Predictions of Ambalal Patel

Predictions of Ambalal Patel : આગામી જુલાઇ મહિનામાં ગુજરાતમાં સાર્વત્રિક સારો વરસાદ થવાની આગાહી અંબાલાલ પટેલે વ્યકત કરી છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્ર ભાગોમાં ભારે વરસાદની શક્યતા તેમણે વ્યકત કરી છે.

Predictions of Ambalal Patel

અંબાલાલ પટેલે વરસાદ ના પગલે સૌરાષ્ટ્રનો ભાદર ડેમ ઓવરફ્લો થવાની શક્યતા વ્યકત કરી છે સાથે જ મચ્છુ ડેમ, આજી ડેમ, સાબરમતી, નર્મદા, તાપી, મહી, વાત્રક સહિતની નદીનાઓમાં પાણીના સ્તરમાં ઘણો વધારો થવાની વાત કરી છે. 30 જૂન થી 5 જુલાઈ વચ્ચે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના વડોદરા, આણંદના ભાગોમાં ભારે વરસાદ થવાની આગાહી કરી છે

5 થી 12 જુલાઈમાં વરસાદનો નવો રાઉન્ડ

Predictions of Ambalal Patel અનુસાર, અમરેલી અને ભાવનગરના વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતા છે. જ્યારે સાબરકાંઠા અને પંચમહાલના વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદી ઝાપટા પડવાની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. 6 જુલાઈના રોજ બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. જેની અસરથી 5 થી 12 જુલાઈ વચ્ચે દેશ સહિત રાજ્યમાં સારો વરસાદ થવાની શકયતા અંબાલાલે વ્યકત કરી છે.

અષાઢી બીજે વરસાદ પડશે કે નહીં

Ambalal Patel દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સાબરકાંઠા અને પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. અષાઢી બીજે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદી છાંટા અને વરસાદ પડી પડવાની શક્યતા છે. અમદાવાદમાં વરસાદી છાંટા પડવાની આગાહી કરાઈ છે.

હવામાન વિભાગની આજની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે રાજ્યના નવ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કોસ્ટલ એરિયામાં ભારે વરસાદની શક્યતા છે. સંઘપ્રદેશ દાદરા અને નગરહવેલીમાં પણ ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારના પાંચ જિલ્લામાં છૂટ્ટાછવાયા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી કરી છે.

Important Links

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ અહિં કલીક કરો
વધુ માહિતી માટે  અહિં કલીક કરો
 હોમ પેજ માટે  અહિં કલીક કરો

 

Leave a Comment