Paresh Goswami predict ઑગસ્ટ મહિનામાં કેવો વરસાદ રહેશે? વધુ એક વરસાદના રાઉન્ડની પરેશ ગોસ્વામીની આગાહી

Paresh Goswami predict : હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં હાલ ચાલી રહેલા વરસાદના રાઉન્ડ અને આગામી સમયમાં ચોમાસું કેવો વળાંક લઈ શકે છે તે અંગેની આગાહી કરી છે. તારીખ 16થી 29 જુલાઈનો જે રાઉન્ડ શરૂ છે.

તેમાં ગુજરાતના જે ભાગોમાં સારો વરસાદ નથી થયો તેમાં પણ વરસાદ પડી રહ્યો છે. જેમાં મધ્ય ગુજરાતના ભાગોનો સમાવેશ થાય છે. હવે આગામી સમયમાં વરાપ અને વરસાદની કેવી સ્થિતિ રહી શકે છે તે અંગે પરેશ ગોસ્વામીએ નવી આગાહીમાં જણાવ્યું છે

Paresh Goswami predict હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી

પરેશ ગોસ્વામીએ આગાહીમાં જણાવ્યું છે કે, 29 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થયા છે પરંતુ જ્યાં બાકી છે તેમણે 29 જુલાઈ સુધીમાં વરસાદ પડવાની શક્યતા છે.

29 તારીખ સુધી ભારે વરસાદ રહેશે!

Paresh Goswami predict : પરેશ ગોસ્વામી એ જણાવે છે કે, આ રાઉન્ડ પૂર્ણ થયા પછી ખ્યાલ આવશે કે હજુ કેટલા ભાગો વરસાદથી વંચિત રહ્યા છે. કારણ કે 29 તારીખ સુધી ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ ચાલુ રહેવાની શક્યતા છે. જેમાં અતિતીવ્રતા સાથે વરસાદ દક્ષિણ ગુજરાતના વાપી, બારડોલી, સુરત, વલસાડ, ડાંગ, બીલીમોરામાં પડી શકે છે. હાલ અહીં વરસાદથી રાહત મળવાની સંભાવનાઓ ઓછી જણાય રહી છે.

નવો રાઉન્ડ ક્યારથી શરૂ થશે?

29 તારીખ સુધીનો વરસાદનો આ રાઉન્ડ ચાલી રહ્યો છે તે પછી પણ વરાપમાં મોટો વિરામ મળવાની શક્યતા નથી તેવી માહિતી પરેશ ગોસ્વામી આપી રહ્યા છે. આ પછી 1 અથવા 2 ઓગસ્ટે નવો વરસાદનો રાઉન્ડ શરુ થવાની શક્યતા છે. તેનાથી પણ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ પડશે.

વધુમાં કહ્યું કે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ લગભગ અટક્યો છે ત્યારે ખેડૂતોએ કેટલાક ખેતી કામ કરી લેવાની સલાહ છે. કારણ કે ઓગસ્ટની શરુઆતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવવાની શક્યતા છે. નવા રાઉન્ડમાં ગુજરાતના દક્ષિણ, મધ્ય અને ઉત્તર ભાગમાં વરસાદ થવાની શક્યતા છે.

Important Links

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ અહિં કલીક કરો
હોમ પેજ અહિં કલીક કરો

 

Leave a Comment