PVC Pipe Line Subsidy: ખેડૂતોને પીવીસી પાઇપલાઇન ખરીદવા માટે રૂપિયા 22,500 સુધીની સહાય આપવામાં આવશે.

PVC Pipe Line Subsidy: ખેડૂતોને માટે સરસ યોજના આવી છે જેની અંદર ખેડૂતોને પીવીસી પાઇપલાઇન ખરીદવા માટે સબસીડી એટલે કે સહાય આપવામાં આવશે, ખેડૂતોને પીવીસી પાઇપલાઇન ખરીદવા માટે રૂપિયા 22,500 સુધીની સહાય આપવામાં આવશે.

સરકાર દ્વારા ખેડૂતો માટે બહુ જ સરસ યોજના જે આ પીવીસી પાઇપલાઇન યોજના જે અમલમાં મુકવામાં આવી છે, તેનાથી ઘણા બધા ખેડૂતોને ફાયદો થશે. તો મિત્રો આ યોજના અંગેની આપણે સંપૂર્ણ વિગતવાર માહિતી આ લેખની અંદર મેળવીશું.

PVC Pipe Line Subsidy: પીવીસી પાઇપ લાઇન યોજના

આ યોજનાએ ખેતીવાડીની યોજના છે જેની અંદર તમને વધુમાં વધુ રૂપિયા 22,500 સુધીની સહાય આપવામાં આવે છે. આ યોજના ની અંદર ત્રણ પ્રકારની પાઇપો માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. આ યોજનાનું નામ છે વોટર કેરિંગ પાઇપલાઇન જે ખેતીવાડી ની યોજના છે જેની અંદર ખેડૂતોને પાણી લઈ જવા માટેની પાઇપલાઇન માટે સહાય આપવામાં આવે છે.

જેની અંદર ત્રણ પ્રકારની પાઇપો 1, એચ ડી પી પાઇપ 2, પીવીસી પાઇપ 3, લેમિનેશન વોવેન ફ્લેટ ટબ આ ત્રણેય પ્રકારની પાઇપલાઇન ઉપર અલગ અલગ રીતે સહાય આપવામાં આવે છે.

યોજનાનો લાભ કોને મળશે

યોજનાની અંદર લાભ મેળવવા માટે કેટલાક પ્રકારના પાકોનું જેમને વાવેતર કરેલ છે તેમને યોજના માં લાભ મળશે જેમાં કઠોળ, ચોખા, તેલબીયા મગફળી જેવા પાકો અને ઘઉં નું વાવેતર કરનારો ખેડૂતોને આ યોજનાની અંદર લાભ મળવા પાત્ર છે.

યોજનાની અંદર મળવા પાત્ર લાભ

યોજના ની અંદર સામાન્ય ખેડૂતોને કિંમતના 50% અથવા ₹15,000 જે બંનેમાંથી ઓછું હશે તે મળવા પાત્ર રહેશે, એચ ડી પી પાઇપ માટે રૂપિયા 50 પ્રતિ મીટર, પીવીસી પાઇપ માટે રૂપિયા 35 પ્રતિ મીટર અને એચ ડી પી ઈ લેમિનેશન વો વેન લે ફ્લેટ ટ્યુબ્સ માટે રૂપિયા 20 પ્રતિ મીટર અને અનુસૂચિત જાતિના ખેડૂતો માટે 75% અથવા રૂપિયા 22,500 જે બંનેમાંથી ઓછું હશે તે મળવા પાત્ર રહે છે.

યોજના ની અંદર અરજી પ્રક્રિયા

આ યોજનાની અંદર ઓનલાઇન ફોર્મ ભરવા માટે તમારે આઈ પોર્ટલની ઓફિશિયલ વેબસાઈટ પર જઈ અને ખેતીવાડી વિભાગમાં ઉપર દર્શાવ્યા પ્રમાણે વોટર કેરિંગ પાઇપલાઇન ની આ યોજનાની અંદર જઈ અને ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઇન ફોર્મ ભરવાની શરૂઆત 21 સપ્ટેમ્બર 2024 થી થઈ જશે જિલ્લા પ્રમાણે અલગ અલગ તારીખો થી ફોર્મ ભરવાની શરૂઆત થશે.

અગત્યની લિંક

વધુ માહિતી માટે  અહિં કલીક કરો
હોમ પેજ અહિં કલીક કરો

 

Leave a Comment