PM Kisan Samman Nidhi યોજના દ્વારા ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાના ત્રણ હપ્તા આપવામાં આવે છે. એટલે કે વર્ષે કુલ 6 હજાર રૂપિયા આપવામાં આવે છે. ત્યારે ચાલો જાણીએ કે ખેડૂતોના ખાતામાં 18મો હપ્તો ક્યારે આવશે.
PM Kisan Samman Nidhi
ભારત સરકારની કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક 6000 રૂપિયા આપવામાં આવે છે. આ નાણાં ખેડૂતોને 2,000 રૂપિયાના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. ખેડૂતોને 4 મહિનાના અંતરે એક હપ્તો આપવામાં આવે છે. પાપ્ત વિગતો મુજબ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો ઓક્ટોબર મહિનામાં આવી શકે છે.
e-KYC બે રીતે કરવી શકાય છે..
પહેલી રીત: નજીકના CSC સેન્ટરની મુલાકાત લો, ત્યાં તમારા બાયૉમેટ્રિક આધારિત ઇ-કેવાયસી કરવી શકો છો.
બીજી રીત: ઘરે બેઠા પણ થઈ શકે છે, જેમાં pmkisan.gov.in વેબસાઇટની મુલાકાત લો પછી ‘e-KYC’ના વિકલ્પ પર ક્લિક કરો.
ત્યારબાદ તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરો, તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર OTP મળશે તે એન્ટર કરી સબમિટ પર ક્લિક કરવાનું રહેશે.
તો બસ આ રીતે તમે સરળતાથી e-KYC કરવી શકો છે અને આ યોજનાનો લાભ લઈ શકો છો.
જો તમારા ખાતામાં પૈસા ન આવ્યા હોય તો શું કરવું.
જો તમારા ખાતામાં PM કિસાન યોજનાનો 17મો હપ્તો આવ્યો નથી, તો તમે PM કિસાન સન્માન નિધિ યોજનાની અધિકૃત વેબસાઇટ pmkisan-ict@gov.in પર ખેડૂતોના ખૂણામાં હેલ્પ ડેસ્કની મુલાકાત લઈને સમસ્યાનું નિરાકરણ કરી શકો છો. હેલ્પ ડેસ્ક પર ક્લિક કરીને, તમારો આધાર નંબર, બેંક એકાઉન્ટ નંબર અથવા મોબાઇલ નંબર દાખલ કરો.
Important Links
વધુ માહિતી માટે | અહીં ક્લીક કરો |
હોમ પેજ માટે | અહીં ક્લીક કરો |