Paresh Goswami new forecast આગામી 20 તારીખ સુધી ગુજરાતમાં વરસાદને લઈ મોટી આગાહી.

Paresh Goswami new forecast : વરસાદની ગતીવિધિમાં વધારો થયો છે તેની સાથે જ આગામી સમયમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ કેવી રહેશે તે અંગે જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ નવી આગાહી કરી છે. તેમણે નૈઋત્યના ચોમાસા અંગે અને આગળ હવામાનની ગતિ કેવી રહી શકે છે તે અંગેની શક્યતા વ્યક્ત કરી છે.

તેઓ ખેડૂતોને ઉપયોગી થાય તેવી માહિતીઓ રજૂ કરતા રહે છે, આ વખતે પણ તેમણે ચોમાસાની સ્થિતિ કેવી જોવા મળશે તે વિશેની માહિતી આપી છે.

આજથી વરસાદની તિવ્રતા વધશે

Paresh Goswami new forecast : 15 તારીખથી વરસાદની તિવ્રતા વધી શકે છે. 20 તારીખ સુધીમાં એવું પણ બની શકે કે વરસાદ અટકી જાય અને હવામાન ખુલ્લું પણ થવાની શક્યતા છે. 20 તારીખથી અરબ સાગરમાં નવો કરંટ આવવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે.

પરેશ ગોસ્વામિની નવી આગાહી

પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, નૈઋત્યનું ચોમાસું હાલ નિષ્ક્રિય સ્થિતિમાં છે અને તે હજુ સક્રિય થયું નથી. પરંતુ આજથી ગુજરાતમાં વરસાદની ગતિવિધિમાં વધારો થયો હોવાનું પણ પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું.

પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, ભલે હાલ મોનસુન બ્રેકની સ્થિતિમાં છે. છતાં પણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદ શરૂ જ રહેશે. આગામી સમયમાં વરસાદની તિવ્રતા અને વિસ્તારોમાં વધારો થવાની શક્યતા છે. જોકે, પરેશ ગોસ્વામી એ ખેડૂતોને સલાહ આપી છે કે, પુરતો વાવણી લાયક વરસાદ ન આવે ત્યાં સુધી વાવેતર કરવાનું ટાળવું.

20 તારીખ પછી ચોમાસુ જામશે!

અરબ સાગરના કરંટની વાત કરીને તેમણે જણાવ્યું કે, 20 તારીખ પછી ચોમાસું રાજ્યના લગભગ મોટાભાગના વિસ્તારોને આવરી શકે છે. આ દરમિયાન સારા વાવણી લાયક વરસાદ થવાની શક્યતા છે. તેમણે કહ્યું કે ચોમાસું બહુ મોડું નથી, ખેડૂતોએ ચિંતા કરવાની જરુર નથી. આગામી દિવસોમાં ચોમાસું સારું રહેવાની આગાહી પણ તેમણે કરી છે.

Important Link

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ અહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટે અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે  અહીં ક્લિક કરો

 

Leave a Comment