Rain forecast : ગત આગાહી માં સામાન્ય પ્રિમોન્સુન વરસાદ છાંટા છૂટી નુ જણાવામાં આવ્યુ હતુ. તે મુજબ જોઈએ તેવા પ્રમાણમાં ગુજરાતમાં ખાસ કોઈ એક્ટીવીટી જોવા મળી નથી, ક્યાંક એકાદ બે જગ્યાએ સાવ સામાન્ય ઝાપટા કે છાંટા જોવા મળ્યા છે.
જે હવે નવીન બાબત ન ગણાય હાલ ના સમયે ભેજ યુક્ત દરિયાઈ પવનો રાજ્ય ઉપર થી પસાર થતા હોય એટલે ક્યારેક ક્યારેક વધુ વાદળો છવાઈ તો છાંટા છૂટી જોવા મળતી જ હોય છે.
Rain forecast ગુજરાતમાં તા૫માન કેવુ રહેશે?
આગાહી સમય માં મહત્તમ તાપમાન નોર્મલ આજુબાજુ જોવા મળશે. મહત્તમ તાપમાન જોઈએ તો આગાહી સમય માં 39 થી 41 ડિગ્રી જોવા મળશે. કે ક્યારેક અમુક સેન્ટર માં 43 ડિગ્રી જોવા મળશે. જેમાં હવે મહત્તમ તાપમાન મધ્ય કે ઉત્તર ગુજરાત તેમજ તેને લાગુ સૌરાષ્ટ્ર, કચ્છ માં ઉંચુ જોવા મળતુ હોય છે. જેમાં આગાહી ના છેલ્લા એકાદ બે દિવસ માં જ્યા જેટલુ તાપમાન હશે ત્યાં તેમાં એકાદ બે ડિગ્રી ની રાહત જોવા મળશે.
પવનો જોઈએ તો હાલ પવન મોટા ભાગે પશ્ચિમ કે દક્ષિણ પશ્ચિમ ના જોવા મળશે. તેમજ પવન ની ગતી નોર્મલ નજીક રહેશે. કે દિવસ દરમિયાન ક્યારેક જેમાં બપોર બાદ કે સાંજ સમયે પવન ની ગતી વધુ જોવા મળશે.
વરસાદની કેટલી શકયતા છે?
સવાર ના સમયે ભેજયુક્ત પવનો ને લીધે તેમજ લો લૅવલ ના (ઘારીયા)વાદળ ના લીધે બફારો ઉકળાટ ભર્યું વાતાવરણ રહે.
Rain forecast : અરબી સમુદ્ર માં બનનાર સંભવિત સાઈક્લોનીક સર્ક્યુલેશન વીશે મોડેલો ના મતમતાંતર મુજબ મધ્ય પૂર્વ અરબી સમુદ્ર માં ગોવા કે મહારાષ્ટ્ર ના દરિયા નજીક 8 જૂન આજુબાજુ UAC બનતુ બતાવે છે. જેમાં હજુ બધા મોડેલો સહમત નથી, એટલે UAC હજુ ક્યાં અને કેટલુ મજબૂત બને એ અત્યારે કહેવુ મુશ્કેલ છે. જો યુરોપિયન મોડેલ મુજબ સિસ્ટમ બને તો 9 જૂન આજુબાજુ થી ગુજરાત માં સારી એવી પ્રિમોન્સુન એક્ટિવિટી જોર પકડે અને રાજ્ય ના ભાગોમાં વરસાદ નું આગમન થાય એવો અંદાજ છે. યાદ રહે હજુ વીવિધ મોડેલો માં જો અને તો છે.
Important Links
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
વધુ માહિતી માટે | અહિં કલીક કરો |
હોમ પેજ માટે | અહિં કલીક કરો |
વરસાદની કેટલી શકયતા છે?
મહારાષ્ટ્ર ના દરિયા નજીક 8 જૂન આજુબાજુ UAC બનતુ બતાવે છે. જેમાં હજુ બધા મોડેલો સહમત નથી, એટલે UAC હજુ ક્યાં અને કેટલુ મજબૂત બને એ અત્યારે કહેવુ મુશ્કેલ છે.