ડુંગળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી આ વખતની રવી સિઝને ડુંગળી વાવેતરમાં ખેડૂતોનું મન નીચા ભાવને કારણે ઉચક તો થઇ ગયું હતું, પણ છેલ્લા દશેક દિવસથી ડુંગળીની ઉંચી બજારે ફરી ડુંગળી વાવેતરનું મન જાગ્રૃત કર્યું છે.
હંમેશા ભાવથી કંટાળેલા ખેડૂતો કાયમ ને કાયમ ડુંગળી વાવેતરમાં કાપ મુકતાં હોય છે, પણ બજારમાં એકાદ તેજીનો તણખો લાગે એટલે ફરી માનસ પલ્ટી જતું હોય છે. પરંતુ ડુંગળી વાવેતરમાં પાણીનો અભાવ બાધારૂપ રહેશે, એ પાક્કી વાત છે. ખરીફ સિઝનનાં બે મહત્વનાં પાક કપાસ અને મગફળી સાચવવામાં તળપાણી ઉલેચાઇ ગયા છે, ત્યારે સ્યોર પાણી ધરાવતાં ખેડૂતો શિયાળું ડુંગળી વાવેતરનાં ગણિત માંડવા લાગ્યા છે.
ડુંગળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી
સમગ્ર દેશમાં ડુંગળીની સરેરાશ વેચાણ કિંમત 57 ટકા વધારા સાથે 47 રૂપિયા કિલો થઇ ગઇ છે. જે બાદ કેન્દ્ર સરકાર એક્શનમાં આવી ગઇ છે. કેન્દ્ર સરકારે શુક્રવારે છૂટક બજારોમાં 25 રૂપિયે કિલોગ્રામના રાહત દરે બફર સ્ટોકમાંથી ડુંગળીનું વેચાણ વધારવાનો નિર્ણય કર્યો છે.
ગ્રાહકને લગતી બાબતોના મંત્રાલય દ્વારા પ્રસિદ્ધ આંકડાઓ અનુસાર ડુંગળીની અખિલ ભારતીય છૂટક કિંમત શુક્રવારે વધીને 47 રૂપિયા પ્રતિ કિલોગ્રામની આસપાસ પહોંચી ગઇ હતી જે એક વર્ષ પહેલા સમાન ગાળામાં 30 રૂપિયા હતી. ગ્રાહક બાબતોના સચિવ રોહિતકુમાર સિંહે કહ્યું હતું કે અમે ઓગસ્ટથી જ બફર સ્ટોકમાંથી ડુંગળી આપી રહ્યા છીએ અને કિંમતોમાં રોકવા છૂટક વેચાણમાં વધારો કરી રહ્યા છીએ.
લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 31/10/2023, મંગળવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 300થી રૂ. 721 સુધીના બોલાયા હતા. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 191થી રૂ. 886 સુધીના બોલાયા હતા. તેમજ ગોંડલના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 201થી રૂ. 886 સુધીના બોલાયા હતા.
અમરેલી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 300થી રૂ. 900 સુધીના બોલાયા હતા. જ્યારે મોરબી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 400થી રૂ. 900 સુધીના બોલાયા હતા.
સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 31/10/2023, મંગળવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 130થી રૂ. 903 સુધીના બોલાયા હતા.
લાલ ડુંગળીના બજાર ભાવ (Today 01/11/2023 Onion Apmc Rate):
તા. 31/10/2023, મંગળવારના લાલ ડુંગળીના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 300 | 721 |
મહુવા | 191 | 870 |
ગોંડલ | 201 | 886 |
અમરેલી | 300 | 900 |
મોરબી | 400 | 900 |
સફેદ ડુંગળીના બજાર ભાવ (Today 01/11/2023 Onion Apmc Rate):
તા. 31/10/2023, મંગળવારના સફેદ ડુંગળીના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
મહુવા | 130 | 903 |