારની યોજના નિરાધાર વૃદ્ધ પેન્શન યોજનાની રકમ મા વધારો કરવામા આવ્યો છે. પહેલા ૬૦ થી 79 વર્ષની ઉમરના વૃદ્ધોને માસિક રૂ. 750 મળતા હતા તે વધારી ને રૂ. 1000 કરવામા આવ્યા છે. તથા ૮૦ વર્ષથી વધુ ઉમરના વૃદ્ધોને માસિક રૂ. 1000 મળતા હતા તે વધારી ને રૂ. 1250 કરવામા આવ્યા છે. ઘડપણ મા આ સહાય મળવાથી વૃદ્ધો ને પોતાનુ ગુજરાન ચલાવવા માટે એક ટેકો મળી જાય છે. સરકારની આ યોજનાઓ ખૂબ જ સારી હોય આપની આજુ બાજુમા કોઇ એવા નિરાધાર વૃદ્ધ રહેતા હોય તો તેમને આ યોજનાઓની જાણ અચૂક કરો.

यह भी पढे:  મોબાઇલ સહાય યોજના: ખેડૂતોને સ્માર્ટફોન લેવા માટે મળશે રૂ.6000 સહાય, જાણો અરજી કરવાની પ્રોસેસ અને ડોકયુમેન્ટ લીસ્ટ

આ યોજનાઓ અંતર્ગત સહાયની રકમ ડી.બી.ટી દ્વારા લાભાર્થીનાં પોસ્ટ અથવા બેંક એકાઉન્ટમાં સીધી ચુકવવામાં આવે છે. ગુજરાત બજેટ 2023 મા રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના માટે 1340 કરોડ ની જોગવાઇ કરવામા આવી છે. વૃદ્ધો ને સહાય આપતી આ યોજના વૃદ્ધો માટે ઘડપણ મા સહારો બની રહે છે. ઘડપણ મા જ્યારે નિરાધાર વૃદ્ધો ને કોઇ સહારો ન હોય ત્યારે સરકારની આ યોજનાથી ગુજરાન ચલાવવા માટે મોટો ટેકો મળી રહે છે. તમારી આજુબાજુમા આવા જો કોઇ નિરાધાર વૃદ્ધો હોય તો તેમને આ યોજનાની જાણકારી આપવી જોઇએ.

વૃદ્ધ પેંશન યોજના ગુજરાત 2023 વૃદ્ધ સહાય

આ યોજનાઓ અંતર્ગત વૃદ્ધ સહાયની રકમ લાભાર્થીના બેંક ખાતામા સીધી DBT થી ટ્રાન્સફર કરવામા આવે છે. જે બાબત ધ્યાને લેવી. તમારી આજુબાજુમ જો કોઇ નિરાધાર વૃધ્ધ રહેતા હોય તો તેને ડોકયુમેન્ટ એકઠા કરવામા મદદ કરી આ યોજનાનો લાભ ચૂક અપાવો. ઘણા નિરાધાર વૃદ્ધો ને આવી સહાય યોજનાઓની માહિતી હોતી નથી.

સરકાર દ્વારા મહિલાઓ, બાળકો અને વૃધ્ધો માટે ઘની કલ્યાણકારી યોજનાઓ ચલાવવામા આવે છે. ત્યારે જરૂરિયાતમંદ લોકોને આ યોજનાઓની માહિતી મળી રહે તે માટે આ યોજનાઓને વધુ મા વધુ શેર કરો.

Hello Image 1

અગત્યની લીંક

ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના ઓફીસીયલ સાઇટ અહિં ક્લીક કરો
નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના ઓફીસીયલ સાઇટ અહિં ક્લીક કરો
ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના ફોર્મ અહિં ક્લીક કરો
નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના ફોર્મ અહિં ક્લીક કરો
હોમ પેજ અહિં ક્લીક કરો
નિયમિત અપડેટ મેળવવા whatsapp ગૃપ જોઇન કરો અહિં ક્લીક કરો

FAQ’S વૃદ્ધ પેંશન યોજના ગુજરાત 2023

વૃદ્ધ પેન્શન યોજના મા દર મહિને કેટલી સહાય મળે છે ?

રૂ. 1000 થી રૂ.1250

વૃદ્ધ પેન્શન કઇ યોજનાઓ અંતર્ગત મળે છે?

ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના અને નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના

વૃદ્ધ પેન્શન યોજના નો લાભ ઓછા મા ઓછી ઉંમર કેટલી હોવી જોઇએ ?

60 વર્ષ

વૃદ્ધ પેન્શન યોજના નુ ફોર્મ ભરીને ક્યા આપવાનુ હોય છે ?

મામલતદાર ઓફીસે

વૃદ્ધ પેન્શન યોજના નુ ફોર્મ કયાથી ડાઉનલોડ કરશો ?

Digital Gujarat વેબસાઈટ પરથી

વૃદ્ધ પેન્શન યોજના મા સહાય બંધ ક્યારે થાય ?

લાભાર્થીનુ અવસાન થવાથી

વૃદ્ધ પેન્શન યોજના ના કોઇપણ કામ માટે કઇ કચેરીનો સંપર્ક કરવો ?

આ યોજના માટે કોઇપણ કામ માટે મામલતદાર કચેરીનો સંપર્ક કરવો.

વૃદ્ધ પેન્શન યોજના ની માહિતી માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

https://sje.gujarat.gov.in

નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના નો લાભ લેવા શું પાત્રતા ધોરણ છે ?

21 વર્ષ કે તેથી વધુ ઉંમરનો પુત્ર ન હોવો જોઇએ.

વૃદ્ધ પેન્શન યોજના મા ઉંમરના પ્રૂફ તરીકે કયુ ડોકયુમેન્ટ આપવાનુ હોય છે ?

ઉંમરનું પ્રમાણપત્ર /શાળા છોડ્યાનું પ્રમાણપત્ર / ડોક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ વય પ્રમાણપત્ર (આ પૈકી કોઇ પણ એક)

વૃદ્ધ પેન્શન યોજના મા આવક મર્યાદા શું છે ?

ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. 120000/- અને શહેરી વિસ્તાર માટે રૂ. 150000/-

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને વૃદ્ધ પેંશન યોજના ગુજરાત 2023 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : nhmsatararecruitment.in@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, NHM Satara Recruitment is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment