PM Kisan Yojana list: PM Kisan E-kyc: કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક સરકારી યોજનાઓ દ્વારા સહાય આપવામા આવે છે. આવી જ એક ખેડૂતઉપયોગી યોજના એટલે પીએમ કિસાન સન્માન નીધી યોજના. આ યોજના અન્વયે ખાતેદાર ખેડૂતોને દર વર્ષે રૂ.2000 ના 3 હપ્તામા કુલ રૂ. 6000 ની સહાય સીધી બેંકખાતામા આપવામા આવે છે. અત્યાર સુધીમા આ યોજના અન્વયે કુલ 14 હપ્તા ખેડૂતોને આપવામા આવ્યા છે. PM Kisan Yojana list 2023 કેમ ચેક કરવુ તેની માહિતી આપેલી છે. જો આ લીસ્ટમા તમારુ નામ ન હોય તો જલ્દી e-kyc અપડેટ કરવાની પ્રોસેસ કરવી જોઇએ.
PM Kisan Yojana list
Table of Contents
- PM કિસાન યોજના હેઠળ અત્યાર સુધીમા 14 હપ્તા આપવામાં આવ્યા છે
- નવેમ્બર મહિનામાં આવશે આ યોજનાનો 15મો હપ્તો
- 15મા હપ્તા પહેલા ખેડુતો માટે ત્રણ કામો કરાવવા છે ખૂબ જરૂરી
- દરેક હપ્તામા રૂ.2000 ની સહાય
આ યોજના અન્વયે કેન્દ્ર સરકાર ખાતેદાર ખેડૂતોના ખાતામાં દર વર્ષે 6,000 રૂપિયા ટ્રાન્સફર કરે છે અને અત્યાર સુધીમાં 8.5 કરોડથી વધુ ખેડૂતો આ યોજનાનો મેળવેલ છે. આ યોજનાનો છેલ્લો હપ્તો 27 જુલાઈએ ખેડૂતોના ખાતામાં જમા કરવામા આવ્યો હતો. હવે પીએમ કિસાન યોજનાના 15 મો હપ્તો જમા થશે. ચાલો જાણીએ કે ખેડૂતોને પીએમ કિસાન યોજનાના 15મા હપ્તાના પૈસા ક્યારે મળશે.
નવેમ્બર મા આવશે 15 મો હપ્તો
મળતી માહિતી અનુસાર PM કિસાન યોજનાના 15મા હપ્તાના પૈસા આ વર્ષે 27 નવેમ્બર સુધી ખેડૂતોના બેંક ખાતામાં જમા થઈ શકે છે પણ એક વાત એ મહત્વની છે કે જે ખેડૂતોએ PM કિસાન યોજના માટે પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે તેમને જ આ પૈસા મળશે. 15મા હપ્તા પહેલા ખેડુતો માટે ત્રણ કામો કરાવવા જરૂરી છે, કારણ કે જો આ બાબતો નહી કરવામાં આવે તો તમારા હપ્તા અટવાઈ જવાની ખાતરી છે.
પીમ કિસાન યોજનાના 15 મા હપ્તા પહેલા આ 3 કામ કરવા ખૂબ જરૂરી છે.
જો તમે પીમ કિસાન યોજના સાથે નવા જોડાયેલા છો અથવા પહેલેથી જ લાભાર્થી છો અને તમે હજુ સુધી તમારા જમીનના ડોકયુમેન્ટ પોર્ટલ પર અપલોડ કર્યા નથી, તો સૌ પ્રથમ તમારે આ કામ કરવું પડશે.
PM કિસાન યોજના હેઠળ લાભ મેળવતા દરેક લાભાર્થી માટે e-KyC કરાવવું ફરજિયાત છે. e-KyC ન કરાવવાના કિસ્સામાં, તમે આ યોજના ના હપ્તાના લાભથી વંચિત રહી શકો છો. તેથી, યોજનાના પોર્ટલ pmkisan.gov.in પર જઈને અથવા તમારા નજીકના CSC કેન્દ્રની મુલાકાત લઈને અથવા બેંકમાંથી, તમે ઈ-કેવાયસી અપડેટ કરાવવાનુ કામ જલ્દી પુરૂ કરાવી શકો છો.
પીએમ કિસાન યોજના સાથે સંકળાયેલા લાભાર્થીઓ માટે તેમના એકટીવ બેંક એકાઉન્ટ સાથે તેમના આધાર કાર્ડને લિંક કરેલુ હોવુ ફરજિયાત છે. જે ખેડૂતો આવું નહીં કરે તો તેઓ હપ્તાના લાભથી વંચિત રહી શકે છે.
PM કિસાન યોજના માટે ઓનલાઈન અરજી
- સૌ પ્રથમ PM કિસાનની ઓફીસીયલ વેબસાઇટ pmkisan.gov.in ની મુલાકાત લો
- આ વેબસાઇટમા Farmer Corner ઓપ્શન પર ક્લિક કરો.
- ત્યારબાદ New Farmer Registration નો વિકલ્પ પસંદ કરો.
- ત્યારબાદ Rural Farmer Registration કે Urban Farmer Registration પૈકી તમને જે ઓપ્શન લાગુ પડતો હોય તેના પર ક્લીક કરો.
- ત્યારબાદ આધાર નંબર, મોબાઈલ નંબર દાખલ કરો અને રાજ્ય પસંદ કરો.
- પછી મોબાઈલ પર આવેલ OTP નંબર દાખલ કરો.
- ત્યારબાદ અન્ય વિગતો સિલેકટ કરીને રાજ્ય અને જિલ્લા સહિત બેંક, આધાર કાર્ડની માહિતી ભરો.
- આ પછી આધાર ઓથેન્ટિકેશન માટે સબમિટ બટન પર ક્લિક કરો
- ખેતી અને જમીન સંબંધિત ડોકયુમેન્ટ ઓનલાઇન અપલોડ કરવાના રહેશે.
- બધી માહિતી ભર્યા પછી અને દસ્તાવેજ અપલોડ કરીને સેવ બટન પર ક્લિક કરો.
- આ પછી સ્ક્રીન પર એપ્લિકેશન કન્ફર્મેશન મેસેજ આવશે એ રીતે તમે તમારું રજીસ્ટ્રેશન કરવી શકો છો.
PM Kisan E-kyc
PM Kisan યોજનાનો લાભ લેવા માટે દરેક ખેડૂતોનુ E-kyc કરેલુ હોવુ ફરજીયાત છે. E-kyc કરાવવા માટે તમે તમારા ગામના VCE , CSC સેન્ટર ની મુલાકાત લઇ શકો છો. ઉપરાંંત PM Kisan યોજ્નાની ઓફીસીયલ વેબસાઇટ પરથી પણ કરી શકો છો. જેના સ્ટેપ નીચે મુજબ છે.
- E-kyc કરવા માટે સૌ પ્રથમ PM Kisan યોજના ઓફીસીયલ વેબસાઇટ pmkisan.gov.in ઓપન કરવાની રહેશે.
- ત્યારબાદ આ વેબસાઇટમા E-kyc ટેબ પર ક્લીક કરો.
- તેમા OTP Based Ekyc કરવા માટે તમારો આધાર નંબર એન્ટર કરવાનો રહેશે.
- ત્યારબાદ આગળ સરળ પ્રોસેસ કરી તમે E-kyc સરળતાથી કરી શકો છો.
અગત્યની લીંક
PM Kisan યોજના ઓફીસીયલ વેબસાઇટ | click here |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
Contact Email : nhmsatararecruitment.in@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Hello Readers, NHM Satara Recruitment is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.