Paresh Goswami : ગુજરાતમાં આગામી 2-4 દિવસ વરસાદ પડવાની હવામાન નિષ્ણાતો દ્વારા આગાહી કરાઈ રહી છે, ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદને લઇ આગાહી કરી છે.
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, અત્યારે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સક્રિય થયું છે. જોકે, આ લો પ્રેશર ખૂબ નબળી સ્થિતિમાં છે, છતાં તેની અસર સ્વરૂપી વરસાદ અડધા ભારતમાં થવાની શક્યતા છે. મધ્ય અને ઉત્તર ભારતના તમામ રાજ્યો પર લો પ્રેશરની અસર થવાની શક્યતા છે. આ નબળા લો પ્રેશરનું શિયર ઝોન ગુજરાત પર આવશે અને તેના કારણે રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા છે.
બે-ચાર દિવસ સુધી વરસાદનો રાઉન્ડ ચાલશે
Paresh Goswami : પરેશ ગોસ્વામી એ ગુજરાતમાં વરસાદની આગાહી અંગે જણાવ્યું કે, આજથી 2-4 દિવસ સુધી વરસાદ પડવાની શક્યતા છે. આ વરસાદની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, છોટા ઉદેપુર, ખેડા, આણંદ, નડિયાદ, દાહોદ, મહીસાગરમાં વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદ પડવાની શક્યતા છે.
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અમુક વિસ્તારમાં 1 થી 3 ઇંચ સુધી વરસાદ અને અમુક વિસ્તારમાં 2 થી 4 ઇંચ સુધી વરસાદ પડવાની શક્યતા છે.
દક્ષિણ ગુજરાતમાં 1 થી 2 ઇંચ જેવા સામાન્ય-હળવા વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા નથી. હાલ સૌરાષ્ટ્ર-કચ્છમાં કોઇ મોટા વરસાદની શક્યતા રહેલી નથી. બની શકે કે, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદના અમુક ભાગોમાં 2 થી 5 ઓગસ્ટ દરમિયાન સારો વરસાદ થઈ શકે છે.
લો પ્રેશરના કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ પડવાની શક્યતા છે. એનાથી થોડોક નબળો વરસાદ દક્ષિણ ગુજરાતમાં, સૌરાષ્ટ્ર-કચ્છમાં ઝાપટા જોવા મળી શકે છે.
અગત્યની લીંક
Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |
Google News પર Follow કરવા | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |