Online Fraud Tips

Online Fraud Tips: ઓનલાઇન ફ્રોડ ટીપ્સ: આજકાલ ઇન્ટરનેટ નો વિસ્ફોટ થયો છે. લગભગ દરેક માણસ પાસે સ્માર્ટ ફોન હોય છે. એવામા ઓનલાઇન ફ્રોડથી બેંક એકાઉન્ટ સાફ કરવાના કિસ્સા પણ આપણે સાંભળતા હોઇએ છીએ અને ઓનલાઇન ફ્રોડ ના કિસ્સા વધતા જાય છે. લોકો સોશીયલ મીડીયા વાપરવામા ખુબ જ સ્માર્ટ હોય છે પરંતુ ઓનલાઇન ફ્રોડ કરનારા ની ઝપટમા આવી જતા હોય છે અને સરવાળે બેંક ખાતુ સાફ થઇ જતુ હોય છે. આજની આ પોસ્ટમા જાણીએ સૌથી વધુ ઓનલાઇન ફ્રોડ થતા હોય તેવી બાબતોમા શું ધ્યાન રાખશો.

કેવા કેવા પ્રકારના સાયબર ક્રાઇમ થાય છે ?

આજકાલ આમ તો ઘણા પ્રકારે સાયબર ફ્રોડ થાય છે અને લોકો તેનો ભોગ બનતા હોય છે. પરંતુ ઠગબાજો મુખ્યત્વે નીચેની તરકીબો અજમાવે છે. જેનાથી આપણે સાવચેત રહેવુ જોઇએ.

  • જોબ ફ્રોડ
  • ઓનલાઇન શોપીંગ ફ્રોડ
  • લોટરી ફ્રોડ
  • QR કોડ સ્કેન ફ્રોડ
  • લોન ફ્રોડ
  • ફોટો મોર્ફીંગ
  • કસ્ટમર કેર ફ્રોડ
  • વિડીયો કોલીંગ બ્લેકમેઇલ
  • ટ્રેડીંગ એપ.થી ફ્રોડ

લોટરી ફ્રોડથી કેવી રીતે બચવુ

  • ફેક કોલ, મેસેજ કે ઈ મેઇલ નો જવાબ આપવાનુ ટાળો
  • જે નંબર પરથી ફેક કોલ કે મેસેજ આવે તે નંબર બ્લોક કરી દો
  • ઈ મેઇલ મા સ્પામ ફીલ્ટર નો ઉપયોગ અચૂક કરો
  • ઉંચુ વળતર મેળવવાની લાલચમા આવી રૂપીયા ટ્રાન્સફર કરવા નહી.

Online Fraud Tips

જોબ ફ્રોડ

આ પ્રકારના ફ્રોડમા ગુનેગારો દ્વારા કોઇ પણ કંપનીના નામે ખોટો ઇ-મેઇલ કરી જોબ મળી ગયાનું કહેવામા આવે છે. બાદમાં ફોન મારફત ફેક ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે. અને ફેક જોબ ઓફર લેટર પણ આપવામાં આવે છે. જે બાદ રજીસ્ટ્રેશન ફી અને અન્ય ફી ના નામ પર અલગ અલગ ચાર્જ વસૂલી પૈસા પડાવવામાં આવે છે અને વેબસાઇટના ઉપયોગથી બેન્ક એકાઉન્ટ કે ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડની વિગતો મેળવી ફ્રોડ કરત હોય છે. આવા ફ્રોડબાજો થી હંમેશા સાવધ રહો.

જોબફ્રોડ થી કેવી રીતે બચવું

  • જોબ ઓફર માટે આવતી લોભામણી જાહેરાતો મા છેતરાવું નહીં, જોબ માટે આવતા ઓફર લેટર સાચો છે કે ફેક તેની ખરાઇ અચૂક કરવી.
  • અજાણી વ્યક્તિના જોબ માટે આવતા ઇમેઇલ નો ક્યારેય રીપ્લાય ન આપો.
  • યોગ્ય ચકાસણી કર્યા પહેલા નાણાંકીય લેવડદેવડ ક્યારેય કરવી નહીં.
  • જોબ ઓફર લેટર આપતી કંપનીની સ્થળ મુલાકાત કરી ખરાઇ પણ કરી શકાય. જેથી તે સાચી જાહેરાત છે કે ફેક તે જાણી શકાય.

ઓનલાઇન શોપિંગ ફ્રોડ

છેતરપિંડી કરનારાઓ દ્વારા અમુક જાણીતી બ્રાન્ડ અથવા કંપનીના નામની અસલ જેવી જ દેખાતી ફેક વેબસાઇટ બનાવવામા આવે છે અને પ્રોડકટ સસ્તા ભાવે આપવાની લાલચ આપી ગ્રાહકને ઓનલાઇન ચૂકવણી માટે પ્રેરિત કરે છે.

ઓનલાઇન શોપિંગ ફ્રોડથી કેવી રીતે બચવું

  • મોટા ડિસ્કાઉન્ટની લોભામણી લાલચમાં ક્યારેય ન આવવુ.
  • શોપિંગ પોર્ટલ રીયલ છે કે ફેક તેની માહિતી મેળવો બાદમાં જ ખરીદી કરવી
  • અનટેસ્ટડ ઇ-કોમર્સ સાઇટ્સ પર ક્રેડિટ કે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવાનુ ટાળો.
  • અજાણી શોપીંગ સાઇટ પર કેશ ઓન ડીલીવરી ઓપ્શન નો ઉપયોગ કરો.

લોટરી ફ્રોડ

લોટરી ફ્રોડ એ ફ્રોડ માટેની ખૂબ જ જાણીતી સીસ્ટમ છે. તમને આટલા લાખ કે આટલા કરોડની લક્કી ડ્રો લોટરી લાગી છે તેવા મેસેજ કે કોલ કરી બદલામા વિવિધ ફી ના નામ પર રકમ ટ્રાન્સફર કરવાનુ કહેવામા આવે છે. થોડી રકમથી શરૂ કરી આ માંગ પુરી થતી જ નથી અને ધીમે ધીમે કરીને તમારી ઘણી રકમ ટ્રાંસફર કરાવવામા આવે છે. આવા એજન્ટનો સંપર્ક કરવાથી કૌભાંડનો લક્ષ્યાંક શરૂ થાય અને પ્રોસેસિંગ ફી, ટ્રાન્સફર ફી, જેવી અલગ અલગ ફીના નામે ચાર્જ વસુલવામાં આવે છે.

લોટરી ફ્રોડ થી બચવા શું કરશો ?

એક વાત હંમેશા યાદ રાખો કે કોઇ લક્કી ડ્રો વાળી લોટરી સીસ્ટમ હોતી જ નથી કે જેની તમને ખબર પણ ન હોય અને સામેથી તમારો લક્કી ડ્રો મા નંબર લાગે. આ ફ્રોડ ની એક ખૂબ જ જુની રીત છે. લોટરી ના ઇનામવાળા મેસેજ, કોલ થી હંમેશા દૂર રહો ક્યારેય તેનો રીપ્લાય ન આપો.

લૉન ફ્રોડ

સોશિયલ મીડિયા માધ્યમથી અને વિવિધ લોન એપ. ના માધ્યમથી લોભામણી ઓછા ટકાના વ્યાજે લોન આપવાની સ્કીમ મોકલવામાં આવે છે. અને ઝડપથી લૉન આપી તમારા ડોક્યુમેન્ટ મેળવી લેવામાં આવે છે. કોઇપણ વેરિફિકેશન વગર આપવામાં આવતી લૉન ફ્રોડ હોય છે અને તેમાં બાદમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન ફી, GST ફી જેવી અલગ અલગ ફીના નામ પર તમારી પાસેથી રૂપિયા પડાવવામાં આવે છે.

લૉન ફ્રોડ થી કેવી રીતે બચવું ?

  • કોઇપણ ખોટી લૉન ઓફરની લાલચમાં ક્યારેય ન આવો.
  • લૉન માટે લોભામણી સ્કીમના આપેલા નંબર પર સંપર્ક ન કરવો અને આ બાબતની કોઇ લિંક ઓપન ન કરવી
  • લૉન માટે હંમેશા રૂબરૂ બેન્ક નો જ સંપર્ક કરવો
  • વિવિધ લોન એપ. ક્યારેય ઇન્સ્ટોલ ન કરવી.

કસ્ટમર કેર ફ્રોડ

ફ્રોડની આ રીતમા ગુનેગાર બેંક માથી બોલુ છુ તેવુ કહી ફ્રોડ કોલ કરતા હોય છે. જેમાં KYC અપડેટ કરવા માટે કહેવામાં આવે છે. અથવા તમારા એટીએમ કાર્ડની મુદત પુરી થઇ ગઇ છે તેવુ કહી રીન્યુ કરવા માટે કહેવામા આવે છે. તમને નિઃશુલ્ક ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે. આમ અલગ અલગ રીતે વાત કરી OTP મેળવી ગ્રાહક ના બેન્ક એકાઉન્ટ સાફ કરવામા આવે છે.

કસ્ટમર કેર ફ્રોડ થી કેવી રીતે બચવુ

યાદ રાખો બેંકો ક્યારેય કોઇ ગ્રાહકને ફોન કરી કોઇ ડીટેઇલ માંગતા નથી. બેંક ના નામ પર કોઇ વ્યક્તિ ફોન કરે તો જવાબ ન આપો. બેંક ના નામ પર ફોન કરે તો રૂબરૂ આવી આપી જશુ એવુ કહો.

QR કોડ સ્કેન ફ્રોડ

ઠગબાજો સોસીયલ મીડિયા માધ્યમથી અલગ અલગ ફેક એકાઉન્ટ બનાવી નાના વેપારીઓને ફ્રોડ કરવા માટે ટાર્ગેટ કરતા હોય છે. આર્મી મેનની ખોટી ઓળખ આપી ખોટા આઇકાર્ડ પણ બતાવતા હોય છે અને બાદમાં વેપારીઓનો વિશ્વાસ કેળવી મોટા પ્રમાણમાં વસ્તુનો ઓર્ડર આપતા હોય છે જે પેમેન્ટ માટે અલગ અલગ એપ્લિકેશન ઉપયોગ કરવામા આવે છે. ત્યારબાદ પહેલી વખત QR કોર્ડ મારફત ઓછા રૂપિયા વેપારીના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી બાદમાં પુરી રકમ એકાઉન્ટમાં આપવા બીજી વખત QR કોર્ડ મારફત સ્કેન કરાવવામા આવે છે જેમાંથી વેપારી ના એકાઉન્ટમાંથી રૂપિયા સાફ થઇ જાય છે.

QR કોડ સ્કેન ફ્રોડથી કેવી રીતે બચવું

  • ખાસ વેપારીઓ ઓનલાઇન પેમેન્ટ મેળવવા માટે QR કોડ સ્કેન ન કરવા હિતાવહ છે.
  • અજાણ્યા વ્યક્તિ સાથે વેપાર કરતા પહેલા ખરાઇ અચૂક કરો.
  • કોઇ વ્યક્તિ ઓનલાઇન પોર્ટલ પર નંબર મેળવી આર્મી મેન કે પોલીસની ઓળખ આપે તો તેમનો ક્યારેય વિશ્વાસ કરવો નહીં કારણ કે કોઈ પણ સરકારી કર્મચારી આ રીતે કામ નો ઓર્ડર આપી શકતા નથી તેમાં સરકારની પ્રોસેસ મુજબ અલગ અલગ ટેન્ડર સિસ્ટમ બાદ વર્ક ઓર્ડર આપવામાં આવતા હોય છે.

ટ્રેડિંગ એપથી ફ્રોડ

ટ્રેડિંગ એપ ફ્રોડમાં +2, +3, +10 વગેરે નંબર પરથી વોટસએપમાં મેસેજ કરવામા આવે છે. જેમાં ઓછા સમયમાં બમણી રકમ પરત આપવાની લોભામણી સ્કીમ આપવામાં આવે છે. જેમાં શરૂઆતમાં સમયે વળતર વધતું હોવાનું એપ્લિકેશનમાં દર્શાવવામા આવે પરંતુ રોકાણ પરત માટે કહેતા સમયે રકમ પરત કરવાને બદલે છેતરપિંડી આચરી રૂપિયા પરત આપવામાં આવતા નથી

ટ્રેડિંગ એપ ફ્રોડથી કેવી રીતે બચવું ?

+91 સિવાયના નંબર પરથી આવતા ફોન કે મેસેજ નો ક્યારેય વિશ્વાસ ન કરો. અને આવા ફોન કે મેસેજનો રીપ્લાય આપવાનુ ટાળો. વિદેશના નંબર પરથી આવતા કોલ પર વિશ્વાસ કરવો નહીં.

ફોટો મોર્ફિંગ

મોર્ફિંગનો અર્થ છે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ફોટો એડીટીંગ ટુલ્સનો ઉપયોગ કરી વાસ્તવિક ફોટાને બદલે ફોટા બદલવામાં આવતા હોય છે જેમાં યુવતીઓના ફોટાનો વધુ ઉપયોગ થતો હોય છે. આવા ક્રિમિનલ જુદી જુદી વેબસાઇટ પર નકલી અથવા વાસ્તવિક પ્રોફાઇલ દ્વારા યુવતીઓની ઈમેજ ડાઉનલોડ કરી મોર્ફ કરે છે. બાદમાં મોર્ફડ કરેલી ઈમેજ સોશીયલ મીડીયામા શેર કરવાનુ કહી બ્લેકમેલ કરવામાં આવે છે.

ફોટો મોર્ફિંગથી કેવી રીતે બચવું ?

  • સોશીયલ મીડિયામાં પર્સનલ ફોટોસ શેર કરવાનુ ટાળો.
  • પ્રોફાઈલ પિક્ચર પબ્લિક સર્ચ થી બ્લોક રાખો.
  • ખાસ કરીને ફેસબુક તમારી પ્રોફાઇલ લોક રાખો.
  • સોશીયલ મીડિયામાં કોઇ ફોતો કે વિડીયો શેર કરતા સમયે FRIENDS ONLY સિલેક્ટ કરવું

વીડિયો કોલિંગ બ્લેકમેઇલ

ફ્રોડ ની આ રીતમા સોશિયલ મીડિયા પર યુવતીના નામે ફેક એકાઉન્ટ બનાવવામા આવે છે. બાદમાં અલગ અલગ લોકોને રિકવેસ્ટ મોકલે છે. બાદમાં વાતચીત કરી વીડિયો કોલ કરવામાં આવે છે અને ન્યુડ હાલતમાં થવાનું જણાવી વીડિયો કોલિંગ સ્ક્રીન રેકોર્ડિંગ કરવામાં આવે છે. બાદમાં વીડિયો મોકલી રૂપિયાની માંગણી કરી બ્લેકમેઇલ કરવામાં આવે છે.

વીડિયો કોલિંગ બ્લેકમેઇલ ફ્રોડથી કેવી રીતે બચવું ?

  • કોઈપણ અજાણી વ્યક્તિની રિકવેસ્ટ ક્યારેય એકસેપ્ટ ન કરો.
  • અજાણ્યા વ્યક્તિઓના વિડીયો કોલ નો જવાબ આપવાનુ ટાળો.
  • બ્લેકમેઇલના નામે કોઈપણ પ્રકારના રૂપિયા ટ્રાન્સફર કરવાને બદલે પોલીસ નો સંપર્ક કરો.

Important Links

હોમ પેજ અહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો અહિં ક્લીક કરો
Google News પર ફોલો કરો અહિં ક્લીક કરો

 

Leave a Comment